Advanced search


GD_9

GD_9

Amitabh Bachchan

Amitabh Bachchan

પશ્ચિમ કચ્છમાં નર્મદાનાં નીર...

ભૂજઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પશ્ચિમ કચ્છના લોકોની તરસ છીપાવવા માટે રૂ. ૨૦૩.૪૭ કરોડની પીવાના પાણીની યોજના લખપતના દયાપર ખાતે ૧૮ એપ્રિલે સમર્પિત કરી હતી. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની મહત્ત્વની યોજનાઓ પૂર્ણ થતાં હવે પશ્ચિમ કચ્છના અંતરિયાળ ગામો સુધી નર્મદાના પાણી પહોંચશે.

મુખ્ય પ્રધાને આ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ લખપત તાલુકા કડવા પાટીદારના રજત જયંતી પ્રસંગે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં કર્યું હતું. આનંદીબેન પટેલે નાની હમીરપર પમ્પિંગ સ્ટેશનથી શાત્રોક્ત વિધિ દ્વારા નર્મદામૈયાનું અવતરણ કરાવ્યું ત્યારે રોમાંચની લહેર દોડી ગઇ હતી. તેમણે કચ્છનું ભૂતળ ઊંચું હોવાથી ગ્રેવિટીથી પાણી ન આપી શકયાનું દુ:ખ વ્યક્ત કરવા સાથે ટેકનોલોજીની દેનના ઉપયોગથી અંતે કચ્છનું સપનું સાકર કરી શકવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

Rajinikanth

Rajinikanth

Trisha

Trisha

રસોડાને ઇકો ફ્રેન્ડલી બનાવો...

હવે સ્વાસ્થ્યની કાળજી રાખવા સાથે ફિટ રહેવા માટે સામાન્ય રીતે લોકો રોજબરોજની ખાદ્ય ચીજોમાં ભારે તકેદારી રાખતાં થયાં છે. ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહેલા લોકો પોતાનું રસોડું ઇકો ફ્રેન્ડલી હોય તેવો આગ્રહ રાખતા થયા છે. આ ઇકો ફ્રેન્ડલી - ગ્રીન કિચન બનાવવું જોકે ઘણું આસાન છે. આપણા ઘરમાં સામાન્ય રીતે એવી કેટલીયે ચીજો વાપરીએ છીએ જે પર્યાવરણને નુકસાન કરે છે અને એમાં કિચન તો મોખરે જ હોય છે. કિચનમાં જાણે અજાણે વપરાતી ચીજો ઇકો ફ્રેન્ડલીના કન્સેપ્ટથી વિપરીત હોય છે. જો અહીં થોડું ધ્યાન રખાય તો કિચન મારફતે પર્યાવરણને થતું નુકસાન ટાળી શકાય છે. જોઈએ કઈ રીતે આ શક્ય બની શકે.