પહેલું સુખ તે જાતે નર્યા.... 06/12/2014 6:16 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે ‘જીવંત પંથ’માં શરૂઆતનો ભાગ જ સમાવી શકાયો હતો. મારા સાથીદારોએ આવીને કહ્યું કે - સી.બી., ચાર ઇંચનો ઘેરાવો ધરાવતી ‘ડીશ’માં ૧૧ વાનગી તો કેમ કરી સમાવી શકાય?! આપણે તો હાજરજવાબી... તરત કહ્યું કે ‘ડીશ મોટી’ લો. મારું સુચન સાચું હતું, પણ તેમનો જવાબ તાર્કિક હતોઃ ગયા સપ્તાહે આપણે દિવાળી પ્રસંગે એક જ અંક બંધ રાખીને તેની આગળના અને પાછળના બધા અંકો રાબેતા મુજબ પ્રકાશિત કર્યા હતા. આ સંજોગોમાં માત્ર બે દિવસની ટુંકી મર્યાદામાં પાન વધારવાનું બહુ મુશ્કેલ છે. અને આપણા વાચકો પણ સમજુ છે...
હળવી ક્ષણોએ 05/12/2014 9:55 am Mukesh Patel ચંપા અને ચંગુ લડી રહ્યાં હતાં. ચંપાઃ તમે જો અક્કલથી કામ લેતા હોત તો દર મહિને આપણી એટલી બચત તો થઈ જ જાત કે મારા માટે બે સાડી ખરીદી શકીએ.ચંગુઃ જો ખરેખર મેં અક્કલથી કામ લીધું હોત તો મારે સાડી ખરીદવાની નોબત જ ન આવી હોત.
મિલ્સેન્ટવાળા જશભાઇ પટેલનું નિધન 06/12/2014 6:18 am Sandip Bhavsar આણંદઃ આણંદના ધારાસભ્ય રોહિતભાઈ પટેલ (મિલસેન્ટવાળા) ના પિતા જશભાઈ મગનભાઈ પટેલનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે.
જાપાન મંદીના વમળમાં ફસાયું 05/12/2014 9:56 am Vikram Nayak ટોકિયોઃ વિશ્વની ત્રીજા નંબરની જાપાનની અર્થવ્યવસ્થા મંદીનાં વમળમાં ફસાઈ હોવાના સંકેત મળી રહ્યા છે. આર્થિક વિકાસદર નીચો આવી જતાં વિશ્વસ્તરે બિઝનેસ સેક્ટરને ફટકો પડ્યો છે. જાપાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઈમાં ૩%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
કચ્છનાં ૩૫૩ ગામ અછત-અર્ધઅછતગ્રસ્ત જાહેર 06/12/2014 6:18 am Viren Vyas ભૂજઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન સૌથી ઓછા વરસાદથી સૂકા ભઠ્ઠ થયેલા કચ્છના ૩૫૩ જેટલા ગામોને આખરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે અછત અને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરીને આ તમામ ગામડાઓમાં પશુઓ માટે ઘાસચારો અને લોકો માટે પીવાના પાણી સહિતની અછતની કામગીરી માટે સાબદું કર્યું છે.
કચ્છમાં નર્મદાના નીર વધારવા નિર્ણયઃ 06/12/2014 6:19 am Sandip Bhavsar કચ્છમાં સતત બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા ભવિષ્યમાં પાણીની ગંભીર અછત સર્જાવાની સંભાવના ઊભી થઇ હતી. નર્મદા નદીની લાઇનમાંથી માળિયાથી કચ્છને ૨૨૦ એમએલ.ડી. પાણી મળે છે જે કચ્છની ઘણો ઓછો જથ્થો છે, જથ્થો વધારવા શું કરી શકાય એ માટે એન્જિનિયરોએ નવી મશિનરી અને જરૂર લાગે ત્યાં વધારાની પાઇપલાઈન નાખવાના કરેલા સૂચનોને મંજૂરી અપાઈ છે.
ભારત વન-ડે રેન્કીંગમાં નં. ૧ 05/12/2014 9:56 am Mukesh Patel હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.
ફોર્ચ્યુનની સર્વશ્રેષ્ઠ સીઈઓની યાદીમાં ૩ ભારતીયનો સમાવેશ 05/12/2014 9:57 am Vikram Nayak ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે.
‘બરોક’ની બોલબાલા છે 05/12/2014 9:59 am Mukesh Patel બરોક પ્રિન્ટ – તમને થશે આ તે વળી કેવી પ્રિન્ટ? અત્યાર સુધી તો આવી પ્રિન્ટનું નામ નહોતું સાંભળ્યું. બરોક પ્રિન્ટ આમ તો આપણા પ્રાચીન શિલ્પ સ્થાપત્યની કોતરણી પરથી ફેશનમાં આવી છે. તમે ક્યારેક કોઈ પ્રવાસસ્થળે ગયાં હો, જ્યાં પ્રાચીન મહેલના ખંડેર હો તો ત્યાંની દીવાલોને ધ્યાનથી નિહાળજો. એના પર સુંદર મજાની કોતરણી કરેલી હોય છે. આવી જ સુંદર મજાની કોતરણીને પ્રિન્ટમાં ઊતારી છે, ટેક્સટાઇલ ડિઝાઇનર્સે.
સ્મરણ - વિસ્મરણના સાર્વજનિક રસ્તા પર... 06/12/2014 6:20 am Vikram Nayak સરદાર વલ્લભભાઈ વિશે - તેમના જમાનામાં - કોઈ એક શ્રેષ્ઠ કવિતા રચાઈ હોય તો તે કોની?