ISKCON નાઈરોબી દ્વારા યુથ ફેસ્ટ 2026માં યુવાઓ ઉમટ્યા 22/07/2026 8:05 am Achyut Sanghavi ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ISKCON) નાઈરોબી દ્વારા ISKCON 60 ઈનિશિયેટિવના ભાગરૂપે આયોજિત યુથ ફેસ્ટ 2026માં 500થી વધુ યુવા લોકો એકત્ર થયા હતા. વર્તમાન યુવા વર્ગ સામે સૌથી ગંભીર પડકારોમાં એક ડિજિટલ એડિક્શન અને અનંત સ્ક્રોલિંગનું વિષચક્રના નિવારણ પર કેન્દ્રિત પ્રેરણાદાયી સાંજનું આયોજન કરાયું હતું.
નકુરુનાં કૃષ્ણમંદિરમાં લોર્ડ બાલાજીની મૂર્તિની સ્થાપનાથી હિન્દુ સમાજમાં આનંદ 22/07/2026 8:08 am Achyut Sanghavi ગુરુવાર 16 જુલાઈ, 2026ની અષાઢી બીજના પવિત્ર દિવસે નકુરુના 100 વર્ષ જૂના કૃષ્ણ મંદિર (CGHU)માં લોર્ડ બાલાજી- શ્રીવેંકટેશ્વરાની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવા સાથે હિન્દુ સમુદાયનું લાંબા સમયનું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાયું હતું. મંદિરના ઈતિહાસમાં સીમાચિહ્ન સ્થાપના પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું મુખ્ય યજમાનપદ રમેશભાઈ ઠક્કર અને પરિવારે સંભાળ્યું હતું, જેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાએ આ ઐતિહાસિક પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કુમકુમ મંદિરના સંતોની લંડન પધરામણીઃ લંડન મંદિરનો 13મો પાટોત્સવ ઉજવાશે 22/07/2026 7:23 am Nilesh Parmar સાધુતાની મૂર્તિ સદ્ગુરુ પૂ. શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે 30 જુલાઇના રોજ લંડન પધારી રહ્યા છે. 17મી ઓગસ્ટ સુધીના લંડન રોકાણ દરમિયાન તેઓ સ્ટેનમોરના પાર રોડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ - યુકે ખાતે નિવાસ કરશે.
SGVP દ્વારા 1 લાખ વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ 22/07/2026 7:22 am Nilesh Parmar અમદાવાદના છારોડી સ્થિત SGVP (સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ્) કેમ્પસ ખાતે ઐતિહાસિક અને પર્યાવરણીય ક્રાંતિ સમાન ‘સામૂહિક વૃક્ષારોપણ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે.