બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને તેમના નાયબ નીતિનભાઇ પટેલ સહિત ૨૬ પ્રધાનોએ કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાતીમાં ઉક્તિ છે - ધાર્યું ધણીનું થાય. પરંતુ ભાજપમાં તો ધાર્યું અમિતભાઇ (શાહ)નું જ થાય છે. મુખ્ય પ્રધાનની પસંદગીથી માંડીને પ્રધાનોની...

છેલ્લાં ૧૬ વર્ષથી મણિપુરમાં અનશન પર બેઠેલાં માનવાધિકારવાદી ઈરોમ ચાનૂ શર્મિલાએ ભૂખ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. સાથે સાથે જ તેમણે આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. મણિપુરમાં અમલી આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પ્રોટેક્શન એક્ટ (‘આફસ્પા’) સામે...

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સવા બે વર્ષના કાર્યકાળમાં જ હોદ્દો છોડવાની ઇચ્છા જાહેર કરી છે. તેમના આ આંચકાજનક નિર્ણયે એક નહીં, અનેક પ્રશ્નો સર્જયા છે. આ માટે તેમણે પોતાની વય ૭૫ વર્ષ થઇ રહ્યાનું જે કારણ આપ્યું છે તે ભાગ્યે...

ન્યાયતંત્રમાં દરેક સ્તરે અદાલતને પોતાનો ફેંસલો સંભળાવવાનો અધિકાર છે. તે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરવા સ્વતંત્ર છે. આપણે તે ચુકાદા સાથે સંમત હોઇએ કે નહીં, પણ ઉપલી અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો રહે છે. ચિંકારા શિકાર કેસમાં રાજસ્થાનની હાઇ કોર્ટે...

સૌરાષ્ટ્રના ઉના તાલુકાનું મોટા સમઢિયાળા ગામ દેશભરના અખબારોના મથાળામાં ચમકી રહ્યું છે. પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી, પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સામ્યવાદી નેતાઓ બ્રિન્દા કરાત તથા એ. રાજા, જનતા દળ (યુ)ના નેતા...

ભારતની સર્વોચ્ચ અદાલતે ક્રિકેટના મેદાનમાં ઉતર્યા વગર જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને ક્લીન બોલ્ડ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડના સંચાલનને ચેતનવંતુ બનાવવા માટે પ્રધાનો તથા ૭૦થી વધુ વયના હોદ્દેદારોને જાકારો આપવા અને જસ્ટિસ...

સાઉથ ચાઇના સીના નામે જાણીતા દક્ષિણ ચીની સમુદ્રની માલિકીના નામે છાશવારે વિવાદનો ધોકો પછાડતા ચીનને હેગ સ્થિત ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે ૪૪૦ વોટનો આંચકો આપ્યો છે. ટ્રિબ્યુનલે આ જળપ્રદેશ પર એકાધિકાર હોવાના ચીનના દાવાને ફગાવ્યો છે. ચીન વર્ષોથી આ દરિયાઇ...

બે વર્ષના લાંબા આયોજન બાદ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નમામિ ગંગે માટે નક્કર કામ શરૂ થયું છે. ભારતીય સભ્યતાની જીવાદોરી ગણાતી પવિત્ર ગંગા નદીમાં આજે એટલી ગંદકી વહી રહી છે કે તેના સ્વચ્છ, નિર્મળ સ્વરૂપની કલ્પના કરવી પણ મુશ્કેલ...

ભારતવિરોધી અલગતાવાદની આગે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની શાંતિને પલિતો ચાંપ્યો છે. હંમેશા શાંતિમય માહોલ ખોરવવાની તાકમાં રહેતા અલગતવાદીઓએ આ વખતે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના મોતને હાથો બનાવ્યો...

ભારતના રાજકીય માહોલ પર નજર ફેરવશો તો તમને બધું ઊંધુંચત્તું જ થતું જોવા મળશે. મતલબ કે રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા જે કંઇ બોલવામાં આવતું હોય એ બિલકુલ કરવામાં જ આવતું નથી, અને જે કંઇ કરવામાં આવે છે તેની ક્યારેય ચર્ચા પણ થતી નથી. 



to the free, weekly Gujarat Samachar email newsletter