થાક, શુષ્ક ત્વચા... પ્રોટીનની ઉણપના 4 સંકેત 05/08/2026 6:04 am Nilesh Parmar શું તમને ભોજન પછી થાક લાગે છે. અથવા તમારા વાળ અને નખ નબળા થઈ રહ્યાા છે? આ લક્ષણો પ્રોટીનની ઉણપને કારણે હોઈ શકે છે. પ્રોટીન મેટાબોલિઝમ, હોર્મોન સંતુલન, ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) અને સ્વસ્થ ત્વચામાં મદદ કરે છે. સેન્ટારા મેડિકલ ગ્રૂપના ફિઝિશિયન ડો. ગ્લેન જોન્સના મતે, જ્યારે ખોરાકમાં પ્રોટીન ઓછું હોય છે ત્યારે શરીર તેની પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્નાયુઓ તોડી નાખે છે. આ ધીમે ધીમે ઊર્જા, શક્તિ અને એકંદર સ્વાસ્થ્યને અસર કરે છે.
યુકેના 21 બંદર હસ્તગત કરવા અદાણી પોર્ટ્સની કવાયત 04/08/2026 1:08 pm Arnold Christie ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ યુકેમાં મોટું અધિગ્રહણ કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બ્રિટનની સૌથી મોટી પોર્ટ ઓપરેટર એસોસિએટેડ બ્રિટિશ પોર્ટ્સ ખરીદવા બોલી લગાવવાની વિચારણા કરી રહી છે.
અમેરિકામાં સ્ટડી પછી નોકરી માટે ટ્રમ્પ એક લાખ ડોલરની ફી વસૂલશે 05/08/2026 9:44 am Vikram Nayak ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી નાગરિકોને અમેરિકાના વિઝા ન મળે તે માટે હરસંભવ કોશિશ કરે છે. વિદેશી વિદ્યાર્થીઓ પણ સ્ટડી કરવા ઓછા આવે કે આવે તો પાર્ટટાઈમ કે ફુલટાઈમ નોકરી ન કરે એ માટેના પ્રયાસો સતત ટ્રમ્પની સરકાર કરતી રહે છે. એવી જ એક નવી પેરવી ટ્રમ્પે શરૂ કરી છે.
જેન-ઝી આંદોલન બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી 05/08/2026 9:47 am Vikram Nayak દિલ્હીના જંતરમંતર પર થયેલા જેન-ઝીના આંદોલન બાદ હાલ ભાજપ બેકફૂટ પર છે. આ આંદોલન બાદ ગુજરાતમાં યોજાયેલી પહેલી ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને આંચકો સહન કરવાનું આવ્યું છે.
આપણા મંદિરોઃ એક વૈજ્ઞાનિક સત્ય 04/08/2026 9:20 am Nilesh Parmar અમારા દેશમાં થોડા દિવસ પહેલાં એક બહુ જ નજીકના મિત્રની દીકરીને શુભ પ્રસંગમાં મળવાનું થયું. સલોની રાવ સ્પેનમાં રહે છે. અવારનવાર ફોનમાં પણ વાતચીત થતી હોય. એક વાર મારો અવાજ બહુ જ ઢીલો હતો. મને પૂછે છેઃ કારણ? મેં કહ્યું કે એકલવાયું લાગે છે અને કોઈપણ પ્રવૃત્તિમાં રસ નથી. મારા કરતાં કદાચ 25 વર્ષની દીકરી મને શિખામણ આપી માર્ગદર્શક બની રહી. મને કહે કે તમારે મંદિરમાં જવું. સ્પેનમાં જ્યાં પોતે રહે છે નાના ગામમાં ત્યાં બાજુના ગામમાં મંદિર છે તો મને કહે છે અમે દર રવિવારે અથવા પ્રસંગે મંદિરે જઈએ. ત્યાંથી જાણે અમને ચેતનાનો અનુભવ થાય છે - અને બધાને મળીને આનંદ આવે. મંદિરમાં સકારાત્મક ઊર્જા હોય જ છે.
ગૂગલ મેપથી ખૂલ્યું 39 કરોડ વર્ષ જૂની ઘટનાનું રહસ્ય 05/08/2026 7:52 am Nilesh Parmar ગૂગલ મેપના કારણે કેનેડામાં 39 કરોડ વર્ષ પહેલાંની એક ઘટનાનું રહસ્ય ખૂલ્યું છે. વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન કરતાં એક કેનેડિયનને ગૂગલમાં સર્ચ કરતાં એક ખાડો દેખાયો. તેનો આકાર - કદ કંઇક અલગ જણાયા. તેને વધુ જાણવાની જિજ્ઞાસા થઇ, અને પછી જે જાણવા મળ્યું તે બહુ રસપ્રદ હતું. જાત તપાસ કર્યા પછી જોએલ લાપોઇન્ટે નામના આ કેનેડિયને સાયન્ટિસ્ટને જાણ કરી અને એમાંથી કરોડો વર્ષપૂર્વે બની ગયેલી ઘટના પરથી પડદો ઉઠયો હતો. હવે આ આખી ઘટના ગ્લોબલ કોન્ફરન્સમાં રજૂ થવા જઈ રહી છે.
સંસ્થા સમાચાર (અંક 08 ઓગસ્ટ 2026) 05/08/2026 7:46 am Nilesh Parmar બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
યુગાન્ડાના વિપક્ષી નેતા બેસિગ્યે હોસ્પિટલમાં દાખલ 04/08/2026 8:14 am Achyut Sanghavi દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા યુગાન્ડાના 70 વર્ષીય વિપક્ષી નેતા કિઝા બેસિગ્યે 29 જુલાઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેભાન થઈ ગયા પછી તેમને કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવા પડ્યા હતા. કિઝા બેસિગ્યેને 2024ના નવેમ્બરથી જેલમાં રખાયા છે. તાજેતરમાં જ કોર્ટે તેમની સામે કાનૂની કાર્યવાહી ચલાવવાનો ચુકાદો આપ્યો હતો. બેસિગ્યેના પત્ની વિન્ની બ્યાનયિમાએ સરકારી નહોસ્પિટલમાં અવિશ્વાસ જાહેર કરી તેમના પતિને અંગત ફીઝિશિયન દ્વારા સારી સારવાર થઈ શકે તે માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માગણી કરી છે. જોકે, કોર્ટે બેસિગ્યેને અન્યત્ર ખસેડવા પરવાનગી આપી નથી.
સોશિયલ કેર માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા બર્નહામની કવાયત 04/08/2026 12:48 pm Arnold Christie વડા પ્રધાન બર્નહામ વૃદ્ધો માટે મફત સોશિયલ કેર સેવાઓનું ભંડોળ પૂરું પાડવા માટે 10 ટકા ડેથ ટેક્સ લાદવા વિચારણા કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ ક્ષેત્રમાં તાત્કાલિક સુધારા કરવામાં નહીં આવે તો નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) પરનું દબાણ અસહ્ય બની જશે અને સિસ્ટમ પડી ભાંગશે.