કુલ અને કમ્ફર્ટેબલ કુર્તી 25/07/2026 9:27 am Nilesh Parmar કોલેજિયન અને નોકરિયાત યુવતીઓની ‘ઓલટાઇમ ફેવરિટ’ કુર્તી ફરી એક વખત માર્કેટમાં આવી પહોંચી છે, પરંતુ આ વરસે ડિઝાઇનરોએ તેને તદ્દન નવા રૂપ-રંગ આપ્યા છે. સામાન્ય રીતે કુર્તી એક ઢીલો અને સેમી-ફિટ, વધુ લાંબો નહિ, પણ નિતંબને આવરી લેતો પોશાક છે, પરંતુ તેનો નવો અવતાર જરા જુદો છે. હાલમાં બજારમાં મળતી કુર્તીઓ થોડી વધુ લાંબી અને બેલ્ટવાળી છે જે સ્કિન ટાઇટ જિન્સ, સ્કર્ટ અથવા ચુડી પેન્ટ સાથે પહેરી શકાય એવી છે. જિન્સ, કેપ્રીઝ અને સ્કર્ટ સાથે પહેરવા માટે કુર્તી ટી-શર્ટના પર્યાય તરીકે વપરાય છે.
એકસાથે ચાર ‘હમશકલ’ બાળકીનો જન્મઃ 25/07/2026 9:26 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ પ્રાંતની રોયલ બ્રિસબેન એન્ડ વિમેન્સ હોસ્પિટલમાં એક મહિલાએ એકસરખો ચહેરો ધરાવતી ચાર બાળકીને જન્મ આપતાં તેની પ્રસુતિ કરાવનારા ડોક્ટરો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે પ્રસુતિના લગભગ દોઢ કરોડ કિસ્સામાંથી એકાદ કિસ્સામાં આવું બનતું હોય છે. આ અત્યંત દુર્લભ બાબત છે. ચાર બાળકીઓને જન્મ આપનારી મહિલાની ઉંમર 34 વર્ષ છે અને તેનું નામ જેનિટર સાઉ નાઆમોઆના છે.
ગૂગલ મેપથી ખૂલ્યું 39 કરોડ વર્ષ જૂની ઘટનાનું રહસ્ય 25/07/2026 9:20 am Nilesh Parmar ગૂગલ મેપના કારણે કેનેડામાં 39 કરોડ વર્ષ પહેલાંની એક ઘટનાનું રહસ્ય ખૂલ્યું છે. વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન કરતાં એક કેનેડિયનને ગૂગલમાં સર્ચ કરતાં એક ખાડો દેખાયો. તેનો આકાર - કદ કંઇક અલગ જણાયા. તેને વધુ જાણવાની જિજ્ઞાસા થઇ, અને પછી જે જાણવા મળ્યું તે બહુ રસપ્રદ હતું.
હીટવેવથી આ ચાર ગંભીર સમસ્યા થઇ શકે છે 25/07/2026 9:37 am Nilesh Parmar આ વર્ષે આકાશ આકરી ગરમી વરસાવી રહ્યું છે. અતિશય ગરમી અને હીટવેવ માત્ર અસ્વસ્થતા જ નહીં પરંતુ શરીર માટે ગંભીર ખતરો પણ ઉભો કરી શકે છે. તીવ્ર ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, કિડનીને નુકસાન અને શ્વસન સમસ્યાઓનું જોખમ વધે છે. શરીર પરસેવા દ્વારા જ્યારે પોતાને ઠંડુ કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરનું તાપમાન ઝડપથી વધે છે. આવી પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ અવયવોને અસર થઈ શકે છે.
લિપ બામ, ટિન્ટ, ગ્લોબ કે લિપસ્ટિક - શું લગાવું? 25/07/2026 9:31 am Nilesh Parmar આજકાલ મેકઅપ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં લિપ પ્રોડક્ટ્સનું મહત્વ ઘણું વધી ગયું છે. પરંતુ ઘણીવાર લોકો લિપ બામ, લિપ ટિન્ટ, લિપ ગ્લોસ અને લિપસ્ટિક વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. દરેક પ્રોડક્ટનો ઉપયોગ અને ફાયદા અલગ હોય છે. તમારામાંથી ઘણીબધી મહિલાઓને એ સમસ્યા થતી હશે કે આ બધામાંથી કોની પસંદગી કરવી?
વાયરો જોઇને આદત બદલી 25/07/2026 9:22 am Nilesh Parmar ન્યૂઝીલેન્ડના કાંઠાળ પ્રદેશોમાં બહુ તેજ ગતિએ પવન ફૂંકાય છે, આથી અહીંના વૃક્ષોએ સમયના વહેવા સાથે અનોખી રીતે ઉછરવાનું શીખી લીધું છે - આ વૃક્ષો સીધા કે ઊંચા વધવાના બદલે એક જ બાજુ ઝૂકીને કે લગભગ આડા વધી રહ્યા છે.
લાંબો સમય બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે 25/07/2026 9:40 am Nilesh Parmar ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા અભ્યાસ અનુસાર, એક વખતમાં 30 મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહેવાની આદત કેન્સરથી મૃત્યુના વધેલા જોખમ સાથે સંકળાયેલી હોઈ શકે છે.