Advanced search


અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે (SSGP UK) દ્વારા 22થી 26 જુલાઈ, 2025ના દિવસોમાં કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસનો હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત સમૂહ કથાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્યા, ટાન્ઝાનિયા અને ભારત તેમજ સમગ્ર યુકેમાંથી 3000 કરતાં વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્ ભાગવતના ઉપદેશો પર કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ, ભક્તિમય પૂજા, સાંસ્કૃતિક ઉજવણીઓ અને કોમ્યુનિટી ભાઈચારાના પાંચ દિવસીય કાર્યક્રમંમાં તમામ વયના સભ્યો સાથેના પરિવારો એકત્ર થયા હતા.

દિલ્હીમાં થયેલા CJP વિરોધ દરમિયાન જે થયું તે અકસ્માત નહોતું, ભાવનાત્મક નહોતું અને નિર્દોષ તો બિલકુલ નહોતું. આ એક સુનિયોજિત અને સંકલિત રીતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ હતો— અને થોડા લાલચી ઇન્ફ્લુએન્સર્સ મોટા ખેલમાં સાધન બની ગયા.

દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. MY Bharat સ્વયંસેવકો, NSS સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સહિત દેશભરના હજારો યુવાનોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જ્યોતિર્લિંગોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તસવીરમાં ઝારખંડના દેવઘરમાં આવેલા બાબા બૈદ્યનાથ ધામને જોઈ શકાય છે. તે હિંદુ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે કારણ કે, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક હોવાની સાથે સાથે તે શક્તિપીઠોમાં પણ સ્થાન ધરાવે છે.

મિલ્ટન રોડ પર રુશિ ફિલ્ડ્સ નજીકના શ્રી હનુમાન મંદિર સાળંગપુર ધામ લેસ્ટર ખાતે નવી પવિત્ર ધજાના ઉદ્ઘાટન અર્થે ભારતના ગુજરાતથી વિશિષ્ટ મહેમાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક ગુરુના પુત્ર લાલજીશ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શનિવાર 25 જુલાઈ 2026ના રોજ પધાર્યા હતા. સૌરભ પ્રસાદજી મહારાજે દિવ્ય આશીર્વચન આપ્યા હતા અને ભક્તો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો હતો.

હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનારમાં ઉપસ્થિત પુરુષો, મહિલાઓ અને બાળકો

હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનારમાં ઉપસ્થિત પુરુષો, મહિલાઓ અને બાળકો

Saurabh Prasadji Maharaj -Hindu temple in Leicester

Saurabh Prasadji Maharaj -Hindu temple in Leicester

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.