આઝાદી બાદ પહેલીવાર વસ્તીગણતરીમાં જ્ઞાતિ પુછાશે 19/08/2026 7:17 am Badal Lakhlani કેન્દ્ર સરકારે વસ્તીગણતરી - 2027 માટેના 40 સવાલોની યાદી જારી કરી દીધી છે. તેમાં લોકોને એસસી-એસટી કે અન્ય જ્ઞાતિ વિશે પૂછાશે. આઝાદી બાદ પહેલીવાર તમામ સમુદાયોની જ્ઞાતિની વિગતો વસ્તીગણતરીમાં નોંધાશે. અન્ય સવાલોમાં ધર્મ, શિક્ષણ, રોજગારી, માઈગ્રેશન અને પરિવાર અંગેની વિગતો મેળવાશે. કોરોના વેક્સિનથી માંડીને બેન્ક એકાઉન્ટની સંખ્યા, મોબાઈલ નંબર, આધાર, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટ જેવી વિગતો પણ મગાશે.
APK ફાઈલથી રૂ. 125 કરોડનું ફ્રોડ કરનારા 4 ઝડપાયા 19/08/2026 6:53 am Badal Lakhlani સાઇબર ક્રાઇમ પોલીસે બન્કિંગ એપ્લિકેશનના નામે બોગસ APK ફાઇલો બનાવી દેશભરમાં સાઇબર ફ્રોડ કરતી કુખ્યાત જામતારા ગેંગના ચાર મુખ્ય સાગરીતોને બિહારના પટણાથી ઝડપી પાડ્યા છે.
રાજકોટમાં પિતાએ એકના એક પુત્રની હત્યા કરી 19/08/2026 7:05 am Badal Lakhlani આહિર ચોક પાસેના નહેરુનગરની શેરી નંબર-8માં બાબુભાઈ સવસેતાએ પોતાના એકના એક દીકરા રામની ઊંઘમાં જ હથોડાના ઘા ઝીંકી હત્યા કરી છે. પિતા બાબુભાઈએ અવારનવાર પારિવારિક ઝઘડામાં થતી બોલાચાલીનો ખાર રાખી પુત્ર રામનો જીવ લઈ લીધો. ત્યારબાદ પિતાએ જાતે જ ફોન કરીને પોલીસ બોલાવી હતી. આમ રક્ષાબંધનના 15 દિવસ પહેલાં જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. ભક્તિનગર પોલીસની તપાસમાં જણાયું હતું કે, છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનનાં માતા રિસામણે હોવાથી પિતા-પુત્ર ઘરે એકલા રહેતા હતા.
મુસ્લિમ વસ્તીના નિયંત્રણ માટે પ્રવીણ તોગડિયાની માગણી 19/08/2026 6:59 am Badal Lakhlani શહેરના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હાજરી આપી. અહીં તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તોગડિયાએ હિન્દુઓનું બહુમતી જાળવી રાખવા માટે મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવાની સરકારને અપીલ કરી હતી.
એરપોર્ટ પહોંચતા પહેલાં જ કસ્ટમનું કામ મોબાઈલથી થશે 19/08/2026 6:18 am Badal Lakhlani વિદેશથી ભારત આવતા મુસાફરો માટે કસ્ટમ્સની પ્રક્રિયા વધુ સરળ બનાવવા ‘અતિથિ 2.0’ એપનું અપડેટેડ વર્ઝન ઉપલબ્ધ કરાવાયું છે. આ સુવિધા દ્વારા મુસાફરો ભારત પહોંચતા પહેલાં જ પોતાના બેગેજ, જાહેર કરવાની વસ્તુઓ અને ચલણી નાણાં અંગેની જરૂરી માહિતી કસ્ટમ્સને આપી શકે છે. એપનું અપડેટેડ વર્ઝન તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ દ્વારા વિકસાવાયું છે.
વિકસિત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 19/08/2026 6:15 am Badal Lakhlani દેશભરમાં અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
અન્યના બાળકને પોતાનું બતાવી અમેરિકા મોકલવાના કૌભાંડમાં એક શખ્સને કેદ 19/08/2026 6:33 am Badal Lakhlani અન્ય કોઈનાં 13 વર્ષના બાળકને પોતાનો પુત્ર દર્શાવી બોગસ જન્મના દાખલાના આધારે પાસપોર્ટ તથા યુએસના વિઝા મેળવી છેતરપિંડી આચરવાના કૌભાંડમાં અમદાવાદની અદાલતે આરોપી પિયૂષકુમાર ઉર્ફે રાકેશભાઈ રમણલાલ પટેલને કસૂરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.
કેનેડિયન ડેલિગેશન ઓક્ટોબરમાં ગુજરાતની મુલાકાતે આવશે 19/08/2026 6:16 am Badal Lakhlani કેનેડાના કોમર્સ મંત્રી એડ જેગરે ગ્લોબલ બિઝનેસ એસોસિયેશનના સ્થાપક અને મૂળ વડોદરાના કેનેડિયન બિઝનેસમેન ડો. મુકુંદ પુરોહિત સાથે અમદાવાદમાં બેઠક દરમિયાન ચર્ચા કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં કેનેડાના ઉદ્યોગપતિઓનું મોટું ડેલિગેશન ગુજરાત આવશે અને વડોદરાની પણ મુલાકાત લેશે એમ જણાવ્યું હતું. જેગરે ઉમેર્યું હતું કે મારી ઈચ્છા છે કે, ગુજરાત-કેનેડા બિઝનેસ ફેસિલિટેશન ડેસ્કની સ્થાપના કરાય અને ફોલોઅપ વ્યવસ્થા સાથે ‘ગુજરાત-કેનેડા ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર’ વિકસાવવામાં આવે.
રૂ. 1072 કરોડના સાઈબર ફ્રોડનો આરોપી આસામથી ઝડપાયો 19/08/2026 6:19 am Badal Lakhlani ગુજરાત ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યોમાં અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી સાઇબર ક્રાઇમ આચરી નાણાં પડાવતી ગેંગ માટે વિવિધ મ્યૂલ બેન્ક એકાઉન્ટમાં જમા થતાં નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચીન મોકલતી ગેંગના મુખ્ય સાગરીત રફીકુલ આલમ મોહમંદ અલીને સ્ટેટ સાઇબર ક્રાઇમે આસામના બારપેટાથી ઝડપી લીધો છે. આરોપીએ ચાઇનીઝ ગેંગ માટે અત્યાર સુધી દેશભરના 1090 જેટલા બેન્ક એકાઉન્ટથી રૂ. 1072 કરોડ વિદેશમાં મોકલી ચૂક્યો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.