Advanced search


પરમેનન્ટ રેસિડન્સી માટેની સમયમર્યાદા 5 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાના હોમ સેક્રેટરી શબાના માહમૂદના સુધારામાંથી વિદેશી સોશિયલ કેર વર્કર્સને છૂટછાટ આપવા અંગે વડાપ્રધાન એન્ડી બર્નહામ વિચારણા કરી રહ્યા છે.

લેબર સરકારની જેલો પરનું ભારણ ઘટાડવા માટે કેદીઓને વહેલા મુક્ત કરવાની યોજનામાંથી બળાત્કારીઓને બાકાત રાખવાના વિકલ્પો પર અધિકારીઓ અને જસ્ટિસ સેક્રેટરી એલેક્સ નોરિસ વિચારણા કરી રહ્યા છે.

વડા પ્રધાન બર્નહામ વૃદ્ધો માટે મફત સોશિયલ કેર સેવાઓનું ભંડોળ પૂરું પાડવા માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા વિચારણા કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ ક્ષેત્રમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે તો નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પરનું દબાણ અસહ્ય બની જશે અને સિસ્ટમ પડી ભાંગશે.

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ આગામી ઓક્ટોબરથી એક નવો કડક નિયમ અમલમાં મૂકવા જઈ રહ્યું છે, જે હેઠળ ડિપાર્ટમેન્ટ પાસે બાકી નીકળતી રકમ પરત ન કરનારા વ્યક્તિઓના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની સત્તા રહેશે.

આલ્ડરશોટ સ્થિત એક હિન્દુ મંદિર ખાતે વંશીય અભદ્ર વ્યવહાર અને હિંસાના મામલામાં ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના દરમિયાન બે પોલીસ અધિકારી પર પણ હુમલો કરાયો હતો. 

મૃતદેહોની યોગ્ય દફનવિધિ કે અંતિમ સંસ્કાર ન કરવા અને શોકગ્રસ્ત પરિવારજનોને અજાણી વ્યક્તિઓના અસ્થિ સોંપી દેવાના ગંભીર મામલે અદાલતે ફ્યુનરલ ડાયરેક્ટરને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

સેન્ટ્રલ લંડનમાં ચીનની નવી મેગા એમ્બેસીના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. આ યોજના સામે રજૂ કરાયેલા કાનૂની પડકારને હાઇકોર્ટે ફગાવી દીધો છે. રોયલ મિન્ટ કોર્ટ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના એક જૂથે પ્લાનિંગ પરમિશનનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે સર કેર સ્ટાર્મર સરકારનો એમ્બેસીને મંજૂરીનો નિર્ણય પૂર્વ-નિર્ધારિત હતો.

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજના રાજીનામા બાદ ક્લેક્ટન સંસદીય પેટા ચૂંટણી માટે તૈયાર કરાયેલું બેલેટ પેપર બ્રિટિશ ઇતિહાસનું સૌથી લાંબુ બેલેટ પેપર બની રહ્યું છે. આ બેલેટ પેપર 90 સેમી લાંબુ છે. 

યુએસ આર્મીના ભારતીય મૂળના સર્જન મેજર જગતકુમાર પટેલે ખોપરી ખોલ્યા વગર મગજના ટ્યુમર દૂર કરવાની એક નવીન અને ક્રાંતિકારી સર્જિકલ પદ્ધતિ વિકસાવી છે જેનાથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે છે. મેજર પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક રીતે આ પ્રકારની મોટાભાગની સર્જરી ઓપન સર્જરી દ્વારા કરવામાં આવતી હતી, જે દર્દી માટે ખૂબ જ પડકારજનક પ્રક્રિયા છે. 

ગ્લાસ્ગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં સત્તાવાર રીતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે કોમનવેલ્થ ફ્લેગ અને મશાલ સોંપવામાં આવ્યાં હતાં. વર્ષ 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ ઉજવાશે. આ પ્રસંગે નીરજ ચોપરા, પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રતિનિધિમંડળે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સ્વીકાર્યા હતા.