Advanced search


પ્રમુખસ્વામી મહારાજના ૯૪મા જન્મદિનની ઉજવણી

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજનો ૯૪મો જન્મદિન ૩૦ નવેમ્બરે સાળંગપુર ખાતે હજારો હરિભક્તોની હાજરીમાં ઊજવાયો હતો. પ્રમુખસ્વામી મહારાજ જ્યારે મંચ ઉપર પધાર્યા ત્યારે દેશવિદેશમાંથી ઉમટેલા ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. પ્રમુખસ્વામી મહારાજે સહુને આશીર્વાદ પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રમુખસ્વામી મહારાજને જન્મજયંતિની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે ‘હું મારી જાતને ધન્ય માનું છું કે પ્રમુખસ્વામી મહારાજ સાથે ખૂબ નીકટથી વાર્તાલાપ કરવાનો મને વર્ષો સુધી લાભ મળ્યો છે. તેમણે મને ખૂબ ઊંડાણથી પ્રેરિત કર્યો છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમના ૯૪મા જન્મદિને મારા પ્રણામ પાઠવું છું. તેમણે પોતાનું સમગ્ર જીવન શાંતિ, સંવાદિતા, સમાજની સેવા માટે સમર્પિત કર્યું છે. 

કેપ ટાઉન, લંડનઃ સાઉથ આફ્રિકાની વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટના જજ જેનેટ ટ્રાવર્સો સમક્ષ અની દેવાણી હત્યાકેસમાં શ્રીયેન દેવાણી સામે નક્કર પુરાવાઓ ન હોવાથી આરોપ ફગાવી દેવા જોઇએ તેવી અરજી સંદર્ભે સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં શ્રીયેનની તરફેણમાં અને વિરુદ્ધમાં રજૂ થયેલા કેટલાક પુરાવાઓની યાદી અહીં રજૂ કરી છે.

ફોટો કેપ્શન

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અને ૨૦૧૬ માટે વર્લ્ડ મેડિકલ કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડો. કેતન દેસાઈની દીકરીના અમદાવાદ ખાતે યોજાયેલા મેરેજના રિસેપ્શનમાં વિવિધ ક્ષેત્રના અનેક અગ્રણીઓ સહિત ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતના મુખ્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

IMG_2765 ret

IMG_2765 ret

Bharat Pindoria

There are currently 6.5 million carers in the UK today looking after friends or family – half a million of them from black and ethnic minority communities.

રાજકોટઃ ડબ્બા ટ્રેડીંગમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય કેટલાક સેન્ટરો દેશભરમાં કુખ્યાત છે. ડબ્બા ટ્રેડીંગથી સ્ટોક માર્કેટની વિશ્વસનીયતા જોખમાઈ છે અને ટ્રેડરોએ નાણાં ગુમાવવા પડે છે તેવી ચિંતા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ચિંતા વ્યક્ત કરી છે.

કાગધામમાં મોરારિબાપુની રામકથાઃ

મહુવાઃ ચિત્રકુટ ધામમાં ૨૫ નવેમ્બરે પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ચારણ સમાજ, કાઠી સમાજનાં આગેવાનોની મિટિંગ યોજાઇ હતી. જેમાં બાપુએ આવતા વર્ષે ૨૧ ફેબ્રુઆરીથી પહેલી માર્ચ દરમિયાન ‘કાગધામ’ મજાદર ખાતે ભક્ત-કવિ પદ્મશ્રી દુલા ભાયા કાગબાપુની સ્મૃતિમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી.

કોઠારિયા અને વાવડી વિસ્તારની અંદાજે એકાદ લાખની વસતી હવે રાજકોટમાં ભળશે. આવતા વર્ષે યોજાનારી મહાપાલિકાની ચૂંટણી આ નવા સીમાંકન મુજબ જ થાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરનું વિસ્તરણ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે. શહેરની નજીક આવેલા કોઠારિયા અને વાવડી ગામોને રાજકોટ શહેરમાં ભેળવવાનો એક મહત્ત્વનો ઠરાવ મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં કરાયો હતો.

After receiving thousand of responses, having hundreds of face to face conversations with residents and holding more than 50 community meetings in venues ranging from job fairs to Harrow Mosque and St. Albans Church, the extremely successful ‘Take Part’ budget consultation has just concluded.

ભારતીય યુદ્ધશહીદોનું સ્મારક

લંડનઃ જનરલ લોર્ડ ડન્નાટ અને અન્યોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના સૈનિકોના પ્રદાનને યાદ રાખવા તમામ બ્રિટિશ નાગરિકોને હાકલ કરી છે. બ્રાઈટનમાં તો ભારતીય સૈનિકોની શહાદત-બલિદાનને ચોક્કસ યાદ રખાયા છે. ૧૯૧૪-૧૫માં વેસ્ટર્ન ફ્રન્ટ પર ઘવાયેલાં અને બીમાર આશરે ૧૨,૦૦૦ ભારતીય સૈનિકોને ત્રણ હોસ્પિટલોમાં સારવાર અપાઈ હતી.