Advanced search


સરકાર દ્વારા 16 અને 17 વર્ષના સગીરો માટે ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા નાઇટ કર્ફ્યુ લાગુ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવી યોજના અંતર્ગત સંબંધિત વયજૂથના યુઝર્સ માટે મધ્યરાત્રિથી સવારના 6 કલાક સુધી સોશિયલ મીડિયા એક્સેસ બંધ કરવા માટે ડિફોલ્ટ સેટિંગ્સ દાખલ કરાશે.

ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નીટમાં કથિત ગેરરીતિઓ અને નવી દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં ભારતના વિદ્યાર્થી આંદોલનને સમર્થન આપવા સોમવારે સાંજે સેન્ટ્રલ લંડન સ્થિત ભારતીય હાઈકમિશન બહાર સેંકડો પ્રવાસી ભારતીયો એકઠા થયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇના આખરી સપ્તાહે કે ઓગસ્ટ માસની શરૂઆતમાં ફરી ગુજરાત આવી શકે છે. તેમના સંભવિત નવસારી પ્રવાસને લઈને ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના વહીવટી તંત્રએ તૈયારીઓ તેજ કરી છે.

બે મહિલા દર્દીઓની અયોગ્ય અને અંગત શારીરિક તપાસ કરવાના કેસમાં દોષિત ઠર્યાના આઠ વર્ષ બાદ સ્વિન્ડન જાણીતા ભારતીય મૂળના ડૉક્ટરને નવી તપાસ હેઠળ ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

CR Patil's review meeting before Prime Minister Modi's Gujarat visit

CR Patil's review meeting before Prime Minister Modi's Gujarat visit

હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ લોન્ચ કર્યું. ભારતની આ સિદ્ધિમાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના બે તારલાની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે. ભારતની આ સિદ્ધિમાં જામનગરની પૃથ્વી દિનેશભાઈ સંઘાણી અને ભાવનગરના દર્શન ત્રિવેદીનો પણ સિંહફાળો છે.

 ગુજરાત ATSએ જૈશ-એ-મોહંમદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન આ તમામનાં નામ ખૂલ્યાં હતાં. પાંચેય આરોપીને સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપી લેવાયા હતા. આંકડાને વિસ્તૃત રીત જોઈએ તો 42 મહિનામાં કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાતથી 42 આતંકીને ઝડપી લીધા છે.

ઇરાન-ઇઝરાયલ યુદ્ધવિરામથી ઉદ્યોગોને રાહત તો મળી, પરંતુ થોડા દિવસોમાં જ ફરી હોર્મુઝની ખાડીમાંથી જહાજોની અવરજવર બંધ થતાં ઉદ્યોગો ફરી એક વખત કપરી સ્થિતિમાં મુકાયા છે. માલસામાનની હેરાફેરી માટે દરિયાઈ માર્ગે મોકલાતા એક કન્ટેનર માટે ઉદ્યોગોને 1,000ના બદલે હાલ 1,500 ડોલર ચૂકવવા પડી રહ્યા છે. ઇરાનની દરિયાઈ રૂટ બંધ કરવાની ધમકી વચ્ચે યુદ્ધ દરમિયાન માલવાહક જહાજો અટકી જતાં આયાત-નિકાસના ભાવમાં વધારો થયો હતો.

ગુજરાતના સરહદી જિલ્લાના દરિયાઈ ક્રીક વિસ્તારથી સુરક્ષાદળોના પેટ્રોલિંગ દરમિયાન એક બિનવારસી પાકિસ્તાની બોટ મળતાં સનસનાટી મચી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન આ બોટથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે આ પાકિસ્તાની બોટ તેમની નજર પડી હતી. 

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથનાં દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તે મિત્રો સાથે મળી બોટાદના લાઠીદડથી 25 ગાયોનાં ધણ સાથે દ્વારકાધીશનાં દર્શને પગપાળા પહોંચ્યો. આ નિમિત્તે નિયત સમય બાદ પણ મંદિરને ગૌમાતા માટે ખોલાયા હતા.