Advanced search


નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ શરદ પવારને આ અંગે જાણ કરી હતી અને તેમની મંજુરી બાદ જ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી.

અનુપ જલોટાનાં પત્નીનું અમેરિકામાં અવસાન

દેશવિદેશમાં ‘ભજન સમ્રાટ’ તરીકે જાણીતા અનુપ જલોટાનાં પત્ની મેધા (૫૯)નું સોમવારે અમેરિકામાં હૃદય તથા કિડનીના ટ્રાન્સપ્લાન્ટ પછી લીવર ફેલ થવાથી અવસાન થયું હતું.

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હ્યુજીસના ઘરઆંગણે એડિલેડ પર નવ ડિસેમ્બરે મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે.

નવી દિલ્હીઃ મુંબઈ નજીકના કલ્યાણના ચાર યુવકો કે જેઓ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS)માં જોડાયા હતા તેઓ હવે ભારત પરત ફરવા ઇચ્છે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એક યુવકના પિતાએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નો સંપર્ક કરી તુર્કીથી તેમના પુત્રને પરત લાવવા સહાય માગી હતી.

અમદાવાદઃ પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને ભારતીય નાગરિત્વ મેળવવા માટે વહીવટી પ્રક્રિયાના નામે લાંબો વિલંબ સહન કરવો પડે છે. ભારતીય નાગરિકત્વ મેળવવા માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કર્યા બાદ પાકિસ્તાની હિન્દુઓને માત્ર દિવસો ગણવાના હોય છે. આ લોકોને અરજી કર્યા બાદ ક્યારે તેમને ભારતીય નાગરિત્વ મળશે તેની રાહ જોવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરનારા મોટાભાગના કિસ્સામાં આ હિન્દુઓને ભારતીય નાગરિકત્વ મેળવવામાં એક દાયકા જેટલો લાંબો સમય રાહ જોવી પડે છે. અત્યારે અમદાવાદ જિલ્લા કલેકટરમાં ૧૫૦૦થી વધુ આવી અરજીઓ પેન્ડિંગ છે. છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદમાં અરજી કરી હોય તે પૈકીના માત્ર ૫૦ જેટલા લોકોને ભારતીય નાગરિત્વ મળ્યું છે જ્યારે હજુ હજારો લોકો માત્ર ઇંતજાર કરી રહ્યાં છે.

બાળકો પર પેરન્ટ્સના ડાઈવોર્સની ખરાબ અસર

લંડનઃ પેરન્ટ્સ એકબીજાથી અલગ થાય તેની ઘણી ખરાબ અસર બાળકના ભવિષ્ય પર થાય છે. માતાપિતાના ડાઈવોર્સ પછી બાળકોના પરીક્ષાના પરિણામો નબળાં આવે છે તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળકો માનસિક તણાવ હળવો કરવા માદક પદાર્થોના રવાડે ચડી જાય છે.

ત્રાસવાદી તાલીમ છાવણીની દિનચર્યા

લંડનઃ સીરિયા સંબંધિત ગુનાઓ માટે સૌપ્રથમ સજા કરાયેલા બે બ્રિટિશ જેહાદી ભાઈ મોહોમ્મદ નવાઝ (૩૦) અને હમઝા નવાઝ (૨૩)ની પૂછપરછમાં ત્રાસવાદી તાલીમ છાવણીમાં દિનચર્યા જાણવા મળી હતી. ઈસ્ટ લંડનના સ્ટ્રેટફોર્ડના રહેવાસી આ ભાઈઓએ તેઓ સીરિયન તાલીમ છાવણીઓમાં હોવાની બડાશો હાંક્યા પછી તેમને જેહાદી તરીકે ઓળખી કઢાયા હતા. તેઓ ઓગસ્ટ ૨૫ અને સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૩ દરમિયાન સીરિયા ગયા હોવાની રજૂઆત ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ કરાઈ હતી. મોહોમ્મદ નવાઝને સાડા ચાર વર્ષ અને હમઝાને ત્રણ વર્ષ જેલની સજા થઈ છે.

graphics1

graphics1

graphics1

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 

મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે રમાઇ હતી.