પ્રાંતિજમાં બ્રિટિશરોની હત્યાના કેસમાં આરોપીઓને આકરી સજા કરવા માગ 07/01/2015 9:10 am Vikram Nayak અમદાવાદઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યાના અતિ સંવેદનશીલ કેસના ટ્રાયલમાં ફરિયાદ પક્ષે દલીલો કરી હતી કે, હાઈવે પર જ્યારે કોઈપણ નાગરિક મુસાફર વાહનમાં મુસાફરી કરી રહ્યા હોય અને તેવા નિર્દોષ લોકોને માત્ર ધર્મ કે સંપ્રદાયના નામે કોઈપણ વાંક-ગુના વગર જાહેરમાં રહેંસી નાખવાની ઘટના નિંદનીય અને રાષ્ટ્ર માટે શરમજનક છે.
NRIના રોકાણ અંકુશમુક્તઃ નરેન્દ્ર મોદી સરકારની ભેટ 07/01/2015 9:29 am Vikram Nayak નવી દિલ્હીઃ વિદેશમાં વસતા ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. સરકાર NRIના નોન-રિપેટ્રિયેબલ (રોકડમાં રૂપાંતરિત કરીને વતન ન મોકલી શકાય તેવી એસેટ) રોકાણને સ્થાનિક રહીશોના ઇન્વેસ્ટમેન્ટની જેમ ગણશે. એટલે કે, વિદેશથી આવતા નાણાં પર જે નિયંત્રણ અમલી છે એ NRIના રોકાણને લાગુ નહીં પડે. ગાંધીનગરમાં ૭-૯ જાન્યુઆરી દરમિયાન યોજાનારા પ્રવાસી ભારતીય દિવસમાં આ જાહેરાત કરશે એવી શક્યતા છે.
Fox Searchlight Pictures present: An Exclusive Bollywood Dance Competition! 13/01/2015 9:18 am Sunetra Senior WIN THE CHANCE TO PERFORM AT THE CTBF ROYAL FILM PERFORMANCE AND WORLD PREMIERE OF THE SECOND BEST EXOTIC MARIGOLD HOTEL: Do you belong to a professional dance troupe? Perhaps you’re a group of students at dance school or you have a group of friends that can choreograph a spectacular sequence. If that sounds like you then enter this exciting new competition now.
વાઇબ્રન્ટ ગુજરાતથી ‘ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા’નો પ્રારંભ 07/01/2015 9:32 am Vikram Nayak ગાંધીનગરઃ સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ અહીંના મહાત્મા મંદિરમાં ૧૧ જાન્યુઆરીએ થશે. જેનું ઉદ્ધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ 07/01/2015 9:35 am Vikram Nayak ગાંધીનગરઃ શહેરના મહાત્મા મંદિર ખાતે ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનો પ્રારંભ બુધવારથી થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી સ્વદેશાગમનને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી ગુજરાત માટે આ વિશેષ ઉજવણી બની રહી છે. ૭-૮-૯ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના યજમાનપદે પ્રથમવાર યોજાનાર આ ઉજવણીના વિવિધ કાર્યક્રમમાં કોઇ કચાશ રહી ન જાય તે માટે વડા પ્રધાનથી લઇ રાજ્યના અધિકારીઓ સુધી સહુ કોઇ સક્રિય રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને નવી દિલ્હીમાં ગુજરાતના પ્રવાસન પ્રધાન સૌરભ પટેલ અને બિનનિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પાસેથી આ આયોજનની રૂપરેખા જાણી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ ઉજવણી જેમના વિભાગ હેઠળ થઇ રહી છે.
અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ માટે ગુજરાતના મંત્રીઓએ કેમ્પેન કમિટીના કો-ઓર્ડિનેટરો સાથે કરેલી ઘનિષ્ઠ ચર્ચાઃ મંત્રીઓનો સંપૂર્ણ સહયોગ 07/01/2015 9:41 am Vikram Nayak ગાંધીનગરઃ અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ ચાલુ કરવા માટે લંડન અને અમદાવાદમાં બનાવવામાં આવેલી ઓલ પાર્ટી કમીટી ફોર ડાયરેક્ટ ફ્લાઇટ તરફથી છેલ્લા બે મહિના ઉપરાંતથી ઘનિષ્ઠ પ્રયત્ન ચાલી રહ્યા છે. લંડનથી હાઉસ ઓફ લોર્ડઝના સભ્યો ઉપરાંત અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ભારતમાં કેન્દ્રની નવી એનડીએની સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આવી જ રીતે ગુજરાતમાંથી ગુજરાતના કેન્દ્રના મંત્રીઓ ઉપરાંત સાંસદો તથા ગુજરાતના મંત્રીઓ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆતો કરવામાં આવી છે.
સારાનરસાનો ભેદ પારખી દાન કરવા માટે હવે સુપાત્રને શોધવામાં મદદ કરશે: એશિયન ચેરિટી ક્લેરીટી 13/01/2015 10:40 am Kamal Rao આપણા શાસ્ત્રોમાં અને ધર્મમાં દાનનો ખૂબ જ મહિમા છે. એટલે જ તો દરેક વાર તહેવારે કે પછી પારિવારીક પ્રસંગોએ દાન કરવા માટે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ સાથે સાથે એમ પણ કહેવાયું છે કે દાન કરવું તો સુપાત્રને જ કરવું. પરંતુ આપણને કઇ રીતે ખબર પડે કે જે સંસ્થાને દાન કરીએ છીએ તે કેવી છે? તેઅો હિસાબો બરોબર રાખે છે? શું તેઅો દાનની રકમ યોગ્ય જગ્યાએ વાપરે છે? શું તેઅો કાયદાઅો, નીતિનિયમો વગેરેનું પાલન કરે છે ખરા? આ અને આપણા મનને મુંઝવતા અન્ય તમામ પ્રશ્નોના ઉકેલ માટે 'એશિયન ચેરિટી ક્લેરીટી' (એસીસી) સંસ્થાની રચના કરવામાં આવી છે.
પોરબંદર દરિયાકાંઠે ‘ફિદાઈન પાક. બોટ’માં વિસ્ફોટ 07/01/2015 9:44 am Vikram Nayak નવી દિલ્હીઃ સમગ્ર દેશ-દુનિયાનું ધ્યાન ખેંચે તેવો વાઇબ્રન્ટ મહોત્સવ યોજવા એક તરફ ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે બીજી બાજુ પોરબંદરથી ૩૬૫ કિ.મી. દૂર દરિયામાં ૩૧ ડિસેમ્બરે મધ્યરાત્રિએ ઘટેલી ચોંકાવનારી ઘટનાએ સુરક્ષા એજન્સીઓનાં શ્વાસ અધ્ધર કરી દીધા છે.