Advanced search


સરકારે બાળકો અને કિશોરોમાં વેપિંગના વધતા ક્રેઝને ડામવા મોટો નિર્ણય લીધો છે. સરકાર વેપના રંગબેરંગી પેકેજિંગ, બાળકોને આકર્ષતી બ્રાન્ડિંગ અને ચોકલેટ, મિઠાઇ કે કોકટેલ આધારિત ફ્લેવર્સના નામો પર સંપુર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. 

પીટરબરો સિટી કાઉન્સિલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે હિન્દુ મંદિર ધરાવતા સંકુલને મુસ્લિમ એસોસિએશનને વેચવાનો અને ત્યાં મસ્જિદ તથા ઈસ્લામિક સેન્ટર બનાવવાનો કાઉન્સિલનો નિર્ણય ગેરકાયદેસર નથી. 

 ડેઇલી મેઇલ સામેના કાનૂની જંગમાં પ્રિન્સ હેરી સહિતના દાવેદારોને મોટો ફટકો પડ્યો છે. પ્રિન્સ હેરીની સાથે આ કરોડો પાઉન્ડના કાનૂની જંગમાં દિવંગત અશ્વેત કિશોર સ્ટીફન લોરેન્સના માતા ડોરીન લોરેન્સ, પ્રખ્યાત ગાયક એલ્ટન જોન અને તેમના પતિ ડેવિડ ફર્નિશ, અભિનેત્રીઓ એલિઝાબેથ હર્લી અને સેડી ફ્રોસ્ટ, તેમજ ભૂતપૂર્વ બ્રિટિશ મંત્રી સાઈમન હ્યુજીસ સામેલ હતા.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ 2025 દરમિયાન જન્મેલા બાળકોના સૌથી લોકપ્રિય નામોની યાદી જાહેર કરવામાં આવી છે. આ નવીનતમ આંકડાઓ અનુસાર, ઓલિવિયાએ સતત દસમા વર્ષે કન્યાઓના નામોમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. 

હોમ સેક્રેટરી શબાના માહમૂદે સંકેત આપ્યો છે કે બ્રિટનમાં કાયમી વસવાટ મેળવવો વધુ મુશ્કેલ બનાવતા કડક કાયદાઓમાંથી કેટલાક માઇગ્રન્ટસને મુક્તિ આપી ખાસ રાહત આપવામાં આવી શકે છે. તેમણે ચોક્કસ જૂથો માટે અસ્થાયી વ્યવસ્થાઓની સંભાવના વ્યક્ત કરી છે જે અંતર્ગત જીવનસાથી અને વયોવૃદ્ધ વ્યક્તિઓને કડક નિયમોમાં છૂટછાટ અપાશે.

કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ગત શુક્રવારે બપોરે હાઇગ્રોવ ખાતે ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ તેમજ તેમના બાળકોની યજમાની કરી હતી. કિંગ ચાર્લ્સ ચાર વર્ષમાં પ્રથમ વખત તેમના પૌત્ર પ્રિન્સ આર્ચી અને પૌત્રી પ્રિન્સેસ લિલીબેટને મળ્યા હતા.

મોરિસન્સ કંપની દ્વારા આશરે 100 કન્વીનિયન્સ સ્ટોર્સ બંધ કરવાની યોજનાના કારણે યુકેભરમાં ડઝનબંધ પોસ્ટ ઓફિસ શાખાઓ ચાલુ વર્ષના અંત સુધીમાં બંધ થવા જઈ રહી છે. આગામી ઓક્ટોબર મહિનાની શરૂઆત સુધીમાં કુલ 52 પોસ્ટ ઓફિસ બ્રાન્ચ કાયમ માટે બંધ થઈ જશે.

પૂર્વ કન્ઝર્વેટિવ મંત્રી 78 વર્ષીય એન વિડકોમ્બની હત્યાનું કોકડું ગૂંચવાયું છે. આ રાજકીય હત્યા છે કે આતંકવાદી કૃત્ય તે અંગેની તપાસ હવે કાઉન્ટર ટેરરિઝમ સ્ક્વોડને સોંપાઇ છે. 

લેસ્ટરને ચ્યુઇંગ ગમની સમસ્યાથી મુક્ત કરવા અને સમગ્ર વિસ્તારને વધુ સ્વચ્છ, હરિયાળો અને સુરક્ષિત બનાવવા મેયર સર પીટર સોલ્સબીએ 11 મિલિયન પાઉન્ડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. .

યુકેમાં મે અને જૂન મહિના દરમિયાન પડેલી અસાધારણ ગરમીના કારણે 2700થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા નિષ્ણાતોના અંદાજમાં વ્યક્ત કરવામાં આવી છે. ઇમ્પિરિયલ કોલેજ લંડન, મેટ ઓફિસ અને લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકોની ટીમ દ્વારા તૈયાર કરાયેલો આ આંકડો અતિશય ગરમીના કારણે સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોના અભ્યાસ પર આધારિત છે.