એ-લેવલ પરીક્ષાનું વિક્રમજનક પરિણામ 18/08/2026 1:36 pm Arnold Christie એ-લેવલ પરિણામોના રેકોર્ડ વર્ષમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીઓને પછડાટ આપી છે. આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કોર્સમાં પ્રવેશ મળ્યો છે, પરંતુ પરિણામોમાં પ્રાદેશિક અસમાનતામાં પણ વધારો જોવા મળ્યો છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી 9.6 ટકાએ A* ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓમાં 10.3 ટકાએ A* પ્રાપ્ત કર્યો, જ્યારે વિદ્યાર્થિનીઓમાં આ પ્રમાણ 9.2 ટકા રહ્યું છે.
હોર્મુઝ નાકાબંધીમાં ઓમાન વચ્ચે પડ્યું તો બોમ્બમારો કરીશું: ટ્રમ્પ 19/08/2026 7:19 am Badal Lakhlani અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનને ધમકી આપી છે કે જો તે હોર્મુઝની ખાડીમાં ઈરાની જહાજો સામે અમેરિકા દ્વારા લદાયેલી નાકાબંધીમાં અવરોધ ઊભો કરશે તો અમેરિકા ભયંકર બોમ્બમારો કરશે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સંદર્ભે કહ્યું કે, જો ઓમાન વચ્ચે આવશે તો અમે તેના પર જોરદાર બોમ્બમારો કરીશું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાને શરણાગતિનો સફેદ ઝંડો ફરકાવવો જોઈએ. મારો કોઈ સમય-નિર્ધારિત કાર્યક્રમ નથી.
ઠાસરામાં બ્રિજ ધરાશાયી થતાં ચિતલાવ-સરદારપુરનો સંપર્ક કપાયો 19/08/2026 6:44 am Badal Lakhlani ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સરકારી તંત્રની ગુનાઇત બેદરકારી સામે આવી છે. ઠાસરાના ચિતલાવથી સરદારપુરને જોડતો મહત્ત્વનો બ્રિજ રવિવારે સવારે ધરાશાયી થયો હતો. સદનસીબે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બે ગામ વચ્ચેનો રોજીંદો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે.
યુએઈ-બહેરીનના રાજાની મુલાકાત અને ગ્રેટર ઈઝરાયલનો પ્લાન 19/08/2026 7:18 am Badal Lakhlani યુએઈના પ્રેસિડેન્ટ અને બેહરીનના રાજાની અબુધાબીમાં મુલાકાત થઈ. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે ગ્રેટર ઈઝરાયલ વિશે ચર્ચા થઈ રહી છે. અનેક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે, ઈઝરાયલના પીએમ ગ્રેટર ઈઝરાયલ પ્લાન પર કામ કરી રહ્યા છે. આ ગ્રેટર ઈઝરાયલની અંદર મોટાભાગનું અરબ વર્લ્ડ સમાઈ જાય છે. તેમણે શરૂઆત પેલેસ્ટાઈનના મોટાભાગ-ગાઝા પર કબજો જમાવીને કરી. લેબેનોનના પણ અનેક વિસ્તારોમાં ઈઝરાયલનો કબજો છે.
મોરારીબાપુ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં રામકથાનું રસપાન 19/08/2026 7:22 am Achyut Sanghavi યુએસએની હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ હોલમાં આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારીબાપુ 9 દિવસની રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. મોરારીબાપુની આ 982મી રામકથા છે જેનો આરંભ15 ઓગસ્ટથી થયો છે અને પૂર્ણાહુતિ 23 ઓગસ્ટ 2026ના રોજ કરાશે. ભરચક ઓડિયન્સ સાથેની આ રામકથાનો લાભ વિશ્વભરમાંથી લગભગ 1000 ભાવિકો લઈ રહ્યા છે.
ભારતે LoC પર સ્ક્રીન લગાવી PoK પ્રદર્શન લાઇવ બતાવતાં પાકિસ્તાન અકળાયું 19/08/2026 7:23 am Badal Lakhlani એલઓસી પર ભારતે પાકિસ્તાનની બર્બરતા પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના રહેવાસીઓને બતાવવા હવે ડિજિટલ મોરચો ખોલ્યો છે. ભારતીય સેનાએ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઝીરો લાઇનથી 75 મીટર દૂર એક વિશાળ એલઇડી સ્ક્રીન લગાવી છે. આ સ્ક્રીન પર પીઓકેમાં ચાલતાં પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચારના વીડિયો બતાવાયા.
ભાજપની નવીન ટીમઃ 12 મહિલા, 7 લઘુમતી અને 6 નવા મહામંત્રી 19/08/2026 7:24 am Badal Lakhlani ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પદગ્રહણના 7 મહિના બાદ રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, જેમાં 65 નેતાને અલગ અલગ જવાબદારી સોંપાઈ છે. આ 65 પૈકી 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી, 16 મંત્રી અને 7 મોરચા અધ્યક્ષ છે. તેમાં 12 મહિલા અને 7 લઘુમતી નેતા સામેલ છે. નબીને પોતાની ટીમમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. 8 રાષ્ટ્રીય મહામંત્રીમાંથી 6 નવા ચહેરા છે. અગાઉની ટીમમાંથી માત્ર વિનોદ તાવડે અને સુનીલ બંસલ જ છે. રામ માધવે ઉપાધ્યક્ષ તેમજ સ્મૃતિ ઈરાનીએ મહામંત્રી તરીકે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે.