બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ભારત સહિત વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાયે મંગળવારે ૭૧મો સ્વાતંત્ર્ય દિન અનેરા ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવ્યો. પાટનગર નવી દિલ્હીમાં લાલ કિલ્લાથી માંડીને નાના-મોટા શહેરો-નગરો-કસ્બાઓમાં ધામધૂમથી અનેકવિધ કાર્યક્રમો યોજાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨...

વિશ્વની બે મહાશક્તિઓ - અમેરિકા અને રશિયાએ ફરી શીંગડા ભરાવવાનું શરૂ કર્યું છે. આમ તો તેમની વચ્ચે શીત યુદ્ધના સમયથી જ એકબીજા સામે તણખાં ઝરતાં રહ્યા છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી તેમની વચ્ચે જે પ્રકારે તણાવ વધ્યો છે તે ચિંતાજનક છે. આ વિવાદમાં બળતામાં...

કાશ્મીર ખીણમાં છાશવારે નાના-મોટા હુમલા કરીને નિર્દોષ નાગરિકોથી માંડીને સુરક્ષા દળના જવાનોનું લોહી વહાવતા રહેલા આતંકવાદીઓને હવે ભાગવું ભારે પડી રહ્યું છે. આતંકનો સફાયો કરવાના મનસૂબા સાથે ભારતીય સુરક્ષા દળોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. છેલ્લા એક...

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને આખરે પદ સત્તા છોડવી જ પડી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પનામાગેટ કેસમાં તેમને કસૂરવાર ઠેરવીને વડા પ્રધાન પદ માટે ગેરલાયક ઠરાવતા શરીફ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. આમ તો આ કેસમાં...

બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાતોરાત રાજીનામું ધરી દઇને કલાકોમાં તો ફરી રાજગાદીએ બેસી ગયેલા નીતીશ કુમારે આખરે મગનું નામ મરી પાડ્યું છે. અપેક્ષા અનુસાર, તેમણે મહાગઠબંધનના બાળમરણનો ઓળિયોઘોળિયો લાલુ પ્રસાદ અને તેમના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પર ઢોળ્યો...

ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અપેક્ષા અનુસાર જ ભારતના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે. આંકડાઓનું ગણિત કોવિંદની તરફેણમાં હોવાથી તેમણે જંગી સરસાઇ સાથે કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારને હરાવ્યા છે. આઝાદીના સાત દાયકામાં આ પહેલો અવસર...

ભારતીય તિરંગો સાત દસકાથી દેશની આન-બાન-શાન બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એક માત્ર (બંધારણીય) અપવાદને બાદ કરતાં તમામ રાજ્યોમાં તિરંગો ભારતીયતાનું ગૌરવ લહેરાવતો રહ્યો છે. રાષ્ટ્રીય ધ્વજની સમાંતરે બીજું કંઇ હોઇ શકે જ નહીં, પરંતુ કોણ જાણે કેમ કોંગ્રેસ...

ઈરાકી નેતૃત્વ હેઠળની સંયુક્ત સેનાને નવ મહિનાના ભીષણ અને લોહિયાળ સંઘર્ષ બાદ છેવટે ઇરાકની ઉત્તરે આવેલા મોસુલ શહેરને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ના કબ્જામાંથી છોડાવવામાં સફળતા સાંપડી છે. ઇરાકી સેનાને હરાવીને આઇએસે ૨૦૧૪થી મોસુલમાં...

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપે ઉત્તર પ્રદેશના દલિત રામનાથ કોવિંદ પર પસંદગીનો કળશ ઢોળ્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે દક્ષિણ ભણી મીટ માંડી માંડી છે. ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશમાં જન્મેલા કેન્દ્રીય શહેરી વિકાસ...

દર વખતે નાટ્યાત્મક વાણી-વર્તનના કારણે અખબારી માધ્યમોમાં ચમકતા રહેતા લાલુ પ્રસાદ યાદવ આ વખતે જુદા જ કારણસર સમાચારમાં છે. ભારતની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ તેમના નિવાસસ્થાન સહિત આઠ સ્થળોએ પાડેલા દરોડા દર્શાવે છે કે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના...



to the free, weekly Gujarat Samachar email newsletter