Advanced search


ભચાઉ લાઈન પર 130 કિ.મી.ની ઝડપે ટ્ર...

ગાંધીધામ ચાર રેલવે લાઈન પ્રોજેક્ટ અંતર્ગત સામખિયાળી-ભચાઉ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવેલાઇનનું રેલ સંરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસે નિરીક્ષણ કર્યું હતું. જેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે 130 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રહ્યો હતો.

વરસાદના 10 દિવસ બાદ પણ રાધનપુર જ...

રાધનપુરમાં 10 દિવસ પહેલાં 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ થંભી ગયાને આશરે 10-10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં શહેરના સર્વિસ રોડ પરથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.

ડ્યૂટી બચાવવા પાકિસ્તાનની ખા

પોર્ટ પર આયાત થયેલાં ખારેકનાં 14 કન્ટેનરમાં મિસ-ડિક્લેરેશનનો પર્દાફાશ થયો છે. DRIના અધિકારીઓએ કન્ટેનર અટકાવી તપાસ હાથ કરતાં રૂ.3.50 કરોડની 364 ટન ખારેકનો જથ્થો જપ્ત કર્યો છે.

હર ઘર તિરંગાઃ ગાંધીનગર તિરંગા

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરમાં તિરંગાયાત્રા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મંત્રી-મેયર સહિતના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયાં હતાં. ભારત માતાના જયઘોષ અને હજારો તિરંગા એકસાથે લહેરાતાં ગાંધીનગર તિરંગામય બન્યું હતું.

gujarat

gujarat

આજ મૈં ઉપર... આસમાં નીચે...

ચેલ્ટનહામનાં રહેવાસી એવાં 97 વર્ષનાં દાદીમા બેટ્ટી બ્રોમેજે સૌથી મોટી વયે વિંગ વોક કરીને પોતાના નામે અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અને હા, તેમણે પહેલી વખત વિંગ કર્યું છે એવું નથી, છેલ્લા એક દાયકામાં છઠ્ઠી વખત વિંગ વોક કર્યુ છે અને ગત વર્ષે ઓગસ્ટમાં સ્ટ્રોકથી પીડિત થવા છતાં પોતાનો જ રેકોર્ડ તોડયો છે.

ઇંગ્લેન્ડનો 75 ટકા હિસ્સો દુકાળના સકંજામાં, વધુ હીટવેવની ચેતવણી

ઓછા વરસાદ અને ઊંચા તાપમાનના પરિણામે ઇંગ્લેન્ડનો 71.3 ટકા હિસ્સો હવે દુકાળની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર ઓગસ્ટની શુષ્ક શરૂઆત દેશના ઇતિહાસમાં સૌથી સૂકા જુલાઈ મહિના પછી આવી છે.

આશરે 50 વર્ષ પહેલાં ગૂમ થયેલી સર્જિત કૌરને શોધવા મદદની અપીલ

વર્ષ 1976માં વેકેશન માણવા ગયેલા બર્મિંગહામના સર્જિત કૌર અંગે કોઈપણ પ્રકારની માહિતી આપવા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે વિનંતી કરી છે. સર્જિત કૌર માન છેલ્લે સપ્ટેમ્બર 1976માં જોવા મળ્યા હતા ત્યારે તેમની ઉંમર 20 વર્ષ હતી.

વિઝા નિયમો વધુ સખત કરવામાં આવ્યા હોવા છતાં મિની-માર્ટ, વેપ શોપ્સ અને કાર વોશ સહિતના 1900થી વધુ નાના વ્યવસાયો હજુ પણ વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવા માટે લાયસન્સ ધરાવે છે.

નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં સુંદર કાટવાલાની નિમણુંક

ભારતીય મૂળના લેખક સુંદર કાટવાલાની યુકેમાં ચેરિટી અને સામુદાયિક જૂથોને ગ્રાન્ટ આપતી અગ્રણી સંસ્થા નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડના બોર્ડમાં નિમણૂક કરવામાં આવી છે. 52 વર્ષીય કાટવાલાએ આ સપ્તાહે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે.