ફિલ્મ પ્રિવ્યૂઃ બેંગ બેંગ 12/12/2014 8:28 am Vikram Nayak ‘બેન્ગ બેન્ગ’ ફિલ્મ હોલીવૂડની વર્ષ ૨૦૧૦માં આવેલી ટોમ ક્રૂઝ અભિનિત ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ની રીમેક છે.
‘આઇસીસ’ વિરુદ્ધ જંગઃ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ 12/12/2014 8:32 am Mukesh Patel ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (‘આઇસીસ’) દ્વારા બ્રિટિશ નાગરિક ડેવિડ હેન્સની ક્રૂર હત્યાએ બ્રિટનને હચમચાવી નાખ્યું છે. દુનિયાભરના દેશોએ આ ક્રૂર કૃત્યને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે.
નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાંઃ 13/12/2014 6:27 am Vikram Nayak વોશિંગ્ટનઃ જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનો તખતો ગોઠવાયો છે.
મનમોહનની ‘ઇમાનદારી’ અને રાયની ‘નૈતિક્તા’! 12/12/2014 8:34 am Mukesh Patel ભારતના ટોચના નેતાઓ વગર વિચાર્યા વિવાદાસ્પદ નિવેદનો કરીને વિવાદનો વંટોળ સર્જતા રહે છે, જ્યારે ડો. મનમોહન સિંહની વાત અલગ છે! અર્થશાસ્ત્રી તરીકે વિખ્યાત થયેલા, પણ વડા પ્રધાન વગોવાયેલા મનમોહન સિંહ આ વખતેય એકેય હરફ ઉચ્ચાર્યા વગર સમાચારમાં ચમક્યા છે.
વિશ્વના ઓલ્ડેસ્ટ ક્રિકેટર નોર્મન ગોર્ડનનું ૧૦૩ વર્ષની વયે નિધન 13/12/2014 6:31 am Vikram Nayak જોહાનિસબર્ગઃ વિશ્વના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર નોર્મન ગોર્ડનનું લાંબી બીમારી બાદ ૧૦૩ વર્ષની વયે નિધન થયું છે. ગોર્ડને પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેઓ ૬૦ કરતાં વધુ વર્ષ સુધી રહ્યા હતા. તેમણે ૧૯૩૯માં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ રમીને ૨૦ વિકેટ ઝડપી હતી. વિશ્વયુદ્ધના કારણે તેઓ પોતાની કારકિર્દીને આગળ વધારી શક્યા નહોતા.
માતાએ પુત્ર સાથે ટ્રેન સામે ઝંપલાવ્યું 12/12/2014 8:38 am Nilesh Parmar લંડનઃ તીવ્ર હતાશા સામેની લડાઈમાં હારી ગયેલી માતા રુબિના ખાને ૨૩ સપ્ટેમ્બરે સવારે તેના ૧૦ વર્ષના પુત્ર અમાર ખાન સાથે સ્લાઉ રેલવે સ્ટેશનના ટ્રેક પર હાઈ સ્પીડમાં આવતી ટ્રેન સામે ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.
ટી૨૦ઃ રસાકસી બાદ ઇંગ્લેન્ડનો વિજય 13/12/2014 6:32 am Vikram Nayak બર્મિંગહામઃ છેક આખરી ઓવર સુધી રસાકસીભરી બની રહેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦માં ઇંગ્લેન્ડે ભારતને ત્રણ રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે કેપ્ટનના મોર્ગનના આક્રમક ૭૧ રન સાથે સાત વિકેટે ૧૮૦ રનનો સંગીન જુમલો નોંધાવ્યો હતો. ભારત પાંચ વિકેટે ૧૭૭ રન જ કરી શક્યું હતું.
બાળકોની પરેડ સાથે દિવાળી ઊજવણી 12/12/2014 8:41 am Nilesh Parmar લંડનઃ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં મેયર ઓફ લંડન્સ દિવાળી ફેસ્ટિવલનું લોન્ચિંગ સ્થાનિક શાળાના બાળકોની પરેડ સાથે રવિવાર ૧૨ ઓક્ટોબરે કરાશે. આ પરેડનો આરંભ સાઉથબેન્ક પર હંગરફર્ડ બ્રિજથી કરાશે.
ગુજરાત-ગોંગડોંગ સિસ્ટર સ્ટેટ બનશેઃ જિનપિંગની મુલાકાત ગુજરાતને ફળી 13/12/2014 6:38 am Mukesh Patel વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર ચીનના પ્રમુખ શી જિનપિંગ તથા તેમના પત્ની પેંગ લુમા સાથે બેસીને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. ગાંધી આશ્રમની જેમ જ રિવરફ્રન્ટ પર પણ મોદીએ ચીની પ્રમુખને જાતે જ તમામ સ્થળો વિશે માહિતી આપી હતી.