સુરતના હીરાવેપારીએ દાનનો ધોધ વહાવ્યો 06/12/2014 6:09 am Sandip Bhavsar સુરતઃ વેપાર-વ્યવસાયમાં કમાણી કરવી અને તેનો સામાજિક જવાબદારીમાં ઉપયોગ કરવો તેવી નીતિ બધા લોકો નથી અપનાવતા, પરંતુ સુરતના હીરાવેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ સખાવતમાં કદી પાછી પાની કરી નથી.
લેસ્ટરમાં દિવાળીનો ઝગમગાટ 06/12/2014 6:10 am Mukesh Patel લેસ્ટરઃ પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી માટે ગયા શુક્રવારે અહીંના ગોલ્ડન માઇલમાં ૩૦ હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. ભારત બહાર થતી દિવાળીની આ સૌથી મોટી અને ભપકાદાર ઊજવણી માટે લોકો બેલગ્રેવ રોડ પર એકત્ર થયા હતા અને પરંપરાગત ગીત-સંગીત અને ગરબાની મજા માણી હતી. કોસિંગ્ટન સ્ટ્રીટ રિક્રિએશન ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજી સાથે ઊજવણીનું સમાપન થયું હતું. ભારતના કલાકાર જનક ચૌહાણે બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે આકર્ષક રંગોળી દ્વારા લોકોના મન મોહી લીધા હતા.
જોક્સ 05/12/2014 9:49 am Vikram Nayak પતિ-પત્ની ટીવી જોઈ રહ્યાં છે. ટીવીમાં આઈપીએલની મેચ ચાલતી હતી. પાંચ મિનિટ પછી...
એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઇટ દૈનિક નહીં થાય 06/12/2014 6:10 am Sandip Bhavsar સુરતઃ એર ઇન્ડિયાની નવી દિલ્હી-સુરત ફલાઇટનો સમય સવારનો કરવામાં આવ્યા પછી ૭૨ સીટરની આ ફ્લાઇટને ૯૫ થી ૧૦૦ ટકા પ્રવાસીઓ મળવા છતાં શિયાળુ વેકેશનમાં તેને દૈનિક કરવાની માગ સ્વીકારાઇ નથી. સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની માગને એર ઇન્ડિયાએ કાને ધરી નથી.
તમારું મકાન તોડી પાડો, કેમ કે તે ૨૦ સે.મી. મોટું છે! 05/12/2014 9:50 am Sandip Bhavsar લંડનઃ ભારતમાં સરકારી જમીનને પચાવી પાડનારા લોકોની કમી નથી. જ્યારે બ્રિટનના એક દંપતીને સરકારી જમીનમાં ૨૦ સેન્ટિમીટર જેટલું દબાણ કરવાનું પણ ભારે પડી ગયું છે. ત્યાંના બર્કશાયર સબર્બમાં રહેતા સ્ટીફ અને મેરી કિન્ડર્ડે પોતાના જૂના મકાનને લગભગ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરી આલીશાન મહેલ જેવું બનાવી નાખ્યું.
અમેરિકન એમ્બેસેડરના ઘરે ઉછરે છે અનાથ બાળકી 06/12/2014 6:14 am Sandip Bhavsar વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની એક અનાથ બાળકીને આઠ વર્ષ અગાઉ અમેરિકામાં દત્તક લેવડાવી માતા-પિતાનું છત્ર અપાવ્યું છે. વડોદરાના કરજણ પાસેથી ઝાડીમાંથી ત્યજાયેલી હાલતમાં મળેલી બાળકી અત્યારે આઠ વર્ષની આશા ભારતી બની અમેરિકામાં ચીનના પૂર્વ એમ્બેસેડર જ્હોન હન્ટ્સમેનના ઘરે ઉછરી રહી છે.
રાજકોટના યુવાનને ગૂગલમાં રૂ. ૧.૪૦ કરોડની ઓફર 05/12/2014 9:51 am Mukesh Patel રાજકોટના અને અત્યારે ગોવામાં MScનો અભ્યાસ કરી રહેલ કૃણાલ કિશોરભાઇ પટેલને ગૂગલ કંપની દ્વારા કંપનીના ગ્લોબલ હેડક્વાર્ટરમાં એક્સક્લુઝિવ સોફ્ટવેર એન્જિનિયરની વર્ષે રૂ. ૧.૪૦ કરોડના પગાર સાથેની નોકરી ઓફર થઈ છે જે કૃણાલે સ્વીકારી લીધી છે અને હવે તેણે ૨૦૧૫ના ઓક્ટોબરમાં તેમાં જોડાવાનું રહેશે.
ભારતને વિટો પાવર આપવા યુકેનો વિરોધ 05/12/2014 9:51 am Vikram Nayak ન્યૂ યોર્કઃ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી ધોરણે સભ્યપદ આપવા અંગે બ્રિટનને વાંધો નથી પરંતુ તેણે જણાવ્યું છે કે ભારતને વિટો પાવર આપવો જોઈએ નહીં. તેણે આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવાની પણ માગણી કરી છે. અત્યારે સુરક્ષા પરિષદમાં બ્રિટન સહિત પાંચ સ્થાયી સભ્યો છે. તે તમામ વિટો પાવર ધરાવે છે.
મોહનભાઇ કોટેચાનું અધૂરું કાર્ય પૂર્ણ થયુંઃ 06/12/2014 6:14 am Vikram Nayak પોરબંદરઃ પોરબંદરમાં શિક્ષણપ્રેમી દાતા મોહનભાઈ કોટેચાએ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું. તે અંગેની તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ યુકેસ્થિત દાતાઓને આમંત્રણ આપવા લંડન ગયા ત્યારે ત્યાં તેમનું આકસ્મિક નિધન થયું હતું.
ભાજપે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ટકા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીઃ 05/12/2014 9:54 am Vikram Nayak • ભાજપે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ટકા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ વખતે ભાજપે રાજ્યમાં સત્તા મેળવવા માટે ‘મિશન ૪૪ પ્લસ’નું સૂત્ર વહેતું કર્યું છે, જેને સાકાર કરવા માટે તેણે મુસ્લિમો પર વધુ મદાર રાખ્યો છે.