ડાયરેક્ટ ફ્લાઈટ માટેની ઓલ પાર્ટી કમિટીના સભ્ય મોહનભાઇ કુંડારિયા કેન્દ્રમાં પ્રધાન પદેઃ કમિટીના મેમ્બરોએ અભિનંદન પાઠવ્યાં 05/12/2014 7:45 am Mukesh Patel અમદાવાદઃ અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની ઝૂંબેશ માટે ભારતમાં બનાવાયેલી ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના કન્વીનર રાજ્યસભાના ભાજપના વ્હિપ મનસુખભાઈ માંડવિયા છે. આ કમિટીના એક સભ્ય લોકસભાના રાજકોટના સભ્ય મોહનભાઈ કુંડારિયા પણ છે. નરેન્દ્ર મોદી સરકારનું પ્રથમ વિસ્તરણ ૯ નવેમ્બરે થયું હતું. પ્રધાનમંડળમાં સામેલ ૨૧ નવા પ્રધાનોમાં મોહનભાઈનો પણ સમાવેશ થાય છે.
દેવાણી ટ્રાયલઃ મુખ્ય સાક્ષી ઝોલા ટોન્ગોની અસંગત જુબાની 06/12/2014 5:03 am Vikram Nayak કેપ ટાઉન/લંડનઃ અની દેવાણી મર્ડર ટ્રાયલમાં દક્ષિણ આફ્રિકન પોલીસનો કેસ નબળી સ્થિતિમાં જણાય છે. મુખ્ય સાક્ષી અને ડ્રાઈવર ઝોલા ટોન્ગોએ ઉલટતપાસમાં અનેક ભૂલો અને વિસંગતિઓ સ્વીકારી હતી. ટોન્ગો પોલીસને આપેલા પોતાના નિવેદનથી વિરુદ્ધ વિગતો કોર્ટમાં જણાવી રહ્યો છે. શ્રીયેન દેવાણીના વકીલ ફ્રાન્કોઈસ વાન ઝીલે ટોન્ગોની જુબાનીમાં છીંડા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ઝોલા ટોન્ગોની જુબાની વિશ્વસનીય અને ભરોસાપાત્ર ઠરાવાય તેવી શક્યતા ઘટતી જણાય છે. ટોન્ગોએ જજ જેનેટ ટ્રાવર્સો સમક્ષ જણાવ્યું હતું કે મારા નિવેદનની કેટલીક બાબતો કોર્ટમાં આપેલી જુબાની જેટલી જ સાચી છે.
કે. શ્રીનાથ રેડ્ડીનું સન્માન 05/12/2014 7:47 am Sandip Bhavsar લંડનઃ ગૌરવાન્વિત ભારતીય નાગરિક અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PHFI)ના સ્થાપક પ્રમુખ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીને બકિંગહામ પેલેસ ખાતે યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા સાયન્સ (મેડિસીન)માં માનદ પીએચ.ડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના પૂર્વ વડાને ચાન્સેલર પ્રિન્સેસ એન દ્વારા ૨૬ ઓક્ટોબરે આ સન્માન એનાયત થયું હતું.
પેન્શન ફંડમાંથી દર ઉપાડ માટે ૨૫ ટકા રકમને કરમુક્તિ 06/12/2014 5:03 am Sandip Bhavsar લંડનઃ નિવૃત્તિભંડોળ અંગે નોંધપાત્ર ફેરફારોમાં હવે પેન્શનર તેમના પેન્શન પોટમાંથી ઈચ્છાનુસાર ઉપાડ કરાતી કોઈ પણ ઉચ્ચક રકમના ૨૫ ટકા કરમુક્ત મેળવી શકશે.
યુકેમાં હિન્દુ મહિલાની સમસ્યા સમજવા વિશે સર્વેક્ષણ 05/12/2014 7:48 am Sandip Bhavsar લંડનઃ હિન્દુ વિમેન્સ કન્વેન્શન (HWC) સંસ્થા દ્વારા યુકેસ્થિત હિન્દુ સ્ત્રીઓ સામેની તકો અને પડકારો સમજવા વિશે એક સર્વે યોજવામાં આવ્યો છે. ‘હિન્દુ વિમેન ઈન યુકે ૨૦૧૪ઃ ઓપોર્ચ્યુનિટીસ એન્ડ ચેલેન્જીસ’ સર્વેનો હેતુ બ્રિટનસ્થિત તમામ હિન્દુ સ્ત્રીઓની સમસ્યા સાંભળવાનો અને તેમની જરૂરિયાતો સમજવાનો છે.
