Advanced search


શરીરને સ્વસ્થ રાખવા માટે આરોગ્યપ્રદ આહારની સાથોસાથ કસરત કરવી પણ આવશ્યક છે. કસરત કેટલી કરવી તેના વિશે મતમતાંતર પણ છે. અભ્યાસો તો કહે છે કે કસરત ન કરવી તેના કરતાં કોઈ પણ કસરત કરવી બહેતર છે. NHS અને WHOની ગાઈડલાઈન્સ મુજબ સપ્તાહમાં 150 મિનિટ કસરત કરવી જોઈએ. પરંતુ, નિષ્ણાતો કહે છે કે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે આનાથી ચાર ગણી કસરત કરવી જોઈએ.

બેંગલૂરુમાં વસતી દિવા ઉત્કર્ષના નાના ભાઇ સૂર્યાને ડાઇપ-1 ડાયાબિટીસ હોવાનું વર્ષ 2021માં નિદાન થયું. પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર આવ્યો, ‘જો મારા જેવા સક્ષમ પરિવારને આ બીમારી મેનેજ કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય, તો બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા હોય તેવા લોકોને કેવી મુશ્કેલી પડતી હશે?’

અમેરિકાના ડેલાવેર સ્ટેટમાં રહેતાં સુઝન યંગ બ્રાઉને હમણાં પોતાનો 108મો જન્મદિવસ ઉજવ્યો. સુઝન યંગ બ્રાઉને આયખાની સદી ફટકારી દીધી છે, પણ આ ઉંમરેય તેઓ આત્મનિર્ભર અને સક્રિય જીવન જીવી રહ્યાં છે.

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

પુસ્તકોના જાદુ વિશે અનેક જાણીતી હસ્તીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે. કોઇ કહે છે કે પુસ્તકો વિનાનો રૂમ એટલે આત્મા વિનાનું શરીર. તો કોઇ કહે છે કે, વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ સાચા શસ્ત્રો છે. એક પુસ્તકના પાના ફેરવો તો તેમાં તમને દરેક પ્રકારની લાગણીઓનો અનુભવ થાય. પોર્ટુગલના લિસ્બન શહેરમાં આવેલી એક દુકાનમાં આવો જ ખજાનો સચવાયો છે.

બાઓબાબ એવી વૃક્ષ પ્રજાતિ છે જેનું અસ્તિત્વ માનવ સભ્યતા અને મહાદ્વીપોના વિભાજન કરતાં પણ પહેલાં લગભગ 20 કરોડ વર્ષ પૂર્વે હોવાનું માનવામાં આવે છે. આ વૃક્ષ તેના વિશાળ થડ માટે બહુ જાણીતું છે.

ભારતમાં જાહેર માર્ગો પર રઝળતી-ભટકતી ગાયો જોવા મળવાનું સામાન્ય છે, અને તેને હાંકી કાઢવાની વાત પણ સામાન્ય છે. જોકે છત્તીસગઢમાં આવી જ એક ગાયનો આશ્ચર્યજનક નજારો જોવા મળે છે. પાટનગર રાયપુરમાં છેલ્લા દસકાથી દરરોજ જોવા મળતો આ ઘટનાક્રમ માનવ અને પશુ વચ્ચેના અતૂટ પ્રેમ અદ્ભુત તસવીર રજૂ કરે છે.