DDLJ વિશ્વ વિક્રમના આરે 06/12/2014 6:53 am Sandip Bhavsar મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન સામેના મરાઠા મંદિર થિયેટરમાં ૧૯ વર્ષથી સતત દર્શાવાતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)ને ૧૦૦૦ અઠવાડિયાં પૂરાં થયા બાદ ડિસેમ્બરમાં ઉતારી લેવાશે એવા અહેવાલોને થિયેટરના સંચાલકે ખોટા ગણાવ્યા છે.
વિશ્વના સૌથી ધનિક પાંચ ખેલાડીમાં ધોનીને સ્થાન 06/12/2014 6:54 am Sandip Bhavsar ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ ધરાવતા ખેલાડીઓની યાદીમાં ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ટોપ-ફાઇવમાં ગોલ્ફ ખેલાડી ટાઇગર વૂડ્સ અને ટેનિસ સ્ટાર રોજર ફેડરલ તથા રાફેલ નડાલનો પણ સમાવેશ થાય છે.
૨૦ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનનો શ્રેણીવિજય 06/12/2014 6:55 am Vikram Nayak અબુધાબીઃ ત્રણ સિનિયર ક્રિકેટર મિસબાહ ઉલ હક, યુનુસ ખાન, સ્પિનર ઝુલ્ફીકાર બાબર અને યુવા ખેલાડી અઝહર અલીએ બન્ને ઇનિંગ્સમાં નોંધાવેલી સદીની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી તથા અંતિમ ટેસ્ટ મેચમાં ૩૫૬ રનની જંગી લીડથી હરાવીને ૨-૦થી સિરિઝ જીતી લીધી છે.
NAPS દ્વારા સરદાર પટેલ જયંતિની તા. ૩૧ના રોજ ઉજવણી થશે 06/12/2014 6:57 am Sandip Bhavsar નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણીનું આયોજન તા. ૩૧-૧૦-૨૦૧૪ શુક્રવારના રોજ સાંજે ૬-૪૫ કલાકે NAPS હોલ ૨૬ બી ટૂટીંગ હાઈસ્ટ્રીટ, લંડન SW170RG ખાતે કરવામાં આવ્યું છે.
લો, પોલીસને ૩૭૪ વખત બોલાવી 06/12/2014 6:58 am Sandip Bhavsar માત્ર આઠ સપ્તાહમાં બે ચાર કે દસ વખત નહિં પણ ૩૭૪ વખત પોલીસને બોલાવનાર હેમ્પશાયરના સાઉધમ્પટનની સુઝાનાહ ગરેવેટ્ટ નામની ૪૪ વર્ષની મહિલાને કોર્ટે ત્રણ માસની સજા કરી હતી. સુઝાનાહે એક વખત તો પોલીસને ઘરે બોલાવીને પોતાના તે દિવસના કાર્યક્રમની માહિતી આપી હતી. સુઝાનાહને આવી હરકતો કરવા બદલ ગત વર્ષે પોલીસને બોલાવવા પર પાબંદી લાદવામાં આવી હતી. પોલીસને ઘરે બોલાવીને પછી પોલીસ પર હુમલો કરવા બદલ સાઉધમ્પ્ટન મેજીસ્ટ્રેટ કોર્ટના ડીસ્ટ્રીક્ટ જજ માઇકલ કેલેવેએ સુઝાનાહને સજા સંભળાવી હતી.
નાદિર પટેલ કેનેડાના ભારતમાં નવા હાઇ કમિશનર 06/12/2014 6:59 am Sandip Bhavsar ટોરોન્ટોઃ કેનેડાએ ભારતીય-કેનેડિયન નાદિર પટેલને ભારતમાં પોતાના નવા હાઇ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાતમાં જન્મેલા નાદિર બાળપણમાં જ માતા-પિતા સાથે કેનેડા સ્થાયી થયા હતા.
૧૧૩ વર્ષની વૃદ્ધાએ ફેસબુક એકાઉન્ટ માટે ઉંમર છુપાવીઃ 06/12/2014 7:01 am Sandip Bhavsar તમે જાણો છો કે ૧ જાન્યુઆરી ૧૯૦૫ પહેલાં જન્મેલાં લોકો ફેસબુક પર એકાઉન્ટ ખોલાવી શકતાં નથી ? આવી જ એક સમસ્યાનો અમેરિકાની એન્ના સ્ટોએરને સામનો કરવો પડયો હતો. ૧૧૩ વર્ષના એન્નાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ થયો હતો તેથી તે ફેસબુક પર સાચી ઉંમર દર્શાવીને એકાઉન્ટ ખોલાવી શકતી નહોતી. છેવટે ખોટી ઉંમર દર્શાવીને એકાઉન્ટ ખોલાવી પોતાના જન્મનું વર્ષ ૧૯૦૫ જણાવ્યું હતું.
રોજર ફેડરર ચેમ્પિયન 06/12/2014 7:02 am Sandip Bhavsar શાંઘાઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ફ્રાન્સના જાઇલ્સ સાઇમનને ૭-૬, ૭-૬થી પરાજય હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
ગુજરાતમાં દર દસમાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ 06/12/2014 7:03 am Sandip Bhavsar ગુજરાત માટે ડાયાબિટીસનો રોગ ધીરે ધીરે તેનો પંજો ફેલાવી રહ્યો છે. તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેના તારણ અનુસાર દેશભરમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ધરાવતા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે.