Advanced search


ઓડિસ્સી અને રામાયણ મહાકાવ્યો વચ્ચે સમાનતા

ક્રિસ્ટોફર નોલાનની માસ્ટરપીસ ફિલ્મ ઓડિસ્સી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે ત્યારે રામાયણ સાથે તેની સમાનતાઓ વિશે પણ ચર્ચા થઈ રહી છે. ગ્રીક કવિ હોમરે ઈસવીસન પૂર્વે બીજી અને આઠમી સદી વચ્ચે લખેલું મહાકાવ્ય ઓડિસ્સી દેશનિકાલ થયેલા રાજકુમારની વાર્તા છે, જે દેશવટાની લાંબી યાત્રામાં અનેક પડકારોનો સામનો કરે છે. આ મહાકાવ્ય લખાયું તે પહેલા અનેક ભાટચારણોના મુખેથી તે કહેવાયું હતું. ભારતીય મહાકાવ્ય રામાયણની માફક જ આ ગ્રીક મહાકાવ્યમાં સારી અને ખરાબ તાકાતો વચ્ચે યુદ્ધની ચમત્કારિક કથાના ઘણા અદ્ભુત પાત્રો છે તેમજ માત્ર ગ્રીક જ નહિ, યુરોપિયન સમાજોમાં પણ તેનો પ્રભાવ જણાય છે.

નોકરીનું સપનું છોડી બિઝનેસ કરી રહી છે અફઘાન મહિલાઓ

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર દુનિયાના સૌથી કડક પ્રતિબંધો લાગુ છે, પરંતુ આ જ માહોલમાં મહિલાઓનો બિઝનેસ તરફનો ઝુકાવ વધ્યો છે. આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય એકલતા સામે ઝઝૂમી રહેલા દેશમાં તાલિબાન પ્રશાસને મહિલાઓને સીમિત દાયરામાં કારોબાર કરવાની મંજૂરી આપી છે. પરિણામે, છેલ્લા 5 વર્ષમાં મહિલાઓને જાહેર કરવામાં આવતા બિઝનેસ લાઇસન્સોની સંખ્યા 10 ગણી થઈ છે.

દક્ષિણ ગુજરાત જળબંબોળઃ વલસાડ

રાજ્યમાં હવામાનની આગાહી પ્રમાણે 22 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વલસાડમાં વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો. આ સિવાય ઉમરગામમાં 6.61 ઇંચ અને પારડીમાં 6.54 ઇંચ વરસાદ પડ્યો હતો.

મારું કાર્ય પૂર્ણ થયું છે: સ્ટાર્મરની સ્મિત સાથે વિદાય

બકિંગહામ પેલેસ જઈને કિંગ ચાર્લ્સ સમક્ષ રાજીનામું રજૂ કરતાં પહેલાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના અંતિમ પ્રવચનમાં સર કેર સ્ટાર્મરે તેમની સરકારની સિદ્ધિઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારું કાર્ય પૂર્ણ થયું છે. 

10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લેરી ધ કેટે 7મા વડાપ્રધાનને આવકાર્યા

10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સત્તાના ગલિયારાઓમાં છેલ્લા 15 કરતાં વધુ વર્ષોથી નજર રાખી રહેલા બ્રિટનના સૌથી પ્રખ્યાત બિલાડા લેરીએ સોમવારે સાતમા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. 

બ્રિટનના પ્રથમ એઆઇ મંત્રી તરીકે કનિષ્ક નારાયણની નિયુક્તિ

નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમની કેબિનેટમાં ભારતીય મૂળના સાંસદ કનિષ્ક નારાયણની એઆઇ મંત્રી તરીકે નિયુક્તિ કરી છે. નારાયણ પહેલા પણ એઆઇ અને ઓનલાઇન સેફ્ટી સંલગ્ન જુનિયર મંત્રી હતા 

ટીમનું નેતૃત્વ અને સંચાલન કેવી રીતે કરવું જોઈએ

લીડરશિપ એટલે કે નેતૃત્વની કોઈ એક સ્ટાઈલ હોતી નથી. નેતૃત્વ એટલે ‘અલગ અલગ લોકો માટે અલગ અલગ પ્રયાસ કે પ્રક્રિયા.’ ટીમના નેતાઓની મુખ્ય જવાબદારી તેમની ટીમનું સફળતાપૂર્વક સંચાલન કરવાની છે જેથી તેઓ તેમની સંસ્થાના હેતુઓને પાર પાડી શકે.

એન્ડી બર્નહામ વડાપ્રધાનપદે આરૂઢ

બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને મેકરફિલ્ડના સાંસદ એવા એન્ડી બર્નહામે સોમવારે સત્તાવાર રીતે યુકેના 59મા વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો.