‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક એટલે બે પુંઠા વચ્ચે ગુજરાતી સાક્ષાત્કાર 05/12/2014 9:30 am Sandip Bhavsar ડિજીટલ ટેકનોલોજીએ સમાજમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તો જાણે ક્રાંતિ જ સર્જાઇ છે. ડિજીટલ કેમેરાના આગમનથી વિવિધ ક્ષેત્રે તસવીરનો વપરાશ અનેક ગણો વધ્યો છે. લગભગ દરેક વ્યક્તિ કેમેરાનો ઉપયોગ કરતો થયો છે. જેના કારણે તસવીર કંડારવી સર્વસામાન્ય ઘટના બની રહી છે.
જૂનાગઢ પાસે રૂ. સાત કરોડની લૂંટઃ 06/12/2014 5:57 am Sandip Bhavsar જૂનાગઢ તાલુકાના આંબલિયા નજીકથી ગત સપ્તાહે મુંબઈના એક બિલ્ડરના બ્રોકર અને તેના ડ્રાઇવરનું ચાર શખસો રૂ. સાત કરોડની રોકડ તથા કાર સાથે અપહરણ કરી જતા સનસનાટી મચી ગઈ છે. વિગતો મુજબ મુંબઈના બિલ્ડરે ધોરાજી તાલુકાના નાનીમારડ ગામે ખરીદેલી જમીનના પૈસા આપવા માટે બ્રોકર અને ડ્રાઇવર આવ્યા હતા. જેમાં જૂનાગઢના ઝાંઝરડા અને ધોરાજીના પાટણવાવના બે સ્થાનિક બ્રોકરોને ચારેય શખસોએ માર મારી કારમાંથી ઉતારી દીધા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સૌરાષ્ટ્રભરમાં સનસનાટી મચી ગઈ હતી.
મેસ્સીનો સર્વાધિક ગોલનો રેકોર્ડ 05/12/2014 9:32 am Sandip Bhavsar બાર્સેલોનાઃ સુપરસ્ટાર લાયોનલ મેસ્સીએ હેટ્રિક નોંધાવતા બાર્સેલોનાએ સેવિલા સામે બાર્સેલોનામાં રમાયેલી સ્પેનિશ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશીપની લીગ મેચમાં સેવિલાને ૫-૧થી પરાજય આપ્યો હતો.
‘નિલોફર’ના ભયથી કચ્છને નુકસાન 06/12/2014 5:58 am Vikram Nayak ભૂજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા પછી અંતે દરિયામાં જ સમેટાયેલા નિલોફર વાવાઝોડાએ ફૂંકાયા વિના જ કચ્છમાં મોટું આર્થિક નુકસાન કર્યું છે.
મેગ્નસ કાર્લસન વર્લ્ડ ચેસ ચેમ્પિયન 05/12/2014 9:35 am Sandip Bhavsar સોચીઃ નોર્વેના મેગ્નસ કાર્લસને ભારતના વિશ્વનાથન આનંદને ૧૧મા રાઉન્ડમાં પરાજય આપવાની સાથે ૬.૫-૪.૫થી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે.
સંગીતશાસ્ત્રી રમણલાલ સી. મહેતાનું વડોદરામાં નિધન 06/12/2014 5:58 am Mukesh Patel સુરતના વતની અને વિખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ પ્રિન્સિપાલ ડો. રમણલાલ સી. મહેતા (૯૭)નું ગત સપ્તાહે જૈફ વયે વડોદરામાં અવસાન થયું છે. સુરતમાં સોની ફળિયા માળવીની વાડીના રહીશ અને પછી પોતાના સંગીત સાનિધ્યમાં ભારત પ્રસિદ્ધ બનેલા અને આર.સી.ના ટૂંકા નામે જાણીતા થયેલા આ પ્રખર સંગીતશાસ્ત્રીને રાષ્ટ્રનો પદ્મભૂષણ સન્માન ખિતાબ ગયા વર્ષે પ્રાપ્ત થયો હતો.
જાપાનની ‘બ્લેક વિડો’ ફરી પરણશે 05/12/2014 9:36 am Sandip Bhavsar ટોકિયોઃ પૈસા માટે ભૂતકાળમાં પોતાનાં છ પાર્ટનરોના જીવ લઈ ચૂકેલી બ્લેક વિડો તરીકે ઓળખાતી જાપાનની એક સ્ત્રી જંગી અસ્કયામત ધરાવતા વયસ્ક પુરુષને પરણવા માટે તત્પર છે. બ્લેક વિડોએ તેના ચોથા પતિને સાયનાઇડ પીવડાવીને થોડા સમય પહેલાં જ પતાવી દીધો હતો.
પુંસરી બન્યું દેશભરનું આદર્શ ગામ 06/12/2014 6:01 am Sandip Bhavsar હિમ્મતનગરઃ ગામડાંમાં શહેર જેવી સુવિધા ભોગવતા સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામનો દેશમાં ડંકો વાગ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજનામાં પુંસરી ગામનો ખાસ ઉલ્લેખ કરાયો છે.
ચીનના એક ગામમાં સેંકડો ઉંદરોની ભાગંભાગ 05/12/2014 9:38 am Sandip Bhavsar ગુઆંગજઃ ચીનના દક્ષિણ ગુઆંગજુના સ્થાનિક લોકો પોતાના ઘરોની બહાર આવ્યા હતા જ્યારે અચાનક જ ગામમાં સેંકડો ઉંદરો ભાગંભાગ કરતા જોવા મળ્યા હતા.
ભારતીય ક્રિકેટ બોર્ડ રમતની ઘોર ખોદી રહ્યું છે: સુપ્રીમ કોર્ટ 05/12/2014 9:43 am Sandip Bhavsar નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ ક્રિકેટને બરબાદ કરી રહ્યું છે. તમારા આ પ્રકારના વર્તનથી ક્રિકેટની હત્યા થઇ રહી છે.