કરીમ ખાનની ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાંથી હકાલપટ્ટી નિશ્ચિત 29/07/2026 8:22 am Achyut Sanghavi ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે તેના ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાનને ગંભીર ગેરવર્તણૂક અને ફરજમાં ગંભીર બેદરકારી ના આરોપોસર હોદ્દા પરથી હટાવવા માટે મતદાન કર્યું છે. જાતીય દુરાચારના આરોપો સામે આવ્યાના લગભગ બે વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટની ગવર્નિંગ બોડીમાં સામેલ 125 સભ્ય દેશોએ કરીમ ખાનને હટાવવા મંજૂરી આપી દીધી છે.
પાક. હવે ‘દલાલી’ વસૂલવા મેદાનેઃ અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડ માગ્યા 29/07/2026 6:04 am Nilesh Parmar ઈરાન-અમેરિકા વાટાઘાટોમાં મધ્યસ્થ બનેલું પાકિસ્તાન હવે તેનો આર્થિક ફાયદો ઉઠાવવાની પેરવીમાં લાગી ગયું છે. પાકિસ્તાને અમેરિકા પાસે રૂ. 96 હજાર કરોડની મદદ માગી છે.
Indian-American Amish Shah wins Arizona Democratic primary 29/07/2026 8:31 am Subhasini Naicker Indian-American Democrat Amish Shah has won the Democratic primary for Arizona's 1st Congressional District, defeating establishment-backed Marlene Galan-Woods.
હિન્દુ સહિતના વંશીય લઘુમતી સમુદાયોને બર્નહામ પાસેથી ઘણી આશા 29/07/2026 8:11 am Achyut Sanghavi બ્રિટનના દક્ષિણ એશિયન સમુદાયના ઘણા લોકો માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચેલા એન્ડી બર્નહામ ઘણા ઓછા રાજકીય નેતાઓ પૈકીના એક છે જેના માટે દાવો કરી શકાય કે તેમણે તેમની પ્રતિષ્ઠા ફક્ત ભાષણબાજીથી નહીં પરંતુ જનતા સાથેના સીધા જોડાણ દ્વારા ઊભી કરી છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર તરીકેની વર્ષોની કામગીરીમાં જોવા મળ્યું હતું કે, તેઓ વિવિધ સમુદાયો સાથે મળીને કામ કરી શકે છે. તેના કારણે એવી છાપ ઊભી થઇ હતી કે તેઓ ન કેવળ સમુદાયોની અપેક્ષાઓને પરંતુ તેમના રોજિંદા જીવનના પડકારોને પણ સમજી શકે છે.
બર્મિંગહામના 8 વર્ષીય જેસને વિશ્વના સૌથી નાની વયના એડિટર તરીકે ગિનિસ બુકમાં સ્થાન 29/07/2026 8:25 am Achyut Sanghavi બર્મિંગહામના 8 વર્ષીય જેસને વિશ્વના સૌથી નાની વયના એડિટર તરીકે ગિનિસ બુકમાં સ્થાન અપાયું છે. વેકેશનમાં વાલીઓ તેમના બાળકોને સ્ક્રીન અને ગેમિંગથી દૂર રાખવાની કવાયત કરતા હોય છે પરંતુ જેસની માતા એનિમ જોયસને આવી કોઇ ચિંતા નથી. જેસ સોશિયલ મીડિયાને સ્થાને આગામી વાર્તાસંગ્રહ પર કામ કરી રહ્યો છે.
President Murmu receives Romania’s top academic honour 29/07/2026 8:33 am Subhasini Naicker President Droupadi Murmu was awarded an honorary doctorate (Doctor Honoris Causa) by the Bucharest University of Economic Studies during her state visit to Romania.The university's highest academic honour recognises outstanding contributions to academia, public service and international cooperation.
ઓગસ્ટના અંતથી પ્લગ ઇન બાલ્કની સોલર પેનલ લગાવવા મંજૂરી 29/07/2026 8:37 am Achyut Sanghavi ઓગસ્ટના અંતથી પરિવારો પ્લગ-ઇન સોલર પેનલ્સ ખરીદી શકશે. સરકારે કાયદામાં સુધારો કરીને દેશના અગ્રણી રિટેલર્સને આ ટેકનોલોજી પ્રથમ વખત બજારમાં લાવવાની મંજૂરી આપી છે. નવા કાયદા અનુસાર 27 ઓગસ્ટથી યુકેના નાગરિકો યુરોપના અન્ય દેશોની જેમ બાલ્કની સોલર પેનલ્સ દ્વારા સ્વતંત્ર રીતે વીજળી ઉત્પન્ન કરી શકશે. સ્પેન અને જર્મની જેવા દેશોમાં આ પ્લગ-ઇન સિસ્ટમ ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં તેને બાલકોનક્રાફ્ટવર્ક તરીકે ઓળખવામાં આવે છે.
જાન્યુઆરીથી સમગ્ર ઇંગ્લેન્ડમાં બસ ભાડું મહત્તમ 2 પાઉન્ડ 29/07/2026 8:32 am Achyut Sanghavi સમગ્ર ઈંગ્લેન્ડમાં આગામી જાન્યુઆરી મહિનાથી બસના સિંગલ ભાડાની મહત્તમ મર્યાદા બે પાઉન્ડ કરાશે તેવી જાહેરાત વડાપ્રધાન એન્ડી બર્નહામે કરી છે. વધતી કોસ્ટ ઓફ લિવિંગ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.