Advanced search


એક અખબારી આર્ટિકલમાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે સ્વીકાર્યું છે કે કોરોના મહામારી અમલમાં મૂકાયેલી કટોકટીની આર્થિક સહાયે અર્થતંત્રની કુદરતી પ્રક્રિયાઓને અવરોધિત કરી હોઈ શકે છે. સરકાર દ્વારા વ્યવસાયોને સહાય આપવા માટે આશરે 140 બિલિયન પાઉન્ડનું બેલઆઉટ પેકેજ જાહેર કરાયુ ત્યારે રિશી સુનાક ચાન્સેલર હતા. 

રોયલ મેઈલ દ્વારા સેકન્ડ ક્લાસ લેટર્સ અને ગ્રીટિંગ કાર્ડ્સની ડિલિવરી વ્યવસ્થામાં મોટો અને કાયમી બદલાવ કરાયો છે. ઓફકોમની મંજૂરી બાદ અમલમાં આવેલા આ નવા નિયમો અંગે દેશભરના ઘરોમાં માહિતી પત્રિકાઓ મોકલવામાં આવી રહી છે.

 યુકે સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટેની વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ સમક્ષની તેની અંતિમ કાનૂની પ્રક્રિયા પણ નિષ્ફળ જતાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રત્યર્પણની કાર્યવાહીનો છેલ્લો કાનૂની અવરોધ હવે દૂર થઈ ગયો છે.

પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને એક નવો વિવાદ છેડ્યો છે. તેમના જણાવ્યા અનુસાર બ્રિટન દ્વારા ગુલામ બનાવાયેલા દેશોએ બ્રિટિશ શાસનકાળ દરમિયાન થયેલા રોકાણો અને વિકાસ કાર્યો બદલ યુકેને નાણાં પરત ચૂકવવા જોઈએ.

વૈશ્વિક સ્તરે પાસપોર્ટની તાકાત દર્શાવતો વાર્ષિક અહેવાલ ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2026માં ફરી એકવાર યુરોપિયન દેશોનો દબદબો જોવા મળ્યો છે. વિશ્વના સૌથી શક્તિશાળી ટોચના 10 પાસપોર્ટમાંથી 9 પાસપોર્ટ માત્ર યુરોપિયન દેશોના જ છે. યુકેનો પાસપોર્ટ ટોપ ટેનમાં આઠમા સ્થાને રહ્યો છે. 

વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુકે અને ફ્રાન્સના નેતૃત્વમાં શરૂ કરાયેલી પહેલમાં જોડાવા માટે ભારતને આમંત્રણ મળ્યું છે.

કોરોના મહામારી પછીના સમયગાળામાં બ્રિટનના નાગરિકોએ વિકસિત અને સમૃદ્ધ દેશોની સરખામણીએ પોતાની વ્યક્તિગત સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો સહન કરવો પડ્યો છે.

માન્ચેસ્ટરમાં પૂર્વ પ્રેમિકાની નકલી ટિન્ડર પ્રોફાઇલ બનાવીને તેના ઘરે અજાણ્યા પુરુષોને મોકલનાર 36 વર્ષીય અસદ હુસૈનને કોર્ટે 8 વર્ષની જેલની સજા ફટકારી છે. હુસૈને અજાણ્યા પુરુષોને એવી ખોટી માહિતી આપી હતી કે પીડિતા એક 'રેપ ફેન્ટસી'નો  અનુભવ કરવા માંગે છે. 

રોચડેલ ગ્રૂમિંગ ગેંગ સ્કેન્ડલનો રીંગ લીડર 73 વર્ષીય શાબિર એહમદ જેલમાંથી મુક્ત થયો છે પરંતુ ઇમિગ્રેશન એક્ટની એક જોગવાઇને કારણે તેને દેશનિકાલ કરી શકાશે નહીં. આ જોગવાઇ એમ કહે છે કે 1973 પહેલા યુકે આવેલા કોમનવેલ્થના કોઇપણ નાગરિકને દેશનિકાલમાંથી મુક્તિ અપાય છે.

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારને પગલે બ્રિટિશ ઉદ્યોગ જગતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 15 જુલાઈથી આ કરાર સત્તાવાર રીતે અમલમાં આવ્યા બાદ બંને દેશોનો આર્થિક વિકાસ વેગ પકડશે તેમ યુકે-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ગ્રુપના સીઇઓ કિશોર જયરામને જણાવ્યું છે.