Advanced search


ડાકોરના ઠાકોરને રૂ. બે કરોડનો મુગટ

ડાકોરઃ ગુરુપુષ્ય નક્ષત્ર પર્વ નિમિત્તે સુવર્ણની ખરીદી કરવી અને તેને ભગવાનને અર્પણ કરવાનું ખાસ મહત્ત્વ હોય છે. ૧૬ ઓક્ટોબરે ગુરુપુષ્યામૃતયોગ નિમિત્તે સવારે સાત કલાકે યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયના મંદિરમાં એક વૈષ્ણવ ભક્તે રત્નજડિત સુવર્ણ મુગટ પ્રભુને અર્પણ કર્યો હતો.

નવી દિલ્હીઃ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દેશભરમાંથી અંદાજે ૩૦૦ ડોક્ટરોને એક ફાર્મા કંપની પાસેથી કથિત લાભ લેવા બદલ સમન્સ પાઠવ્યું છે. કાઉન્સિલને મળેલા એક અજાણ્યા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમદાવાદસ્થિત એક દવા કંપનીએ ડોક્ટરો તેની મોંઘી દર્દીને લખે તે માટે તેમને લાખો રૂપિયાની સાથે કાર, ફ્લેટ અને પરિવાર સાથે વિદેશ પ્રવાસની ભેટ ધરી છે. બીજી તરફ આ જ કંપનીની દવાને બદલે બીજા વિકલ્પરૂપે બજારમાં  સસ્તી દવા ઉપલબ્ધ હોય છે.

રાજ્ય સરકારે ગુજરાતમાં ‘સ્વચ્છતા અભિયાન’ને વેગ આપવા માટે પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝા, કનકેશ્વરી દેવી અને ક્રિકેટર ઈરફાન પઠાણ સહિત ૯ સામાજિક અગ્રણીઓને એમ્બેસેડર બનાવ્યા છે. 

ભૂતપૂર્વ પેટ્રોલિયમ પ્રધાન અને કોંગ્રેસના સાંસદ મુરલી દેવરા (૭૭)નું સોમવારે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. સદ્ગતને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢેરા, અંબાણી બંધુઓ વગેરે અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

સુરતઃ શહેરની ડાયમંડ કંપની શ્રી હરેક્રિષ્ણા એક્સપોર્ટસના ૧૨૦૧ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. આ કંપનીએ ૪૯૧ કર્મચારીઓને કાર, ૫૦૩ કર્મચારીઓને ઘરેણાં અને ૨૦૭ કારીગરોને બે બેડ રૂમ કીચનનો ફલેટ ભેટમાં આપવામાં આવ્યો છે. આ ડાયમંડ કંપનીએ ગયા વર્ષે ૭૦ કર્મચારીઓને કારની ભેટ આપી હતી.

રાજકોટ: જિલ્લાના ગોંડલમાં મૃત્યુ પામેલા ૧૦૮ વર્ષના વૃદ્ધાની તેમના પરિજનોએ ધામધૂમથી સ્મશાનયાત્રા યોજી હતી. પાંચ પેઢીને નજરે જોનારા દાદીમાં પાછળ રોવાને બદલે વાજતે ગાજતે અંતિમયાત્રા નિકળી હતી. ગોંડલ શહેરનાં ભગવતપરા-૯માં રહેતા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના જડાવબેન વશરામભાઇ પરમારનું ગત સપ્તાહે ૧૦૮ વર્ષની ઉંમરે નિધન થયું હતુ.

જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.

સુરતઃ સુરતમાં વિમાની સેવા બરાબર ન હોવાની શહેરના ઉદ્યોગકારોમાં ફરિયાદ રહેતી હતી. જોકે સરકારી સેવાની ઉદાસીનતા સામે ચાર ઉદ્યોગકારોએ અનોખું સાહસ ખેડી પોતાની જ ‘ડાયમંડ એરોનોટિક’ એરલાઇન સર્વિસ શરૂ કરી છે. ધનતેરસના દિવસે આ નવી એરલાઇનનું પ્રથમ વિમાન સુરત પહોંચ્યું હતું.

ગાંધીનગરઃ આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી સાતમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૧૫માં હવે અમેરિકા પણ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે.