Advanced search


લંડનઃ બ્રિટનના સૌથી કુખ્યાત અને કટ્ટરવાદી ધર્મ ઉપદેશકોમાંના એક અંજેમ ચૌધરીને બ્રિટનની શેરીઓમાં ઈસ્લામના ઉપદેશો આપવાની કોર્ટે પરવાનગી છે.

નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં ખાતાં હોવાની કબૂલાત કરી લીધી છે.

મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

I started reading about M K Gandhi in late 60’s and continued reading more and more about him in various volumes of collected works of Gandhi. One can then appreciate the amount of good work done by this individual that earned him the title of Mahatma. I am all for a statue of Mahatma Gandhi installed at Parliament Square, which should have been rightful place for many years. I would also urge everyone not just to look at statue but to adopt his teachings into our lives.

નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. આ ઉપરાંત તેમણે ટેક્નોલોજી સાથે સંકળાયેલાં લોકોને મદદ કરવાની પણ તૈયારી બતાવી છે.

લંડનઃ યુકેમાં ૨૦૧૪ના વર્ષમાં છોકરાના નામમાં મોહમ્મદ અને છોકરીઓના નામમાં સોફિયા સૌથી વધુ લોકપ્રિય હોવાનું વેબસાઈટ બેબીસેન્ટરે જણાવ્યું છે. શાહી પરિવારના નામની પસંદગી કરવાનું ઘટ્યું છે, જ્યારે અરેબિક અને ૧૯૭૦ના દાયકાના નામો લોકપ્રિય થઈ રહ્યાં છે.

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની સરહદે વેચે છે. પકડાયેલા લોકો પાસેથી હેરોઇનના ૨૧ પેકેટ, ત્રણ પાકિસ્તાની સીમ કાર્ડ, છ મોબાઇલ ફોન અને રૂ. ૧.૧૦ લાખ કબ્જે કરાયા હતા.

લંડનઃ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો દ્વારા રાજકીય પક્ષોને ૨૦૦૧થી કુલ ૩૯ મિલિયન પાઉન્ડનું દાન અપાયું છે. આ આંકડો ઉમરાવપદ વેચાતું લઈ શકાતું હોવાની શંકાને સમર્થન આપે છે. જોકે, ત્રણે મુખ્ય રાજકીય પક્ષો અને લોર્ડ્સ પણ દાન અને લોર્ડ્સમાં બેઠક વચ્ચે કોઈ સંબંધ હોવાનું નકારે છે.

પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની સરહદે વેચે છે. પકડાયેલા લોકો પાસેથી હેરોઇનના ૨૧ પેકેટ, ત્રણ પાકિસ્તાની સીમ કાર્ડ, છ મોબાઇલ ફોન અને રૂ. ૧.૧૦ લાખ કબ્જે કરાયા હતા.