Advanced search


ન્યૂ યોર્કઃ એક સંશોધનના આધારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો તમારાં સંતાનને તમે એક કરતાં વધુ ભાષા શીખવશો તો તેનાથી તમારાં બાળકને ઘણો ફાયદો થઇ શકે છે. એક કરતાં વધુ ભાષા જાણતાં બાળકનો આઇક્યુ પણ ઊંચો હોય છે, ખાસ કરીને જ્યારે બાળકનો વિકાસ થાય છે ત્યારે તેનામાં અનેક પ્રકારની ખાસિયતો સાથે જ વિકસતી જાય છે. 

નવી દિલ્હીઃ આઈપીએલ ફિક્સિંગ મામલે જસ્ટિસ મુદ્ગલ કમિટીએ સુપ્રીમ કોર્ટને સોંપેલા રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ શ્રીનિવાસનની મેચફિક્સિંગ મામલામાં કોઈ ભૂમિકા જણાતી નથી. 

એડીનબર્ગઃ શું તમે જાણો છો સોમવારે હાર્ટ અટેકેનો ખતરો સૌથી વધુ હોય છે? વિશ્વાસ થાય કે ન થાય, પરંતુ હકીકત છે. અન્ય દિવસોની સરખામણીમાં સોમવારે હૃદયની વેદના વધે છે અને હાર્ટ એટેકની સંભાવના વધુ રહે છે, તેથી સોમવારને મન્ડે બ્લૂઝ કહેવાય છે. 

રોહિત શર્મા ‘રનકુબેર’

કોલકતાઃ ઈડન ગાર્ડનના ૧૫૦ વર્ષની ઉજવણી રોહિત શર્માએ અનોખી રીતે કરી છે. ૧૩ નવેમ્બરે અહીં શ્રીલંકા સામે રમાયેલી ચોથી વન-ડેમાં રોહિતે ૨૬૪ રન ફટકારીને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. 

સોનમ કપૂરનો ફિટનેસ ફંડા સમતોલ કસરત, સમતોલ ભોજન

હિન્દી ફિલ્મજગતના ફેશન આઇકનની જો તમે યાદી તૈયાર કરો તો એમાં તમારે સોનમ કપૂરનું નામ સૌથી પહેલું લખવું પડે. જોકે તમને જાણીને નવાઇ લાગશે કે એક્ટિંગ કરતાં પણ તેની ફેશન-સેન્સના કારણે સતત ચર્ચામાં રહેતી સોનમ એક સમયે (વધુ પડતી) ‘તંદુરસ્ત’ હતી. તેણે ક્યારેય પોતાના વજનની પરવા નહોતી કરી, પરંતુ તેને પહેલી ફિલ્મ ‘સાંવરિયા’ ઓફર થઈ એ જ વખતથી તેને વજન ઘટાડવાની ફરજ પડી હતી. આ માટે તેને ઘણી મહેનત કરવી પડી, પણ આઠ મહિનામાં ૩૫ કિલો વજન ઉતાર્યું. ‘સાંવરિયા’થી ફિલ્મ કરીઅર શરૂ કરનારી સોનમ કપૂરની આવતા સપ્તાહે, ૧૯ સપ્ટેમ્બરે તેની વધુ એક ફિલ્મ ‘ખૂબસુરત’ રિલીઝ થઇ રહી છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાઇના નેહવાલ તથા કિદાંબી શ્રીકાંતે રવિવારે ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં નવો ઇતિહાસ રચ્યો છે. 

સદાશિવ અમરાપૂરકરનું નિધન

પીઢ અભિનેતા સદાશિવ અમરાપૂરકર (૬૪)નું સોમવારે નિધન થયું છે. તેમને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. પારિવારિક સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, તેમના પૈતૃક ગામ અહમદનગરમાં સદ્ગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

અમદાવાદઃ વિક્કી ગોસ્વામીની સિલસિલાબંધ વિગતો ગુજરાતના અખબારોમાં પ્રકાશિત થઇ છે. જે અનુસાર, ૧૯૯૦ના દાયકામાં દારૂના ધંધાર્થી તરીકે ગુનાઇત દુનિયામાં પગ મૂકનાર વિક્કીએ સાબરકાંઠામાં મેન્ડ્રેક્સ બનાવવા ફેક્ટરી નાખી હતી. ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યા બાદ ૧૯૯૧માં કેસ પણ નોંધાયો હતો.

ગોલ્ડમેન સેક્સનો યુવા પાર્ટનર

ન્યૂ યોર્કઃ માત્ર ૩૨ વર્ષનો ગુજરાતી યુવાન કુણાલ શાહ વિશ્વખ્યાત ગોલ્ડમેન સેક્સ કંપનીનો સૌથી નાની વયનો પાર્ટનર બની ગયો છે.