ઇમરજન્સી ડોકટરને રોજના £૨,૦૦૦ મળે છે 12/01/2015 2:29 pm Kamal Rao 'વોર ઝોન' જેવી સ્થિતી ધરાવતા 'એક્સિડેન્ટ એન્ડ ઇમરજન્સી' વિભાગમાં કામ કરવા તબીબો તૈયાર ન હોવાથી એનએચએસને આ ઇમરજન્સી વિભાગમાં કામ કરવા માટે તબીબોને રોજના £૨,૦૦૦ ચૂકવવા પડે છે.
શરાબપાનના જોખમ અંગે સંદેશો 07/01/2015 5:38 am Achyut Sanghavi લફબરોઃ અપરાધ સામે લડતી ચેરિટી સંસ્થા ક્રાઈમસ્ટોપર્સ દ્વારા તહેવારોની મોસમમાં લોકોને વધુપડતા શરાબપાનના જોખમથી સાવધાન કરાઈ રહ્યા છે. સંસ્થાના ઈસ્ટ મિડલેન્ડ્સ રીજિયોનલ મેનેજર કિરણ ઢાંડા અને સ્વયંસેવકો લીડિયા ઉન્સુદુમી, રોમેલ ગુલઝારે ‘ગેજ યોર બિહેવિયર’અભિયાનના ભાગરૂપે લફબરોના લોકો સાથે વાતચીત કરી હતી.
લંડનમાં ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫ 12/01/2015 2:34 pm Kamal Rao 'સર્વિસીસ ફોર NRI લિમિટેડ' દ્વારા ગુજરાતની પ્રાઈમ પ્રોપર્ટીઝને પ્રદર્શિત કરતા વિશિષ્ટ કાર્યક્રમ ‘ગુજરાત રીઅલ એસ્ટેટ ડેસ્ટિનેશન-૨૦૧૫’નું આયોજન સર્વિસીસ ફોર NRI લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, સર્વન્ટિસ હાઉસ, ૫-૯ હેડસ્ટોન રોડ, હેરો, HA1 1PD ખાતે તા. ૨૪ અને ૨૫ જાન્યુઆરી ૨૦૧૫ (શનિવાર અને રવિવાર)ના દિવસોએ સવારના ૧૦થી સાંજના ૬ દરમિયાન કરવામાં આવ્યું છે.
Leading luminaries of Indian fashion descend on the Capital 13/01/2015 4:52 am Urja Patel A discerning edit of India’s most lauded fashion designers will be presenting their latest bridal and couture collections at the UK’s most high fashion Indian bridal exhibition – Aashni + Co Wedding Show in association with Zouch & Lamare.
વિશ્વસમસ્તને ઇજનઃ પધારો અમારે દેશ 13/01/2015 5:15 am Vikram Nayak પહેલાં પ્રવાસી ભારતીય દિવસ પર્વે વિદેશવાસી ભારતીયોનો મેળાવડો અને પછી વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણકારોનો મેળો. ગુજરાતના યજમાનપદે બે ઝાકઝમાળભર્યા વૈશ્વિક મેળાવડા યોજાયા. આ માહોલમાં સહુ કોઇની નજર ગુજરાત પર હોય તેમાં નવાઇ નહોતી, પણ તેના કેન્દ્રમાં તો આ વખતે ય નરેન્દ્ર મોદી જ હતા. રાજ્યના મુખ્ય પ્રધાનમાંથી દેશના વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત આ મહત્ત્વના વૈશ્વિક સમારોહ યોજાઇ રહ્યા હતા, પણ નરેન્દ્રભાઇ ભારત જેવા વૈવિધ્યસભર, બહુસાંસ્કૃતિક રાષ્ટ્રના સુકાની તરીકેની ભૂમિકા ભજવવામાં રતિભાર પણ ઉણાં ઉતર્યા નથી એ તો સહુ કોઇ કબૂલશે.
અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું મુંબઇમાં નિધન 07/01/2015 9:01 am Vikram Nayak અમદાવાદઃ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીનું લાંબી માંદગી બાદ ૭૭ વર્ષની વયે ૪ જાન્યુઆરીએ મુંબઈમાં નિધન થયું છે. ગુજરાતી તખ્તાને ગજવતા, ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોને ઘેર ઘેર ગુંજતા કરતા એક પીઢ અભિનેતાની વિદાયથી ગુજરાતી નાટયભૂમી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ભારે ખોટ પડી છે.
અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ એક સિક્કાની બે બાજુ 13/01/2015 5:16 am Vikram Nayak વિશ્વભરમાં શાંતિ-સૌહાર્દ-સહિષ્ણુતાના સમર્થકો ભલે બહુમતીમાં હોય, પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવતો એક લઘુમતી વર્ગ એવો પણ છે જે ધર્મના ઓઠાં તળે દુનિયાભરમાં નિર્દોષોના લોહીની નદી વહાવી રહ્યો છે. પેરિસમાં કાર્ટૂન મેગેઝિન ‘ચાર્લી હેબ્દો’ના કાર્યાલય પર થયેલો આતંકવાદી હુમલો આ વાતનું પ્રમાણ છે. હુમલામાં મેગેઝિનના એડિટર ઇન ચીફ સહિત ૧૩ વ્યક્તિ માર્યા ગયા.