Advanced search


સમગ્ર વિશ્વમાં આબોહવામાં જોવા મળી રહેલા પરિવર્તને ફરી એકવાર માનવજાત પર તોળાઇ રહેલા ગંભીર જોખમને ઉજાગર કરી દીધું છે. આજે વિશ્વના તમામ દેશો ક્લાઇમેટ ચેન્જના વરવા અને ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યાં છે. જૂનના છેલ્લા સપ્તાહમાં યુકે સહિત સમગ્ર યુરોપમાં નોંધાયેલી વિક્રમજનક ગરમીએ દાયકાઓથી વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદ્દો દ્વારા જે ક્લાઇમેટ ચેન્જની ચેતવણીઓ આપવામાં આવી રહી હતી તેને સચોટ ઠેરવી દીધી છે. અત્યાર સુધી ક્લાઇમેટ ચેન્જને ભવિષ્યની સમસ્યા તરીકે મૂલવાતો હતો પરંતુ હવે આ ગંભીર સંકટ ચરમ પર પહોંચી રહ્યું છે. અભૂતપૂર્વ ગરમીના મોજાથી લઈને સમગ્ર સમુદાયોને વિસ્થાપિત કરતા ભયાનક વાવાઝોડાઓ સુધી પૃથ્વી પરનું સંકટ હવે સામે દેખાઈ રહ્યું છે. અહીં સવાલ એ  છે કે બચાવની છેલ્લી તક હાથમાંથી સરકી જાય તે પહેલાં માનવજાત આ પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી શકશે કે કેમ...

અમદાવાદ એરપોર્ટ પર 300 મુસાફરો

અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક વિમાન દ્વારા ટેક્સિગ દરમિયાન ખોટો માર્ગ અપનાવવાથી બે પેસેન્જર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. જેને લઈને બંને ફ્લાઈટના મળીને 300થી વધુ મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવનું જોખમ સર્જાયું હતું. જો કે પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મુંબઈથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ લેન્ડિંગ બાદ પાર્કિંગ વિસ્તાર તરફ જઈ રહી હતી.

અમદાવાદનો સુભાષબ્રિજ તોડીને

સુભાષબ્રિજ મામલે વધુ એક વાર અમદાવાદ મનપાની બેદરકારી સામે આવી છે. બ્રિજની કામગીરી 5 મહિના ચાલ્યા બાદ હવે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજમાં રિપેરિંગ કામ સમયે પિલરમાં પણ તિરાડો જોવા મળી હતી, જેનો આઇઆઇટી રુડકી અને ગાંધીનગર પાસે રિપોર્ટ કરાવાતાં એજન્સી દ્વારા બ્રિજ નવો બનાવવા અભિપ્રાય અપાયો છે. હયાત બ્રિજને તોડી પાડવા અંગે મ્યુ. કમિશનર બંચ્છાનિધિ પાનીએ જણાવ્યું બ્રિજના પિલર 53 વર્ષ જૂના હોવાથી તેને પણ નવા બનાવવા અભિપ્રાય મળ્યો છે. જો બ્રિજના સ્પાન અને પિલર નવા બને તો તેનું આયુષ્ય 100 વર્ષ સુધી ચાલી શકે છે.

ચારુસેટનાં વૈજ્ઞાનિક વિવિધ સ

ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ સાયન્સીસનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીતુ વાર્ષણેયને ગુજરાત અને ભારત સરકાર તરફથી રૂ. 65 લાખથી વધુની બે રિસર્ચ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટ્સ અલ્ઝાઇમર, ડાયાબિટીસ, પાર્કિન્સન તથા વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા રોગોના અભ્યાસ અને સંભવિત સારવાર વિકસાવવા ઉપયોગમાં લેવાશે. ગુજરાત સ્ટેટ બાયો ટેક્નોલોજી મિશન દ્વારા ડો. રીતુને વાર્ષણેયને રૂ. 59.70 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. 

merling1

merling1

ટેકનોલોજીનો વિકાસ સુવિધાઓની સાથે સાથે સમસ્યાઓ પણ લઇને આવે છે. આજે તમે કોઇપણ ઘરમાં પ્રવેશો તો ત્યાં તમને અકળાવનારી શાંતિની અનુભૂતિ થશે. એમ લાગશે કે પરિવારના સભ્યો જાણે કે ભૂતિયા ચહેરાઓનો જમાવડો માત્ર છે. તેમના શરીરો હાજર છે પરંતુ તેમના મનો વચ્ચે માઇલોનું અંતર છે. આ સ્થિતિનું નિર્માણ સ્ક્રીન ટાઇમના દુષણનું પરિણામ છે. વિશ્વના દેશો બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની દિશામાં આગળ વધી રહ્યાં છે પરંતુ મોટેરા અને વડીલો પણ તેમના મોબાઇલ ફોનમાં એટલા જ રચ્યા પચ્યા રહે છે તેનું શું...?

હવાઈસેવા ક્ષેત્રે મુન્દ્રાની...

અત્યારે સેવા કાર્યરત્ છે એ ભુજ એરપોર્ટ પછી મુંદ્રામાં પણ 25 જૂનથી એકસાથે 8 મહાનગરને જોડતી નાગરિક હવાઈ સફર સેવા શરૂ થતાં કચ્છ માટે સીમાચિન્હરૂપ પગલું ભરાયું છે. ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધા સાથે મુન્દ્રામાં નિર્માણ પામેલા અદાણી-મુન્દ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં 25 જૂને સવારે સ્ટાર એરલાઇન્સની ગોવાથી આવેલી આ એરપોર્ટની પહેલી કોમર્શિયલ ફ્લાઇટે સફળ લેન્ડિંગ થઈ.

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 24મી અને 25 જૂને નવી દિલ્હીમાં 6 સ્થળો પર તપાસ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં દિલ્હીના રહીશ હરપ્રિતસિંહ તલવારને ઝડપી લેવાયો હતો. આ તપાસ કામગીરી 13 સપ્ટેમ્બર 2021ના રોજ મુન્દ્રા પોર્ટ પર જપ્ત કરાયેલા 3000 કિલો હેરોઇન સાથે મની લોન્ડરિંગના કેસમાં હાથ ધરાઈ હતી. 

ખંભાળિયાના કિરીટ કણજારિયાનું...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના હાપીવાળી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરીટ જયંતીભાઈ કણજારિયાનું કતારમાં એલએનજી પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનાથી ખંભાળિયા સતવારા સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે.

ઈજિપ્તમાં 2,200 વર્ષ જૂનું ધર્મસ્થાન મળ્યું

ઈજિપ્તના ઉત્તર સિનાઈ વિસ્તારમાં પુરાતત્વવિદોએ એક અનોખા પ્રાચીન મંદિરની શોધ કરી છે. આશરે 2,200 વર્ષ પહેલા આ મંદિરને ગોળાકાર બનાવવામાં આવ્યું હતું. સંશોધકોનું માનવું છે કે, તેનો ઉપયોગ પવિત્ર જળવિધિઓ માટે થતો હશે. આ મંદિર પ્રાચીન શહેર પેલુસિયમ (આજના ટેલ એલ-ફારામા) ખાતે મળ્યું છે.