‘મારા હૈયે બ્રિટિશ હિતો જ સર્વોપરિ’ 29/07/2026 8:27 am Vikram Nayak નવનિયુક્ત વડાપ્રધાન એન્ડી બર્નહામે સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે બ્રિટનના હિતો જ સર્વોપરી રહેશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જરૂર પડ્યે પોતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં પણ ખચકાશે નહિ. સાથે સાથે જ તેમણે 2029 પહેલા વહેલી સામાન્ય ચૂંટણીની સંભાવના નકારી કાઢી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બ્રિટન લશ્કરી ખર્ચ મુદ્દે ‘નાટો’ સાથેની પ્રતિબદ્ધતાનું માન રાખશે.
એસેક્સ બીચ દુર્ઘટનામાં બાંગ્લાદેશી રાજકીય નેતાની પત્ની અને પુત્રીના મોત 29/07/2026 8:29 am Achyut Sanghavi એસેક્સમાં વેસ્ટ મર્સીયા બીચ પર બુધવારે સાંજે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં બ્રિટિશ-બાંગ્લાદેશી શિક્ષિકા શેલીના રહેમાન અને તેમની 15 વર્ષીય પુત્રી સમીહા રહેમાનનું સમુદ્રમાં ડૂબી જવાથી નીપજ્યું છે. શેલીના રહેમાન બ્રિટનમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના યુવા સંગઠન જુબો દલ યુકે'ના વડા ડૉ. મન્સૂર રહેમાનના પત્ની હતા.
એડિનબરોમાં નાઇટ સ્ટે કરનારા પ્રવાસીઓ પર ટુરિસ્ટ ટેક્સ લાગુ 29/07/2026 8:27 am Achyut Sanghavi સ્કોટલેન્ડની રાજધાની એડિનબરો યુકેમાં શહેર સ્તરે ટુરિસ્ટ ટેક્સ લાગુ કરનારું પ્રથમ શહેર બન્યું છે. એડિનબરો વિઝિટર લેવી તરીકે ઓળખાતો નવો ટેક્સ 24 જુલાઈ 2026થી અમલમાં આવ્યો છે. જે અંતર્ગત પેઇડ ઓવરનાઇટ એકોમોડેશન બુક કરાવનાર પ્રવાસીઓએ રૂમના મૂળ ભાડા પર 5 ટકા વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જોકે નાસ્તો, ભોજન, પીણાં, પાર્કિંગ કે સ્પા સારવાર જેવી અન્ય સેવાઓ પર આ ટેક્સ લાગુ થશે નહીં. આ ટેક્સ માત્ર રોકાણની પ્રથમ 5 રાત સુધી જ લાગુ પડશે. જો કોઈ પ્રવાસી વધુ દિવસો રોકાય તો પણ 5 રાત પછી વધારાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
SKLP સંકુલની મુલાકાતે SGVPના વડા સ્વામી માધવપ્રિયદાસજી 29/07/2026 5:42 am Nilesh Parmar એસજીવીપી (સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ્)ના વડા પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ લંડનમાં નિર્માણાધીન શ્રી કચ્છી લેવા પટેલ (SKLP) સમાજના ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ માવજીભાઇ સહિત સમિતિના સભ્યોએ સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
India faces 10% US tariff after forced labour probe 29/07/2026 8:29 am Subhasini Naicker The US has made permanent its 10% tariff on imports from 60 trading partners, including India, following an investigation into forced labour. India's rate remains at 10%, lower than the proposed 12.5%.The tariff follows a Section 301 investigation launched in March after the US imposed a temporary 10% tariff on all trading partners in February. The probe examined whether countries were doing enough to prevent imports made using forced labour.
અમેરિકામાં એચ-1બી વિઝા પર ત્રણ વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ 29/07/2026 6:05 am Nilesh Parmar ટ્રમ્પ સરકાર ગેરકાયદે વસાહતીઓની સાથે H-1B, સ્ટુડન્ટ વિઝા સહિત કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા વસાહતીઓ પર નિયંત્રણ લાવવા મથી રહી છે. આ જ શ્રેણીમાં એક સાંસદે અમેરિકન સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા જાહેર કરવા પર ત્રણ વર્ષ માટે સ્ટે મૂકવાની જોગવાઈ છે. આ બિલ સેનેટમાં પસાર થાય તો હજારો આઈટી પ્રોફેશનલ સહિત હજારો ભારતીય ઈમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બીજી બાજુ એપેલેટ કોર્ટે H-1B વિઝા પર ફરીથી 1 લાખ ડોલરની જંગી ફી નાંખવાની ટ્રમ્પ સરકારની માગ નકારી કાઢી છે.
સૌથી પહેલા સ્ટાર્મરનું રાજીનામુ માગનારા અનસ સરવર બર્નહામ કેબિનેટમાં સામેલ 29/07/2026 8:14 am Achyut Sanghavi સર કેર સ્ટાર્મરના રાજીનામાની સૌથી પ્રથમ માગ કરનારા અનસ સરવરને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન આપીને બર્નહામ કેબિનેટમાં સામેલ કરાયા છે. સ્કોટિશ લેબર નેતા અનસ સરવર બિઝનેસ મિનિસ્ટર તરીકે સેવા આપશે.