Advanced search


લંડન-અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા સાંસદ માંડવિયાની રજૂઆત

ગાંધીનગરઃ ભાજપના રાજ્યસભાના સાંસદ   અને વ્હિપ તેમજ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના ચેરમેન મનસુખભાઇ માંડવિયાએ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને પત્ર લખીને એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચે બંધ થયેલી સીધી ફ્લાઇટ શરૂ કરવા વિનંતી કરી છે. 

ઇંગ્લેન્ડમાં રહ્યે રહ્યે ઇન્ડિયાની હંધીય ઇન્ટરનેશનલ ખબરું રાખતા અમારા વ્હાલા એનઆરઆઇ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં બેઠાં બેઠાં આખી દુનિયાની ખબર લઈ નાંખવાની ડંફાશું મારતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

લંડન-અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરોઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ લંડન-અમદાવાદ વચ્ચે એર ઇન્ડિયાની સીધી ફ્લાઇટ ફરીથી શરૂ કરવા માટે યુકેથી વિવિધ સંગઠનો-આગેવાનોએ તથા ગુજરાતમાંથી પણ જુદા-જુદા ક્ષેત્રના અગ્રણીઓએ ભારત સરકારને અનેકવાર રજૂઆત કરી છે. 

સુરતઃ સુરતના સાંસદ દર્શના જરદોશ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાલા સહિતના અગ્રણીઓની રજૂઆતોને પગલે એર ઈન્ડિયાએ તેની નવી દિલ્હી-સુરત ફ્લાઈટનો સમય બદલીને સવારનો કર્યો છે. 

ફિલ્મ પ્રિવ્યૂ - મેરી કોમ

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે વર્ષ ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું હતું.

ગાંધીનગરઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સની જાણીતી એમિરાત એરલાઇન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શેખ માજીદ અલ મૌલાએ ગત સપ્તાહે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. 

સેફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધારે પગાર મેળવતી મહિલા

ન્યૂ યોર્કઃ તાજેતરમાં ઓરેકલ કંપનીમાં બઢતી મેળવીને માર્ક હર્ડ સાથે સંયુક્ત પણે સીઈઓનો કાર્યભાર સંભાળનારાં સૈફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનાર મહિલા બન્યા છે. અગાઉ તેઓ ઓરેકલ કંપનીના જોઇન્ટ પ્રેસિડેન્ટ અને સીએફઓ હતાં. લાંબા સમય સુધી કંપનીના સીઈઓ રહેલા લેરી એલિસનનાં રાજીનામા બાદ કેટ્ઝને બઢતી આપવામાં આવી છે. ગયા વર્ષે તેમને રૂપિયા ૨૭૦ કરોડ એટલે કે લગભગ ૪.૫ કરોડ યુએસ ડોલર પગાર પેટે ચૂકવાયા હતા.

 નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઇ

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’માં બાળ કળાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલી શ્વેતા બસુ પ્રસાદને પોલીસે સેક્સ રેકેટમાં પકડતા ચકચાર મચી છે. ૨૩ વર્ષીય શ્વેતાને પોલીસે હૈદરાબાદમાં બંજારાહિલ્સસ્થિત પાર્ક હયાત હોટેલમાંથી ગત સપ્તાહે રંગેહાથ ઝડપી લીધી હતી. 

ત્રિવિધ તૈયારીમાં ગુજરાત
સોમવારે આ કોલમ લખી રહ્યો છું ત્યારે ‘સલામ શહેરે અમદાવાદ’ બે નેતાઓનાં સ્વાગતની તૈયારીઓ મસ્ત છે. એક તો, પોતાનો જ નેતા - જે ગાંધીનગરથી હવે નવી દિલ્હીના ૭, રેસકોર્સ માર્ગ પર વડા પ્રધાન તરીકે પહોંચ્યો છે - તે, અને બીજા ચીની રાષ્ટ્રપ્રમુખ શી ઝીનપિંગ. બન્નેની સાથે બીજા ઘણાનો કાફલો છે, તેઓ રિવરફ્રન્ટ, વસ્ત્રાપુરની ‘હયાત’ હોટેલ, ગાંધીજીનો સાબરમતી આશ્રમ... આ બધાંનો અસબાબ માણશે! બેશક, ગુજરાતનાં મુખ્ય પ્રધાનને માટે ય ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પૂર્વેનો આ ‘અપૂર્વ અવસર’ છે. બરાબર આ જ મોકે વિધાનસભાની નવ વત્તા એક લોકસભાની પેટા-ચૂંટણીનાં પરિણામો પણ છે. આ બેઠકોના વિજયની સાથોસાથ ‘સપ્ટેમ્બર-બોર્ન’ મોદીની જન્મતારીખ (૧૬ સપ્ટેમ્બર) પણ ઊજવાશે.