Advanced search


અની દેવાણી હત્યાકેસઃ જજ ટ્રાવર્સો સામે પૂર્વગ્રહનો આક્ષેપ

કેપટાઉન, લંડનઃ બહુચર્ચિત અની દેવાણી હત્યાકેસમાં પતિ શ્રીયેન દેવાણી સામેની ટ્રાયલના જજ જેનેટ ટ્રાવર્સો પૂર્વગ્રહયુક્ત વલણ દાખવતા હોવાનો તેમ જ કેસ ચલાવવામાં ન્યાયિક નિષ્ફળ હોવાનો આક્ષેપ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ લોયર દ્વારા કરાયો છે. અની દેવાણીના પરિવારથી સ્વતંત્ર રહીને તેના તરફે અભિયાન ચલાવતા જૂથ Justice4Anni દ્વારા તૈયાર કરાયેલું ડોઝિઅર સાઉથ આફ્રિકાના મિનિસ્ટર ઓફ જસ્ટિસને મોકલાયું હોવાનું મનાય છે. આ ગ્રૂપે દેશના સૌથી વરિષ્ઠ જજીસમાં સ્થાન ધરાવતા જજ ટ્રાવર્સોને હટાવીને નવેસરથી ટ્રાયલ ચલાવવા માગણી કરી છે.

graphics1

graphics1

graphics1

graphics2

graphics2

graphics2

પેલાં એકાવન સંબોધનો

એકબીજાને હાય ડૂડ, હેય બેબ્સ અને વોટ્સ-એપ ડિયર કહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં એકબીજાને ‘બોસ’થી માંડીને ‘બિગડેલી મોટર’ના સંબોધનથી બોલવતાં હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

graphics3

graphics3

graphics3

સંજય દત્તે જેલમાં જતાં પૂર્વે પૂરી કરેલી આ છેલ્લી ફિલ્મ એટલે ‘ઉંગલી’. હવે તે જેલમાંથી બહાર આવ્યા પછી જે ફિલ્મ કરશે તેમાં જોવા મળશે. અભય (રણદીપ હૂડા), માયા (કંગના રાણાવત), ગોટી (નીલ ભૂપાલમ્) અને કલીમ (અંગદ બેદી) ચાર મિત્રો છે. અભય ક્રાઇમ-જર્નલિસ્ટ છે, માયા મેડિકલની વિદ્યાર્થિની છે, ગોટી કમ્પ્યુટર હાર્ડવેર સ્પેશ્યલિસ્ટ છે અને કલીમને પોતાનું ગેરેજ છે. વિવિધ ક્ષેત્રના આ ચારેય અનાયાસે રિકી (અરુણોદય સિંહ)ના જિમમાં મળે છે અને બધા ખાસ મિત્રો બની જાય છે.

એક દિવસ દારૂના નશામાં ધૂત અંશુમન દયાલ નામનો એક માણસ રિકીને કાર નીચે કચડી નાખે છે. રિકીને ન્યાય મળે એ માટે તેના ચારેય મિત્રો બહુ જહેમત ઉઠાવે છે, પરંતુ અંતે ર્કોટમાં અંશુમન નિર્દોષ ઠરે છે. ચારેયને આઘાત લાગે છે. તેઓ હવે ‘ઉંગલી’ નામની એક ગેન્ગ શરૂ કરે છે, જે ભ્રષ્ટ તંત્રને સુધારવાનું કામ શરૂ કરે છે. આ ગેન્ગ શરૂ કરવાનો વિચાર નિખિલ (ઇમરાન હાશ્મી)નો છે. નિખિલની મદદથી અને પોતાની મહેનતથી ઉંગલી ગેન્ગ મ્યુનિસિપલ કમિશનરથી લઈને ઉચ્ચ અધિકારીઓના કરતૂતો ખુલ્લા પાડે છે. વહીવટી તંત્રની ગોબાચારી ખુલ્લી પાડતી આ ઉંગલીથી હાહાકાર મચી જાય છે. મીડિયા પણ આ ઉંગલી ગેન્ગની કામગીરીથી જોરદાર પ્રભાવિત થાય છે. યુવાનોમાં પણ આ ગેન્ગનું આકર્ષણ છે. સત્તાધિશો કોઈ પણ હિસાબે આ ઉંગલી ગેન્ગને ખતમ કરવા પોલીસને કહે છે. હવે તે કામ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કાલે (સંજય દત્ત)ના હાથમાં આવે છે. હવે આગળ શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી રહી.

બેક્ટેરિયા આપણા બોડીગાર્ડ?!

કોઇ પણ વ્યક્તિ લેખનું મથાળું વાંચીને ચોંકી જશે, પણ આ વાત સો ટચના સોના જેવી સાચી છે. તંદુરસ્ત માણસના શરીરમાં રહેતી બેક્ટેરિયાની મોટી ફોજ જ તેને વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે એવું મેડિકલ સાયન્સના વિવિધ પ્રયોગમાં પણ પુરવાર થઇ ચૂક્યું છે ત્યારે આવો આપણે પણ જાણી લઈએ કે બેક્ટેરિયા શરીર માટે કેટલા વધુ ઉપયોગી છે

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ચિમકી આપી છે કે માઈગ્રન્ટ્સ અંગેના સુધારા નિષ્ફળ રહે તો તેઓ બ્રિટનને ઈયુમાંથી બહાર લઈ જવાની આગેવાની લેવા તૈયાર છે.

બહેનજી, તમે વધુ પડતું ખાધા કરો છો?

બહેનો પ્રૌઢ વયે વધુ જાડી અથવા તો વધુ પાતળી થઈ જાય છે અને તે માટે જવાબદાર છે મિડલ-એજ ઈટિંગ ડિસઓર્ડર. માનસિક સ્થિતિને કારણે સર્જાતી સમસ્યા વિશે જાણો આ લેખમાં.

૨૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના ઉદ્યોગજગતના ડેલિગેશનને આમંત્રણ અપાયું હતું. પરંતુગત સપ્તાહે કાઠમંડુમાં સાર્ક દેશોમાં ભારત-પાક.ના વડા પ્રધાનો વચ્ચેનો ઘટનાક્રમ અને તંગ સબંધો જોતાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૪માં પાકિસ્તાનના ઉદ્યોગપતિને કે સંગઠનને આમંત્રણ રાજ્ય સરકારે આપ્યું નથી. સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, હજી સુધી પાકિસ્તાનના એશોસિયેશન, ચેમ્બર ઓફ કોર્મસ સાથે કોઈ સંપર્ક કર્યો નહોતો. પરંતુ, ૨૦૧૩ની જેમ પાકિસ્તાનના કેમિકલ્સ, ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવું કે કેમ તે અર્નિર્ણિત હતું. બે વર્ષ પૂર્વે નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું નેતૃત્વ કરી રહ્યા હતા. હવે તેઓ દેશના વડા પ્રધાન તરીકે જાન્યુઆરી-૨૦૧૪ની સમિટમાં ઉપસ્થિત રહેશે. જો કે પાકિસ્તાનના ડેલિગેશને આમંત્રણ આપવા સંદર્ભે તેમનો કોઈ રોલ નથી. પરંતુ, ગુજરાત સરકારે જ પાકિસ્તાન સાથે ભારતના સંબંધોની સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે.