Advanced search


બ્રિટિશ સરકારે હીથ્રો એરપોર્ટ પર ત્રીજા રનવેના નિર્માણ માટેની સત્તાવાર બ્લૂપ્રિન્ટ જાહેર કરી આ પ્રોજેક્ટને દેશના આર્થિક વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાન્ડરે હીથ્રો એક્સપાનશન નેશનલ પોલિસી સ્ટેટમેન્ટ અંતર્ગત 10 સપ્તાહની પબ્લિક કન્સલ્ટેશન પ્રક્રિયાની શરૂઆત કરી છે.

યુકેથી લૉરીઓ મારફતે ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાં માઇગ્રન્ટ્સની હેરાફેરી કરવાના રેકેટમાં સંડોવણી કબૂલ્યા બાદ 25 વર્ષીય ભારતીય નાગરિક જસકિરત સિંહને દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. 

બ્રિટનમાં જીવનરક્ષક દવાઓની ભારે અછત વચ્ચે એક અગ્રણી ફાર્માસિસ્ટ દ્વારા દેશના લાખો દર્દીઓ માટે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. શહેરમાં બે ફાર્મસી ચલાવતા મો અલ્મોબારકીના જણાવ્યા અનુસાર હાલમાં બ્રિટનમાં એસ્પિરિન, હૃદયની બિમારીઓ અને બ્લડ પ્રેશર જેવી અત્યંત પ્રાથમિક અને રોજિંદી દવાઓ મેળવવી પણ ભારે પડકારજનક બની ગઈ છે.

પાકિસ્તાનની મુલાકાત લઈને પરત ફરેલા 20 વર્ષીય પાકિસ્તાની યુવકની તપાસ દરમિયાન તેની પાસેથી ઇસ્લામિક આતંકવાદી સામગ્રી મળી આવતા લંડનની અદાલતે તેને પ્રતિબંધિત સામગ્રી રાખવા અને અન્ય લોકો સાથે શેર કરવા બદલ દોષિત જાહેર કર્યો છે. 

યુવાન મુસ્લિમો અને કિશોરોને નિશાન બનાવીને મોટા પાયે ઓનલાઈન બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવનાર સોમાલી મૂળના 31 વર્ષીય બ્રિટિશ નાગરિક વાલીદ સઇદને અદાલતે 16 વર્ષની જેલની સજા ફટકારી છે. 

સાઉથોલમાં એક દુકાનની બહાર અન્ય ભારતીય નાગરિક ગુરભેજ સિંહની કરપીણ હત્યા કરવાના મામલે ભારતીય નાગરિક 20 વર્ષીય નવજોત સિંહ વિરુદ્ધ લંડનની કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

સેન્ટ્રલ લંડનની સોવિનિયર શોપ્સ પર ઇમિગ્રેશન અને આવકવેરા વિભાગના શ્રેણીબદ્ધ દરોડામાં 3 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. રોયલ ફેમિલી અને યુકે થીમ પર આધારિત ગિફ્ટનું વેચાણ કરતા વેસ્ટમિન્સ્ટરના 6 સ્ટોર્સ પર એચએમઆરસી અને હોમ ઓફિસના અધિકારીઓએ અચાનક દરોડા પાડ્યા હતા.

ભારતના ડૉ. બિમલ પટેલ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) ના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા છે. સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સીના સભ્ય દેશો દ્વારા ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ આગામી સપ્ટેમ્બર મહિનામાં ટ્રિબ્યુનલમાં પોતાનો કાર્યકાળ સંભાળશે. 

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે લેબર સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો માર્ગ મોકળો કરતાં 22 જૂનના સોમવારના રોજ સવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઘોષણા કરતી વખતે આંખમાં આંસુ સાથે ભાવુક બનેલા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં નવા નેતાની વરણી કરી દેવાશે.