‘રોબોટિક’ બોનસાઇ પ્લાન્ટ 20/07/2026 10:30 am Nilesh Parmar અત્યાધુનિક ટેક્નોલોજીના આવિષ્કાર અને અમલીકરણ માટે જાણીતા જાપાનથી બાગાયતપ્રેમીઓ માટે જાણવાજોગ સમાચાર આવ્યા છે. એક જાપાનીઝ એન્જિનિયરે પ્રકૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સંગમ રચીને એક રોબોટિક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.
ચીનનો માસ્ટર સ્ટ્રોકઃ હજારો ફૂટ ઊંચા પહાડો પર બુલેટ ટ્રેન દોડાવી 20/07/2026 10:21 am Nilesh Parmar ભારતની પહેલી બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે આવતા વર્ષથી શરૂ થવાની સંભાવના છે પરંતુ ચીને તો હવે પહાડોમાં બુલેટ ટ્રેન દોડાવીને ઇતિહાસ રચ્યો છે. ચીને કિનલિંગ પહાડોને કાપીને માત્ર ચાર વર્ષમાં નવો હાઇ સ્પીડ રેલ કોરિડોર તૈયાર કર્યો છે.
મેઘરાજાની મહેર માટે ગધેડાઓને ગુલાબજાંબુની પાર્ટી! 20/07/2026 10:42 am Nilesh Parmar ‘તળાવોનું શહેર’ તરીકે આગવી ઓળખ ધરાવતા ભોપાલ શહેરથી કૌતુક ઉપજાવે તેવા સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાનો અંત નજીક દેખાઇ રહ્યો હોવા છતાં અપેક્ષિત વરસાદ ન પડતાં મધ્યપ્રદેશના ચિંતાતુર લોકો મેઘરાજાને રિઝવવા નોખા-અનોખા ઉપાય અજમાવી રહ્યા છે.
અમેરિકન ડ્રીમ આડે ટ્રમ્પ તંત્રના રોડાંઃ સરકારી લાભ લેતા ઇમિગ્રન્ટ્સને ગ્રીનકાર્ડ નહીં 20/07/2026 12:14 pm Nilesh Parmar રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાયદાનો દંડો ઉગામ્યો છે. ઇમિગ્રન્ટ્સને નાથવા માટે એક પછી એક આકરાં પગલાં લઇ રહેલી ટ્રમ્પ સરકાર હવે જૂનો નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે. જેમાં સરકારી સુવિધાઓનો લાભ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો ઈનકાર કરવાની જોગવાઇ છે. વધુમાં ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોના વિઝા માટે પણ નવા નિયમો તૈયાર કર્યા છે. આ નિયમોના પગલે 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આકરા વિઝા અંકુશોનો સામનો કરવો પડશે.
કેસો પાછા ખેંચવા અમેરિકા સાથે અદાણી જૂથની કોઇ ડીલ નથી થઇ 20/07/2026 1:00 pm Nilesh Parmar અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ યુએસ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરીને સ્પષ્ટતા કરી છે કે તેમની સામેના કેસોને પાછા ખેંચવાના બદલામાં સરકારના કોઇ વિભાગ સાથે કોઇ જ ડીલ નથી થઈ. કેસોને લઈને અમેરિકી સરકાર સાથે કોઇ જ નાણાકીય લેવડદેવડ પણ નથી થઇ.
કેનેડામાં હીટવેવની સાથે હવાની ગુણવત્તા પણ બગડી 20/07/2026 1:03 pm Nilesh Parmar કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં તાપમાને જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ટોરન્ટોના ડાઉનટાઉન વિસ્તારમાં ગયા મંગળવારે પારો 37.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે જુલાઈના આ સમય માટે 31 વર્ષ જૂના રેકોર્ડ કરતા પણ વધારે રહ્યો હતો.