Advanced search


પત્નીઃ સાંભળો તમે રોજ આંબળા અને કારેલાનો રસ પીવો. એનાથી લોહી શુદ્ધ થાય!
પતિઃ જેવું છે એવું પી લે ને... તારે તો એમાંય નખરા... હવે શુદ્ધ લોહી પીવું છે.
•••

ટેકનોલોજીએ દુનિયા બદલી નાંખી છે, અને વિજ્ઞાનીઓ પણ નીતનવા સંશોધનો કરતાં કરતાં મુઠ્ઠીઉંચેરા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યા છે. ઓસ્ટ્રિયા યુનિવર્સિટીના સંશોધકોએ માનવ વાળ કરતાં પણ પાતળો ક્યૂઆર કોડ બનાવ્યો છે.

ભારતવંશી તબીબ અને નાસાના અંતરીક્ષ યાત્રી અનિલ મેનન જીવનના પ્રથમ અંતરીક્ષ મિશન માટે તૈયાર છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર 8 મહિના અર્થાત 240 દિવસનું રોકાણ કરશે.

બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આમાં સેલિબ્રિટીસથી લઇને આમ આદમી સહુ કોઇ જોડાયું હોય ત્યારે રુપેરી પરદાના કલાકારો કઇ રીતે બાકાત રહી શકે?

અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદી મહાન નેતા અને સખત વ્યક્તિ છે, જેઓ 12 વર્ષથી વધુ સમયથી સત્તા પર છે. ભારતે ઉત્તમ આર્થિક આંકડા જાહેર કર્યા છે. તેઓ યુદ્ધોથી દૂર રહે છે, જે સમજદારીભર્યું છે. ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે અને મોદી એક મહાન નેતા છે. સત્તા, પ્રભાવ અને નિર્ણયો અમલમાં મૂકવાની ક્ષમતાના સંદર્ભમાં વિશ્વના બે મહાન નેતાઓમાં ટ્રમ્પે નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગના નામ આપ્યાં હતાં.

ફ્રાંસના એવિયનમાં ગયા સપ્તાહે યોજાયેલી G-7 સમિટમાં વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ જુસ્સાભેર મળ્યા હતા. બેઠક બાદ ભારત-અમેરિકા ડિફેન્સ ડીલને લઈ પૂછાયેલા સવાલ પર ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે આ ડીલ વિશેષ છે. મોદીના રહેતા ક્યારેય પણ ભારત પર હુમલો થશે તો અમેરિકા મદદ માટે સાથે ઉભું રહેશે. ટ્રમ્પે કહ્યું હાલમાં મારી ચીનની યાત્રા ખૂબ સફળ રહી છે. ટ્રમ્પનું નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ મનાય છે કે ગત વર્ષે ઓપરેશન સિંદૂર વેળા ચીને પાક.ને મદદ કરી હતી. ટ્રમ્પના આ વાયદાથી દુનિયાભરમાં નવું સૈન્ય સમીકરણ બનશે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમના વિવાદનું કારણ તેમનું નિવેદન નહીં પરંતુ તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિ છે. અમેરિકન શેરબજારમાં તેમનું ટ્રેડિંગ કોઈ ડે ટ્રેડરને પણ શરમાવે તેવું છે. ટ્રમ્પે ફક્ત ત્રણ મહિનામાં જ 3,900થી વધુ સોદા પાડયા છે. આ મોટા પાયે કરવામાં આવેલા સોદાએ ચર્ચા છેડી દીધી છે કે વર્તમાન પ્રમુખ માટે આ પ્રકારની પ્રવૃત્તિ કેટલી યોગ્ય છે. અલબત્ત, ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સ્પષ્ટતા કરી છે કે આ રોકાણના મેનેજમેન્ટમાં ટ્રમ્પની સીધી કોઈ ભૂમિકા નથી.

પંજાબી સિંગર દિલજીત દોસાંજના લાઇવ કોન્સર્ટ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થક દેખાવકાર મંચ પર ચઢી જતાં હોબાળો મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ધ્વજ લઈને મંચ પર ચઢી ગયો હતો. તેને પરિણામે થોડા સમય માટે વાતાવરણ તંગદિલીપૂર્ણ થઈ ગયું હતું.

ઇરાન-અમેરિકા ભીષણ યુદ્ધના પગલે સર્જાયેલા પ્રાદેશિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇએ) મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. યુએઇએ પોતાની સંરક્ષણ સજ્જતા મજબૂત કરવા માટે ભારત પાસેથી સુપરસોનિક ‘બહ્મોસ’ ક્રૂઝ મિસાઈલ અને સ્વદેશી ‘આકાશતીર’ એર ડિફેન્સ સિસ્ટમ મેળવવા માટે પ્રારંભિક મંત્રણા શરૂ કરી છે.

કેટલાક દિવસો સમાજ અને દેશને માટે નિર્ણાયક બની જતા હોય છે. યુદ્ધોમાં હાર કે જીત એવી ઘટના હોય છે, પણ કોઈ એક ઇમારતમાં બેસીને થોડાક નેતાઓ પોતાના વર્તમાન અને ભવિષ્યને અસર કરતો કોઈ દુર્ભાગી નિર્ણય લે તે સૌથી વધુ ઐતિહાસિક કરુણાંતિકાનો દિવસ છે. 14-15 જૂન એવો જ એક દિવસ હતો.