ઠગોને બાન રાખી નાણા પડાવનારી સાત એશિયનોની ગેન્ગને જેલવાસ 06/12/2014 5:04 am Vikram Nayak લંડનઃ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે સાત એશિયન પુરુષની ગેન્ગને કથિત બે ઠગોને માન્ચેસ્ટરના ચીથામ હિલ ખાતેના એક ઘરમાં બાનમાં રાખી શસ્ત્રોની ધાકધમકી દ્વારા નાણા મેળવવાના ગુનામાં સજા કરી છે. તારિક ધુમાઈલના વર્ચસ્વ હેઠળની ગેન્ગે કથિત છેતરપિંડીકારોને હિંસાની ધમકી આપી પોતાના બેન્કખાતાઓમાં હજારો પાઉન્ડની રકમ ટ્રાન્સફર કરાવી હતી.
ભાદરણના યુવાને ચાર લાખ પાઉન્ડના લોભમાં જીવનમૂડી ગુમાવી 05/12/2014 7:54 am Mukesh Patel આણંદઃ જિલ્લાના ભાદરણ ગામના યુવાનને ચાર અજાણ્યા શખસોએ ફોન ઉપર ચાર લાખ પાઉન્ડની લોટરી લાગ્યાની લાલચ આપીને બેંકમાં આઠ લાખ રૂપિયા જમા કરાવીને તેની સાથે છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભાદરણના સંજયભાઈ મણિભાઈ પ્રજાપતિને દોઢ મહિના પહેલા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે રૂ. ચાર લાખ પાઉન્ડની લોટરી લાગી હોવાનું જણાવીને તેમની પાસેથી વિગત માગી હતી. જેથી સંજય પ્રજાપતિએ નામ-સરનામું અને બેંક એકાઉન્ટ સહિતની વિગતો મોકલી આપી હતી.
યુકે-ગુજરાત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ માટે દબાણની ખાતરી 06/12/2014 5:04 am Mukesh Patel લંડનઃ રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસના સમાપન ટાણે ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલયે યુકે અને ગુજરાત વચ્ચે સીધી ફ્લાઈટ માટે દબાણ કરવાની ભારતીય ડાયસ્પોરાને ખાતરી આપી હતી. બ્રિટનમાં વસતા ગુજરાતીઓના પ્રતિનિધિત્વ કરતા અને જૂથોએ આ ખાતરી અંગે આનંદ દર્શાવ્યો હતો.
સુરત એરપોર્ટ પર ‘બફેલો’ હિટ! 05/12/2014 7:58 am Mukesh Patel સુરતઃ સુરત એરપોર્ટ પર ૬ નવેમ્બરે મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રન વે પર આંટા મારી રહેલી એક ભેંસ સાથે તે જ સમયે સુરતથી દિલ્હી જઇ રહેલું વિમાન ભટકાતા ભેંસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
સુષ્મા સ્વરાજે બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાનું દિલ જીતી લીધું 06/12/2014 5:05 am Mukesh Patel લંડનઃ સાંસદો, ઉમરાવો, બિઝનેસમેન અને કોમ્યુનિટી નેતાઓ સાથે ભારતીય ડાયસ્પોરાના સેંકડો લોકોની ઉપસ્થિતિમાં ક્વીન એલિઝાબેથ સેન્ટરમાં શુક્રવાર, ૧૭ ઓક્ટોબરે રીજિયોનલ પ્રવાસી ભારતીય દિવસનો શુભારંભ થયો હતો. બ્રિટિશ ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડ, ભારતના વિદેશ અને ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલય (MOIA)ના પ્રધાન સુષ્મા સ્વરાજ, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈ અને MOIAના સેક્રેટરી પ્રેમ નારાયણ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે સમારંભનો આરંભ થયો હતો.