કચ્છડો ખેલે ખલક મેં... 17/12/2014 7:17 am Sandip Bhavsar જેમ કચ્છનું સફેદ નમકીન રણ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે તેમ વેપાર-વણજથી માંડીને રોજી-રોટીની ખોજ સુધીની કચ્છી માડુની હિજરત પણ ઇતિહાસની એક અજોડ ઘટના છે. કચ્છના વિશ્વપ્રસિદ્ધ વહાણવટાના સંગાથે કંઠીપટનો કચ્છી માડુ સાત સમંદર પાર કરીને અખાત, આફ્રિકા કે યુરોપ સુધી સદીઓ પહેલાં પહોંચ્યો હતો. અત્યારે રેતી અને કાદવથી દટાઇ ગયેલા માંડવી બંદરે એક જમાનામાં ૮૪ બંદરના વાવટા ફરકતા. આ જ ધરતીના એક સંતાન કાનજી માલમે વાસ્કો ડી’ ગામાને ભારતની વાટ દેખાડી હતી અને હિન્દુસ્તાનના ઇતિહાસે કલ્પનાતીત કરવટ બદલી હતી.
હવે એરપોર્ટ પર પેસેન્જરોના લગેજનું કસ્ટમ સ્ક્રીનિંગ નહીં 16/12/2014 8:32 am Viren Vyas અમદાવાદઃ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓને કસ્ટમ અધિકારીઓ સાથે તકરારમાં ઉતરવું પડશે નહીં. એરપોર્ટ પર તાજેતરમાં કસ્ટમ વિભાગે ગ્રીન ચેનલ માટેનો એક અલગ જ રૂટ તૈયાર કરાયો છે. પ્રવાસીઓને લગેજ સ્ક્રીનિંગ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.
દોઢ સો વર્ષ પહેલાંનું ઇંગ્લંડ - જેવું જોયું બે ગુજરાતીએ 17/12/2014 7:26 am Sandip Bhavsar એક જમાનામાં આપણે ત્યાં એક લોકગીત ગવાતુંઃ ‘ગામ લીંબડીના બજારે વ્હાલો મારો ઝૂમે છે.’ પણ આજની ગુજરાતણ તો ગાય છેઃ ‘ગામ લંડનના બજારે ડાર્લિંગ મારો ઝૂમે છે.’ ઇંગ્લેન્ડના પ્રવાસની, બલ્કે દુનિયાની કોઈ પણ જગ્યાના પ્રવાસની ગુજરાતીને મન આજે નવાઈ રહી નથી. પણ ૧૯મી સદીમાં એવું નહોતું. સમુદ્ર ઓળંગીને પરદેશ જવું એને મોટું પાપ માનવામાં આવતું. ન્યાત બહાર મૂકાવાની બીકે ‘કરણઘેલો’ નવલકથાના લેખક નંદશંકર મહેતાની જેમ ઘણા પરદેશ જવાની હાથમાં આવેલી તક જવા દેતા. પણ પારસીઓને આવો કોઈ બાધ નહોતો. અને કેટલાક સાચા સમાજ સુધારકો પણ ન્યાતની પરવા કર્યા વગર પરદેશ ગયેલા. એ વખતે ગુજરાતના લોકો માટે ‘પરદેશ’ એટલે ઘણુંખરું ગ્રેટ બ્રિટન.
અજેન્દ્રપ્રસાદને આગોતરા જામીન આપવા હાઈ કોર્ટની નાઃ 16/12/2014 8:37 am Viren Vyas વડતાલમાં સેક્સ સીડી કાંડ મુદ્દે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા ભૂતપૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઈ કોર્ટે સોમવારે સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ૨૦૦૫માં સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીની એક મહિલા સાથેની કામલીલની સીડી મામલે ચકલાસી પોલીસમથકમાં અને શહેર ક્રાઈમબ્રાંચમાં નોંધાયેલી જુદીજુદી ફરિયાદના કેસમાં આરોપી અજેન્દ્રપ્રસાદની વિવિધ આગોતરા જામીન અરજી જસ્ટિસ આશિષ જે. દેસાઈએ ફગાવી છે. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી નવ વર્ષથી ભાગેડું છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં તેમની સંડોવણીના આક્ષેપ છે ત્યારે તેમને આગોતરા જામીન આપી શકાય નહીં.
