Advanced search


હાલો, ગુજરાતી ફિલમ બનાવીએ!

ફોરેનમાં રહીને ફોરેનની ચકાચક ફિલમું જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને હોલિવૂડ સ્ટાઇલ ભૂલકાંવ! ઇન્ડિયામાં હિન્દી ફિલમું જોતાં જોતાં ક્યારેક ગુજરાતી ફિલમ જોઈને માથું દુઃખાડતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

શશિ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરાયા

વીતેલા જમાનાના જાણીતા અભિનેતા શશિ કપૂરને ફેફસાંમાં ઇન્ફેક્શનને કારણે સારવાર માટે મુંબઇની કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું હતું કે શશિ કપૂરને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. થોડાં વર્ષો અગાઉ શશિ કપૂર હૃદયરોગને કારણે બાયપાસ સર્જરી પણ કરાવી ચૂક્યા છે. ૭૬ વર્ષીય શશિ કપૂરને કફ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આવેલાં ભયાનક પૂર બાદ ત્યાંની પ્રજાને મદદ કરવા અને હિંમત પૂરી પાડવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત પોતાનાં પદને શોભે તેવી આત્મિયતા દાખવી છે. વડા પ્રધાને આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘મારી લોકોને પ્રાર્થના છે કે મારો જન્મદિન ઊજવવામાં ન આવે અને આપણે બધા સાથે મળીને તન-મન અને ધનથી આપણા જમ્મુ-કાશ્મીરનાં ભાઈઓ-બહેનોની મદદ કરવા આગળ આવીએ.’ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે જીવશે અને ભારત માટે જ મરશે, તેઓ ક્યારેય દેશનું અહિત નહિ ઇચ્છે.

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૫ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદ અને બેઠકોની ફાળવણી મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે. 

લંડનઃ ડોક્ટરોના વેતન પર અંકુશ લાદવા સરકાર ભલેને ગમે તેટલા પ્રયાસ કરે, પણ હકીકત એ છે કે દર દસમાંથી એક ફેમિલી ડોક્ટર વડા પ્રધાન ડેવિડ કેમરન કરતાં પણ વધુ કમાણી કરે છે. 

રાધનપુર પાલિકાને ભાજપે આંચકી લેતાં પાલિકા કોંગ્રેસમુક્ત થઈ છે. નગરપાલિકાની ગત ચૂંટણીમાં કુલ ૨૭માંથી ૨૧ બેઠક મેળવનારા કોંગ્રેસના ૧૯ સભ્યો બે તબક્કે ભાજપમાં જોડાઈ જતાં હવે ભાજપનું સંખ્યાબળ ૨૫ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે સભ્ય જ રહ્યા છે.લોકસભામાં કારમી પછડાટ પામેલા કોંગ્રેસ પક્ષ પાસે એકમાત્ર રાધનપુર નગરપાલિકા હતી.

લંડનઃ ટોરી પાર્ટીની યોજના અંતર્ગત આવતા પાંચ વર્ષમાં મધ્યમ કમાણી કરનારા આશરે ૮૦૦,૦૦૦ લોકો ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર આવી જશે. વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં મર્યાદા વધારીને ૫૦,૦૦૦ પાઉન્ડ હજારો લોકોને ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર લાવવામાં આવશે. આ લોકોમાં હજારો શિક્ષકો, સીનિયર નર્સીસ અને પોલીસ અધિકારીઓ સામેલ હશે. હાલ ૨૫ ટકા શિક્ષકો અને ત્રીજા ભાગના પોલીસ પણ લેવી તરીકે ગણાયેલો ઈન્કમ ટેક્સનો ઊંચો દર ચૂકવે છે. દર ૧૦માંથી એક નર્સ પણ ઊંચા ટેક્સ દરમાં સામેલ છે.