Advanced search


લોહાણા કોમ્યુનિટીના અદમ્ય વૈશ્વિક પ્રભાવની ઉજવણી

લંડનમાં ઉનાળાના ખુશનુમા દિવસે લોહાણા ડાયસ્પોરાના અગ્રેસરો વિશિષ્ટ સમિટ નિમિત્તે ઐતિહાસિક ગ્રિમ્સ ડાઈક હોટેલમાં એકત્ર થયા હતા. આ ઈવેન્ટમાં યુકે, ભારતના આશરે 50 અગ્રણી બિઝનેસ લીડર્સ તેમજ પોર્ટુગલથી ખાસ ડેલિગેશનના સભ્યો હાજર હતા. એક સમયે પ્રસિદ્ધ ઈંગ્લિશ નાટ્યકાર સર ડબલ્યુ. એસ. ગિલ્બર્ટનું ઘર બની રહેલી આ હોટેલ ઘણા નોંધપાત્ર પ્રસંગોની સાક્ષી રહી છે. આમ છતાં, તેના ભવ્ય મ્યુઝિક રૂમમાં જે નજારો સર્જાયો હતો તેનાથી કોઈ ઓપેરાની પણ પ્રેરણા મળી શકે. આ નજારો માત્ર બ્રિટન કે ભારતમાં નહિ, પરંતુ સમગ્ર વિશ્વમાં લોહાણા કોમ્યુનિટીની નોંધપાત્ર પ્રગતિને દર્શાવતી કથા વિશે હતો.

પતિ વિનાના જીવનની વેદના : ઘાયલકી ગત ઘાયલ જાને

નવેક મહિના પહેલા જ પતિની ચિરવિદાયે નીનાબહેનને શૂન્ય મનસ્ક બનાવી દીધાં હતાં. જે જીવનની કલ્પના ના કરી હોય એ અચાનક ત્રાટકે તો જીવનમાં ભૂકંપ આવે ને હલચલ મચી જાય એવા બેહાલ થઇ જાય.  લાંબા સમય બાદ નીનાને આજે સહેલી રેખા સાથે સમય ગાળવા મળ્યો જેથી થોડી સાંત્વના મળી હોય એમ લાગે છે. 

sanatan

sanatan

Poonawala & Laxmi Mittal RR

Poonawala & Laxmi Mittal RR

Widow lady

Widow lady

IMG_2174

IMG_2174

એક સત્ય, એક ધર્મ, અનેક માર્ગઃ સનાતન મૂલ્યોને સમજાવતો લેખ

આવો શક્તિશાળી આર્ટિકલ લખવા બદલ સી.બી. પટેલને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રકૃતિના નિયમ અને કર્મના સિદ્ધાંત પર આધારિત સનાતન ધર્મના હાર્દરૂપ મૂલ્યોને વ્યવહારમાં મૂકતા મારા જીવનના અંગત અનુભવોમાં વાચકોને સહભાગી બનાવવામાં હું કૃતજ્ઞ બની રહીશ. આ ધર્મ નથી, પરંતુ શાશ્વત જીવનમાર્ગ છે. જો આપણે સમજી લઈએ કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર છે, તો કોઈ પ્રકારનું વિભાજન રહેશે નહિ, એકતા સધાશે અને વિશ્વમાં શાંતિ અને સુમેળ-સંવાદિતા સ્થાપિત થશે.

રાજસ્થાન રોયલ્સ ખરીદવાના લક્ષ્મી મિત્તલના સોદાને કોર્ટમાં પડકાર

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની ખરીદી માટે સંમતિ સધાઈ હતી. ઈમર્જિંગ મીડિયા વેન્ચર્સ લિમિટેડ રાજસ્થાન રોયલ્સમાં બહુમતી હિસ્સો ધરાવે છે. જેના બે લઘુમતી શેરધારકોએ આરોપ લગાવ્યો છે કે, તેમના હિસ્સાને નજીવા ભાવે વેચવા માટે તેમની પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેમને આ સોદાથી થનારી કમાણીમાંથી મળવાપાત્ર હિસ્સાથી વંચિત રાખવામાં આવ્યા છે. 

લેસ્ટર એટલે સેવાનો ભેખ ધરાવતુ

બ્રિટિશ-ઇન્ડિયન ગુજરાતી સહિત વિશ્વભરના ગુજરાતીઓને જોડતા સુંદર ઉપક્રમ એટલે કે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના અધ્યાય-81માં બ્રિટનના ગુજરાતી હાર્દસમા લેસ્ટરમાં ડોકિયું કરવામાં આવ્યું અને ત્યાંની સફળ પ્રતિભાઓ સાથે ચર્ચા થઈ. અધ્યાય-81ની આ રસપ્રદ ચર્ચામાં એવી ચાર વ્યક્તિઓ સાથે ઘરોબો બંધાયો, જેમણે માતૃભાષા, સેવા, કળા અને કરુણા દ્વારા લેસ્ટરમાં ગુજરાતી અસ્મિતાને જીવંત રાખી છે.

gadkari and puri

gadkari and puri