પેશાવરમાં આતંકી હુમલો ૧૩૨ બાળકોના મોત 17/12/2014 7:35 am Vikram Nayak પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં મંગળવારે સવારે આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨થી વધુ બાળકો સહિત ૧૬૦ વ્યક્તિ માર્યા ગયા છે. મૃતકોમાં સ્કૂલના ૧૧ શિક્ષકો અને સૈનિકોનો પણ સમાવેશ થાય છે. લશ્કરી કાર્યવાહીમાં તમામ હુમલાખોરો પણ માર્યા ગયા છે.
Downsizing of UK Visa and Immigration in Mumbai and Bangladesh 16/12/2014 9:22 am Rupanjana Dutta Mumbai is one of the largest cities in the world and a place of great importance to India and the British Indian population. Why then, has the staggering decision been made by the government to downsize and downgrade the visa operation there?
ઓક્સફર્ડ યુનિ.એ નટાશાનો દાવો ફગાવ્યોઃ 17/12/2014 7:38 am Vikram Nayak સેક્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલી Ukip ઉમેદવાર નટાશા બોલ્ટેરે કદી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાના દાવાને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ફગાવી દીધો છે.
પેરામેડિક મહિલા પર હુમલો કરનાર ધર્મેશ પટેલને કેદ 16/12/2014 9:25 am Achyut Sanghavi લેસ્ટરઃ શરાબી ડ્રાઈવર ધર્મેશ પટેલને કાર અકસ્માત વેળા મદદરૂપ થનાર મહિલા પેરામેડિક પર હુમલો કરવાના કેસમાં લેસ્ટર ક્રાઉન કોર્ટે કુલ ૨૨ મહિનાની જેલની સજા ઉપરાંત ત્રણ વર્ષ ડ્રાઈવિંગ પર પ્રતિબંધની સજા ફરમાવી છે.
ક્રિમિનલ રેકોર્ડ્સ ધરાવતાં માઈગ્રન્ટ્સને પણ નાગરિકત્વ અપાયુંઃ 16/12/2014 9:30 am Achyut Sanghavi તાજેતરના ઈમિગ્રેશન કૌભાંડમાં હજારો વિદેશીઓને બ્રિટિશ નાગરિકત્વ અપાયું તેમાં ક્રિમિનલ અને ગેરકાયદે રહેતાં માઈગ્રન્ટ્સ અરજદારોનો પણ સમાવેશ થાય છે. હોમ સેક્રેટરી થેરેસા મેને બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશનના સ્વતંત્ર ચીફ ઈન્સ્પેક્ટર જ્હોન વાઈન દ્વારા સુપરત રિપોર્ટમાં કૌભાંડની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે, જે હોમ ઓફિસના અણઘડ ઈમિગ્રેશન વહીવટ પર પ્રકાશ પાડે છે. ઘણાં કિસ્સામાં સરકારી સ્ટાફે પણ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવામાં અરજદારોને મદદ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૪ સુધીના વર્ષમાં આશરે ૧૫૦,૦૦૦ સહિત બે દાયકામાં કુલ ૨૦ લાખથી વધુ માઈગ્રન્ટ્સને બ્રિટિશ સિટિઝનશિપ અપાઈ છે.
Australia take 1-0 lead despite Kohli ton 16/12/2014 9:34 am Arvind Rajput Despite a brilliant century by debutant captain Virat Kohli, India lost their last eight wickets for just 73 runs in the last session of the final day at Adelaide Oval to hand Australia a thrilling 48-run win