14-15ઓગસ્ટ, 1947ની રાત્રિ: ગુલામીની બેડીમાંથી આઝાદ થતાં ભારતની પ્રથમ સવાર કેવી હતી? 08/08/2026 9:27 am Nilesh Parmar દેશ-વિદેશમાં વસતાં ભારતીય સમુદાયમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઉમંગ-ઉલ્લાસ છવાયો છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં - મુક્ત લોકતંત્રમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અઢીસો વર્ષની ગુલામી બાદ આપણને મહામૂલી આઝાદી મળી છે. ત્યારે આજથી 80 વર્ષ પહેલાં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાથી લઇને સ્વતંત્રતા દિવસની પરોઢ સુધીનાં માહોલ પર પણ એક નજર કરવા જેવી છે.
વિકસિત ભારત 2047ઃ વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ 12/08/2026 7:39 am Achyut Sanghavi ભારત સરકારે પોતાના માટે અને સમગ્ર દેશ માટે ભારતને 2047સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સરાહનીય લક્ષ્ય સ્થાપિત કર્યું છે. આ વર્ષ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું એકસોમું વર્ષ બની રહેશે. સામાન્ય સમજ એવી છે કે ‘વિકસિત ભારત’ એટલે કે વિકાસ પામેલો દેશ. આમ છતાં, વાસ્તવમાં તેનો અર્થ શું હોઈ શકે તેને જાહેર નીતિ દ્વારા સમજાવાય તે આવશ્યક બની રહે છે. આ લેખ આવી સમજ આપવાનો પ્રયાસ છે.
હવે યુએસમાં જન્મ લેનારા વિદેશીઓના સંતાનોને નાગરિકતા નહીં 12/08/2026 6:33 am Nilesh Parmar રાષ્ટ્રપતિ ટ્રમ્પે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોથી હવે વિદેશીના અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને યુએસ સિટિઝનશિપ નહીં મળે. સાથે સાથે જ માત્ર સંતાનોને યુએસ સિટિઝન બનાવવા બર્થ ટુરિઝમ પર આવતા વિદેશી પર નિયંત્રણ મૂકાશે.
સાઉથહોલ શ્રાવણ માસ પૂર્વે શિવમય બન્યુંઃ ગીરીબાપુની શિવકથામાં ભક્તો ઉમટ્યા 12/08/2026 6:51 am Nilesh Parmar સાઉથહોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય ગીરીબાપુના વ્યાસાસને નવ દિવસીય ભવ્ય શિવકથાનું સફળતાપૂર્વક અને દિવ્ય આયોજન કરાયું હતું. વિદેશની ધરતી પર પહેલી વખત આટલા મોટા પાયે યોજાયેલી શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને કથામૃતનો લાભ લીધો હતો.