કિન્નરી પટેલઃ ઉમદા હૃદય, હિંમત અને હેતુ સાથેની યાત્રા 04/08/2026 8:29 am Achyut Sanghavi કિન્નરીની સ્ટોરી માત્ર બિઝનેસની સફળતા કે એવોર્ડ્સ હાંસલ કરવાની કથા નથી. તેમની કથા હિંમત, બલિદાન, મક્કમતા તેમજ સારા ભવિષ્યની આસ્થામાં ઉદ્ભવતી શાંત તાકાતની કહાણી છે. ત્રણ વર્ષની વયે યુનાઈટેડ કિંગ્ડમમાં આવી પહોંચેલી નાનકડી બાળાને તેના જીવનમાં શું આવશે તેની જાણ પણ ક્યાંથી હોય? અન્ય લોકોની માફક સંઘર્ષ તેમના જીવનનો સતત હિસ્સો બની રહ્યો હતો. તેમના માતાપિતા કિન્નરી અને તેના ભાઈબહેનાના સારાં ભવિષ્ય માટે અથાક મહેનત કરતા હતા. તેઓ જે કાંઈ આપી શકે તે તમામ તેમણે આપ્યું અને હવે તેના પેરન્ટ્સ શાંતિપૂર્વક નિવૃત્તિમાં રાચે છે
રામમંદિર દાનચોરીના મુદ્દે વિપક્ષનું નુક્કડ નાટકઃ સંતસમાજ આકરાં પાણીએ 05/08/2026 8:40 am Vikram Nayak સંસદમાં શુક્રવારે વિપક્ષે અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીનો મુદ્દો નુક્કડ નાટક સાથે ઉઠાવ્યો. આ નાટકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો. તેમણે પ્રતીકાત્મક રૂપે દાનપેટીમાં પૈસા નાખ્યા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજવાદી પાર્ટીના અનેક સાંસદો જોવા મળ્યા. આ નાટકને જોવા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આવ્યાં હતાં.
પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ શાંતિ રેલીમાં આત્મઘાતી હુમલો, 14નાં મોત 05/08/2026 8:52 am Vikram Nayak પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના સ્વાત જિલ્લામાં રવિવારે એક પોલીસ સ્ટેશનની બહાર આત્મઘાતી વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયાં, જ્યારે 22 લોકો ઘાયલ થયા.
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત, 30 વર્ષથી બેઠક અડીખમ 05/08/2026 8:08 am Vikram Nayak માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ 3 ઓગસ્ટે જાહેર થયું હતું. 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર 37.05 ટકા મતદાન નોંધાયા બાદ કુલ 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે 30,499 મતની લીડ સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને કુલ 24,585 મત મળ્યા હતા. આ જીત સાથે ભાજપે માંજલપુર બેઠક પર પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે.
વેસ્ટમાંથી બેસ્ટઃ 300 વર્ષ જૂના જહાજમાંથી તૈયાર કરાયો ડ્રેસ! 05/08/2026 7:58 am Nilesh Parmar સમુદ્રમાં ડૂબેલા એક 300 વર્ષ જૂના જહાજના અવશેષોએ હવે ફેશનની દુનિયામાં નવી ઓળખ બનાવી છે. ફિનલેન્ડના સંશોધકો અને ડિઝાઈનરોએ 17મી સદીના એક જહાજના લાકડામાંથી એવો અનોખો ડ્રેસ તૈયાર કર્યો છે. જેણે ઇતિહાસ, વિજ્ઞાન અને સસ્ટેનેબલ (ટકાઉ) ફેશનને એકસાથે જોડી દીધા છે. આ જહાજ સાત વર્ષ પહેલાં ફિનલેન્ડના ઓહલુ શહેરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું. હોટેલના પાર્કિંગની નીચે મળેલા 17મી સદીના આ માલવાહક જહાજને પાછળથી ‘હાહિતપેરા’ નામ આપવામાં આવ્યું હતું.
લેન્ડ ગ્રેબિંગ કેસમાં અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ 05/08/2026 8:15 am Vikram Nayak જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં આવેલ સહજાનંદ નિર્વાણા નામના પ્લોટિંગ પ્રોજેક્ટમાં ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાના કેસમાં કામરેજ પોલીસે અમદાવાદના બિલ્ડર એવા પતંગ હોટેલના માલિક ઉમંગભાઈ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી.
લાખેણી વ્હિસ્કી 05/08/2026 7:57 am Nilesh Parmar ઉત્તર પ્રદેશના ગુરુગ્રામમાં આવેલી જી-ટાઉન વાઈન શોપમાં વ્હિસ્કીની એક બોટલનું આગમન અખબારોના પાને ચમકી ગયું છે. વાત એમ છે કે સ્કોટલેન્ડથી ખાસ આયાત કરાયેલી આ દુર્લભ વ્હિસ્કીની વિશ્વમાં માત્ર 125 બોટલો ઉપલબ્ધ છે, જેમાંથી એક બોટલ ભારતમાં આવી છે. અને 50 વર્ષ જૂની આ ‘ધ બાલવેની’ સિંગલ માલ્ટ સ્કોચ વ્હિસ્કીની કિંમત છે પૂરા 75 લાખ રૂપિયા.