વિકસિત ભારત 2047ઃ વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ 12/08/2026 7:39 am Achyut Sanghavi ભારત સરકારે પોતાના માટે અને સમગ્ર દેશ માટે ભારતને 2047સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સરાહનીય લક્ષ્ય સ્થાપિત કર્યું છે. આ વર્ષ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું એકસોમું વર્ષ બની રહેશે. સામાન્ય સમજ એવી છે કે ‘વિકસિત ભારત’ એટલે કે વિકાસ પામેલો દેશ. આમ છતાં, વાસ્તવમાં તેનો અર્થ શું હોઈ શકે તેને જાહેર નીતિ દ્વારા સમજાવાય તે આવશ્યક બની રહે છે. આ લેખ આવી સમજ આપવાનો પ્રયાસ છે.
હવે યુએસમાં જન્મ લેનારા વિદેશીઓના સંતાનોને નાગરિકતા નહીં 12/08/2026 6:33 am Nilesh Parmar રાષ્ટ્રપતિ ટ્રમ્પે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોથી હવે વિદેશીના અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને યુએસ સિટિઝનશિપ નહીં મળે. સાથે સાથે જ માત્ર સંતાનોને યુએસ સિટિઝન બનાવવા બર્થ ટુરિઝમ પર આવતા વિદેશી પર નિયંત્રણ મૂકાશે.
સાઉથહોલ શ્રાવણ માસ પૂર્વે શિવમય બન્યુંઃ ગીરીબાપુની શિવકથામાં ભક્તો ઉમટ્યા 12/08/2026 6:51 am Nilesh Parmar સાઉથહોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય ગીરીબાપુના વ્યાસાસને નવ દિવસીય ભવ્ય શિવકથાનું સફળતાપૂર્વક અને દિવ્ય આયોજન કરાયું હતું. વિદેશની ધરતી પર પહેલી વખત આટલા મોટા પાયે યોજાયેલી શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને કથામૃતનો લાભ લીધો હતો.
15 ઓગસ્ટ અને દેશપ્રેમ 08/08/2026 6:39 am Nilesh Parmar ઉત્સવ મહત્વનાં છે. તેનાથી ચોક્કસ પ્રકારની સંલગ્નતા ફરીથી સ્થાપિત થતી હોય છે, કેટલીક વિચારસરણીની પુનરુક્તિ થતી હોય છે, ઇતિહાસ તથા પરંપરા સાથે ફરીથી સંકળાવાની તક ઉભી થતી હોય છે, કેટલીક ભુલાઈ ગયેલી બાબતો ફરીથી તાજી થતી હોય છે, સમાજ અને વ્યક્તિનો ચોક્કસ પ્રકારની ‘ઓળખ’ સાથે ફરીથી નાતો બંધાતો હોય છે. ઉત્સવ ધાર્મિક હોય, સામાજિક હોય કે રાષ્ટ્રીય, તેનું મહત્વ જાણે ફરીથી સ્થાપિત થતું હોય છે, યાદ આવતું હોય છે, અનુભવાતું હોય છે અને તે બધાંને કારણે ચોક્કસ પ્રકારની માનસિકતા ફરીથી ઉભરતી હોય છે. સમાજના સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. સમાજની પરંપરાને સમજવા માટે આની આવશ્યકતા છે.
કેરળ સરકારની નવી ઉડાનઃ વિમાન સેવા શરૂ કરશે 11/08/2026 8:46 am Nilesh Parmar દેશવિદેશના પર્યટકોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવતું કેરળ હવે ‘કો-કેરલમ’ નામથી એરલાઇન શરૂ કરવાની તૈયારીમાં છે. કેરળ સરકાર સહકારી ક્ષેત્રની ભાગીદારીથી આ એરલાઇન શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે અને તેનું ધ્યેય સામાન્ય જનતાને સસ્તી હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે. હાલમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
આઠ દસકામાં પહેલી વાર લાલ કિલ્લા પર ગૂંજશે વંદે માતરમ્ 11/08/2026 1:08 pm Nilesh Parmar લાલ કિલ્લાના પ્રાચીર પરથી પહેલી વાર 15મી ઓગસ્ટે વંદે માતરમ્ વગાડવામાં આવશે, વાયુસેના પણ ખાસ તૈયારીઓ કરી રહી છે. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર એક મોટો ધ્વજ લઈને ઉડાન ભરશે. વધુમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન દેશના યુવાનોનું પણ સન્માન કરશે.