આશરે 50 વર્ષ પહેલાં ગૂમ થયેલી સર્જિત કૌરને શોધવા મદદની અપીલ 11/08/2026 10:58 am Arnold Christie વર્ષ 1976માં વેકેશન માણવા ગયેલા બર્મિંગહામના સર્જિત કૌર અંગે કોઈપણ પ્રકારની માહિતી આપવા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે વિનંતી કરી છે. સર્જિત કૌર માન છેલ્લે સપ્ટેમ્બર 1976માં જોવા મળ્યા હતા ત્યારે તેમની ઉંમર 20 વર્ષ હતી.
નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં સુંદર કાટવાલાની નિમણુંક 11/08/2026 10:57 am Arnold Christie ભારતીય મૂળના લેખક સુંદર કાટવાલાની યુકેમાં ચેરિટી અને સામુદાયિક જૂથોને ગ્રાન્ટ આપતી અગ્રણી સંસ્થા નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. 52 વર્ષીય કાટવાલાએ આ સપ્તાહે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે.
બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપઃ બોધાના અને શ્રેયસે ઇતિહાસ રચ્યો 11/08/2026 10:56 am Arnold Christie કોવેન્ટ્રી ખાતે આયોજિત બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મૂળના બે યુવા ખેલાડીએ ડંકો વગાડ્યો છે. 11 વર્ષીય ચેસ ખેલાડી બોધાના સિવાનંદન અને શ્રેયસ રોયલે અનુક્રમે મહિલા અને ઓપન કેટેગરીમાં ટાઇટલ જીતી નવો ઇતિહાસ રચ્યો છે.
1 સપ્ટેમ્બરથી સ્ટુડન્ટ લોનના વ્યાજદર અને ચૂકવણીની મર્યાદામાં વધારો 11/08/2026 11:02 am Arnold Christie આગામી 1 સપ્ટેમ્બરથી વિદ્યાર્થી લોનના વ્યાજદરમાં ફેરફાર અને પુનઃચુકવણીની મર્યાદામાં વધારો કરવા માટે ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન દ્વારા વાર્ષિક અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે.
ગ્લોબલ ટેલેન્ટ વિઝા પ્રોગ્રામનું વિસ્તરણ, ભારતીયોને વધુ લાભ થશે 11/08/2026 11:04 am Arnold Christie બ્રિટને તેના ગ્લોબલ ટેલેન્ટ વિઝા પ્રોગ્રામનું વિસ્તરણ કર્યું છે જે અંતર્ગત 100 થી વધુ રિસર્ચ કંપનીઓ યોગ્ય ફંડેડ પ્રોજેક્ટ્સ પર કામ કરતા વિદેશી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોજગારી આપી શકશે અથવા તેમને હોસ્ટ કરી શકશે.
બ્રિટિશ ભારતીય આર્ટિસ્ટ સ્વ. બલરાજ ખન્નાની કલાકૃતિઓનું પ્રદર્શન યોજાશે 11/08/2026 10:59 am Arnold Christie બ્રિટિશ ભારતીય કલાકાર, લેખક અને ક્યુરેટર સ્વ. બલરાજ ખન્નાના નિધનના બે વર્ષ કરતાં વધુ સમય બાદ બર્મિંગહામ ખાતે તેમની કલાકૃતિઓનું પ્રદર્શન યોજી સન્માનિત કરાશે.
યુકેમાંથી દેવી વાગ્દેવીની પ્રતિમા પરત લાવવા ભારતે રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા 11/08/2026 11:08 am Arnold Christie ભારતે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી 11મી સદીની દેવી વાગ્દેવીની ઐતિહાસિક મૂર્તિને ભારત પરત લઇ જવા માટે રાજદ્વારી પ્રયાસો ઝડપી બનાવ્યા છે. ધાર સ્થિત ભોજશાળા સાથે જોડાયેલી આ મૂર્તિનો મુદ્દો ભોપાલ ખાતે આયોજિત બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠકમાં પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.
ગયા વર્ષે હેરોમાં ફટાકડાના બેફામ દુરુપયોગ બાદ આકરા નિયંત્રણોની તૈયારી 11/08/2026 11:06 am Arnold Christie સરકાર ફટાકડા અને આતશબાજીના નિયમો વધુ સખત બનાવવાની દિશામાં કામ કરી રહી છે જેથી કરીને વધુ જોખમી ઉત્પાદનો અને તેમના જાહેર દુરુપયોગ પર અંકુશ મેળવી શકાય.
વેઇટ લોસ ઇન્જેક્શનોથી યુકેમાં 216ના મોત, 18,000ને ગંભીર રિએક્શન 11/08/2026 11:13 am Arnold Christie યુકેમાં વજન ઘટાડવાના માટે ઉપયોગમાં લેવાતા માઉન્જારો અને વેગોવી જેવા ઇન્જેક્શન લેવાના કારણે 216 લોકોના મોત થયાં છે. તેમાં પણ ટિરઝેપ્ટાઇડનો ઉપયોગ કર્યો હતો તેવા મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધુ હતી. ટિરઝેપ્ટાઇડ માઉન્જારોમાં રહેલું મુખ્ય ઘટક છે જેને સ્લિમિંગ ઇન્જેક્શનના કિંગકોંગ તરીકે ઓળખાય છે.