Advanced search


ગોગલ્સઃ ચહેરાનું ગ્લેમર, આંખો

સ્ત્રીઓની સુંદર અને આકર્ષક આંખોના કામણથી કોણ બચી શક્યું છે? પરંતુ આંખોના આ સૌંદર્યને સદાબહાર જાળવી રાખવા તેનું યોગ્ય જતન પણ એટલું જ જરૂરી છે, અને આ માટે ગોગલ્સ બહુ ઉપયોગી છે. મોટા ભાગના લોકો ફેશન અને ગ્લેમરને ખાતર ગ્લાસીસ પહેરતાં હોય છે, પરંતુ પ્રદૂષણ અને ગરમીમાં તીવ્ર વધારો થઇ રહ્યો હોવાથી હવે આંખોની સુરક્ષા માટે ગોગલ્સ કે ડાર્ક ગ્લાસીસ પહેરવાનું પ્રચલન ખૂબ વધ્યું છે. આવાં ગોગલ્સ પહેરવાથી વ્યક્તિ આકર્ષક લાગે તેમાં તો કોઈ જ શંકા નથી, પરંતુ તેના બીજા પણ અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે આવાં ચશ્મા સૂર્યનાં કિરણોની ચમક, તીવ્રતા અને ગરમીથી આંખોને બચાવી ઠંડક આપે છે.

ફેટી લિવરઃ ખરાબ લાઇફસ્ટાઇલની

લિવર શરીરમાં એક એવું અંગ છે જે ખોરાકને પચાવવા, ઝેરી તત્વો દૂર કરવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ફક્ત દારૂથી જ લિવરને નુકસાન થાય છે. જોકે, ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા તાજેતરના વૈશ્વિક અભ્યાસ મુજબ, 2023માં વિશ્વભરમાં આશરે 1.3 બિલિયન લોકો નોન-આલ્કોહોલિક મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોટિક લીવર ડિસીઝથી પ્રભાવિત હતા અને આ સંખ્યા 2050 સુધીમાં 1.8 બિલયન સુધી પહોંચી શકે છે. ભારતમાં, ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ - સાઉથ એશિયા’માં પ્રકાશિત અભ્યાસ મુજબ, દેશના લગભગ 38થી 40 ટકા પુખ્ત વયના લોકો ફેટી લિવરથી પીડાય છે. ખરાબ જીવનશૈલીની આડપેદાશ ગણાતી ફેટી લિવરની આ સમસ્યા હવે લિવર ટ્રાન્સપ્લાન્ટેશનનું મુખ્ય કારણ બની રહ્યું છે. સાથે સાથે જ હૃદય રોગથી મૃત્યુનું જોખમ પણ વધારે છે.

ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લ

શહેરના પરેશભાઈ ચણિયારાએ પોતાની સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીથી એક એવી મિની કાર તૈયાર કરી છે, જે હવે ચર્ચાનો વિષય બની છે. આ કારની ખાસિયત એ છે કે તે સૌરઊર્જાથી ચાલે છે. સતત વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે આ કાર સામાન્ય લોકો માટે ભવિષ્યમાં સસ્તો અને પર્યાવરણને અનુરૂપ વિકલ્પ બની શકે છે. આ અનોખી કાર તૈયાર કરવા અંદાજે રૂ. 2 લાખનો ખર્ચ થયો છે.

મેઘરાજાને રિઝવવા ગિરનારની  36 ક

જૂનાગઢના ગિરનાર પર્વત પર 75 વર્ષથી અવિરત ચાલતી દૂધધારા પરિક્રમાનો જેઠ વદ અગિયારસના દિવસે વિધિવત્ યોજાઈ હતી. એક દિવસ માટે યોજાતી 36 કિ.મી.ની આ દૂધધારા પરિક્રમા દરમિયાન 100 લિટરથી વધુ દૂધ દ્વારા અભિષેક કરાયો હતો. ગિરનાર જંગલ વિસ્તાર અભયારણ્ય હોવાથી વનવિભાગના
નિયમો અનુસાર આ પરિક્રમા મર્યાદિત સંખ્યામાં અને ચુસ્ત સુરક્ષા વચ્ચે પગપાળા પૂર્ણ કરાય છે. શ્રદ્ધાળુઓમાં દૃઢ માન્યતા છે કે આ પરિક્રમાથી ગિરનારમાં મેઘરાજા મન મૂકીને વરસે છે.

ડો. પી.જે. મહેતા: હિન્દ સ્વરાજથ

આશ્રમ માર્ગ પર એક ઐતિહાસિક શિક્ષણ સંસ્થાન છે ગૂજરાત વિદ્યાપીઠ. તેના લીલાછમ પરિસરમાં એક સ્થાનનું નામ છે ડો. પ્રાણજીવનદાસ મહેતા ભવન. અહીં સભાઓ થાય છે, કાર્યક્રમો યોજાય છે, રોજ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ચરખો કાંતે છે, ગાંધીજીને પ્રિય ભજનો અને પ્રાર્થનાના સ્વર ગુંજે છે.

ભારતના મહાકાવ્યોની કલ્પના પર રચાયેલી ‘ધ એજ ઓફ ભારત’ ગેમ

ગેમિંગની વાત આવે ત્યારે ભારત મોટી રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા ધરાવતો દેશ છે અને તેમાં તારા ગેમિંગ બહુ મોટું નામ છે, જે ‘એજ ઓફ ભારત -The Age of Bhaarat’ ટ્રિપલ-એ ગેમના વિકાસ સાથે ‘બ્લેક મિથઃ વુકોંગ ઓફ ઈન્ડિયાનું સર્જન કરવાનું લક્ષ્ય ધરાવે છે. મોબાઈલ ગેમ્સમાં વધુ રસ ધરાવતા ભારત માટે આ નવી બાબત છે કારણકે તારા ગેમિંગ PC અને કોન્સોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે. આ માટે તારા ગેમિંગે 160થી વધુના સ્ટાફને કામે લગાવ્યો છે. તારા ગેમિંગના એક્ઝિક્યુટિવ ચેરમેન નિકોલસ ગ્રેનાટિનોએ જણાવ્યું હતું કે એજ ઓફ ભારતનો આલ્ફા ટેસ્ટ ઉનાળાના અંતે રીલિઝ કરાશે

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ દ્વારા હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડે ઉજવાયો

ધ એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા રવિવાર 5 જુલાઈ, 2026ના રોજ કેન્ટનમાં હેરો મેસોનિક સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઈંગ અવેરનેસ ડેની યજમાની કરવામાં આવી હતી. આરોગ્ય, સ્વાસ્થ્ય, કેન્સર જાગૃતિ અને કોમ્યુનિટી સપોર્ટને સમર્પિત દિવસના આ ઈવેન્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી સંસ્થાઓ, સ્થાનિક બિઝનેસીસ, વોલન્ટીઅર્સ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષદભાઈ કોઠારી FCCAના નેતૃત્વ હેઠળ ઈસ્ટ આફ્રિકન એશિયન (EAA) દ્વારા સોમવાર 13 જુલાઈ 2026ના રોજ સ્કાયલાઈન, ટાવર સ્યૂટ્સ ખાતે ટોપિકલ પ્રોફેશનલ સેમિનાર અને પેનલચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં ‘શાંતિ-નાઉ એન્ડ આફ્ટર 2026’ પુસ્તકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સેમિનાર અને બુક લોન્ચિંગ વિશેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહના અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.