બ્રિટનના પ્રથમ એઆઇ મંત્રી તરીકે કનિષ્ક નારાયણની નિયુક્તિ 21/07/2026 10:06 am Arnold Christie નવા વડાપ્રધાન એન્ડી બર્નહામે તેમની કેબિનેટમાં ભારતીય મૂળના સાંસદ કનિષ્ક નારાયણની એઆઇ મંત્રી તરીકે નિયુક્તિ કરી છે. નારાયણ પહેલા પણ એઆઇ અને ઓનલાઇન સેફ્ટી સંલગ્ન જુનિયર મંત્રી હતા
વડાપ્રધાન સ્ટાર્મરની છેલ્લી પ્રશ્નોત્તરી, રીવ્ઝની આંખોમાં આંસુ 21/07/2026 10:09 am Arnold Christie વિદાય લઇ રહેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ગત બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં છેલ્લી પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.
ભારત-યુકે વેપાર કરારઃ મેડ ઇન ગુજરાત માટે સુવર્ણ તક 21/07/2026 10:15 am Arnold Christie યુકે અને ભારત વચ્ચેનો મુક્ત વેપાર કરાર ગુજરાત માટે, તે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. આ તકને ઝડપી લેવા માટે ગુજરાત કરતાં અન્ય કોઈ રાજ્ય વધુ સારી સ્થિતિમાં નથી. ભારતમાં આ તક ઝડપી લેવા માટે ગુજરાત પાસે માળખાગત સુવિધાઓ, ઉદ્યોગસાહસિકતા, નીતિગત સ્થિરતા અને ઔદ્યોગિક ક્ષમતાનું સૌથી મજબૂત સંયોજન છે.
યુકે-ભારત વેપાર કરાર દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક ક્ષણઃ નરેન્દ્ર મોદી 21/07/2026 10:16 am Arnold Christie ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકે અને ભારત વચ્ચેના મુક્ત વેપાર કરારને બંને દેશોના પરસ્પર સંબંધોમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ક્ષણ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દ્વિપક્ષીય કરારોથી આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે અને બંને દેશોના ઉદ્યોગો, ખેડૂતો, વ્યાવસાયિકો તેમજ કુશળ કામદારો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે.
ભારતીય ઉદ્યોગોની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરશેઃ ભારતીય ઉદ્યોગ સંગઠનો 21/07/2026 10:17 am Arnold Christie ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી સંગઠનોએ યુકે સાથેના વેપાર કરારના અમલને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. ફિક્કીના જનરલ સેક્રેટરી અનંત સ્વરૂપે જણાવ્યું હતું કે, આ વેપાર કરાર વૈશ્વિક વેલ્યુ ચેઈન્સમાં ભારતની ભાગીદારી વધારવામાં અને ઇનોવેશન આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં લાંબાગાળાની ભુમિકા ભજવશે.
યુગાન્ડાના સ્કૂલ બસ અકસ્માતમાં 21ના મોત 21/07/2026 10:18 am Achyut Sanghavi યુગાન્ડાની રાજધાની કમ્પાલાસ્થિત કિંગ ડેવિડ જુનિયર સ્કૂલના શૈક્ષણિક પ્રવાસે નીકળેલાં બાળકોની બસને કપચોરવા ડિસ્ટ્રિક્ટમાં 16 જુલાઈ, ગુરુવારની રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં 20 બાળકો અને એક પુખ્ત વ્યક્તિ સહિત 21 લોકોએ જાન ગુમાવ્યો હતો. સ્કૂલ બસ રોડ પરથી પલટી ખાઈ જવાના અકસ્માતમાં અનેક બાળકોને ઈજા પણ પહોંચી છે, જેમાંથી 9ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતના પગલે યુગાન્ડા સરકારે તમામ શૈક્ષણિક પ્રવાસો સસ્પેન્ડ કરવાના આદેશ જારી કર્યા છે.
યુકેના બિઝનેસોમાં નવો ઉત્સાહ અને તરવરાટઃ બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સ 21/07/2026 10:18 am Arnold Christie બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ ટ્રેડ ડિરેક્ટર સ્ટીવ લિન્ચ (MBE)એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો યુકેના બિઝનેસ માટે અત્યંત પડકારજનક રહ્યા છે પરંતુ આ કરાર અમલમાં આવતાની સાથે જ વ્યવસાયિક ક્ષેત્રે એક નવો ઉત્સાહ અને તરવરાટ જોવા મળી રહ્યો છે.
ક્વીન દ્વારા 79મા જન્મદિવસ નિમિત્તે યર 6ના દરેક બાળકને પુસ્તક ભેટ આપવાની જાહેરાત 21/07/2026 10:20 am Arnold Christie ક્વીન કેમિલાએ 79મા જન્મદિવસની ઉજવણી કરતાં આગામી ક્રિસમસ પર યર 6માં અભ્યાસ કરતા દરેક બાળકને એક નવલકથા ભેટમાં આપવાની જાહેરાત કરી છે.
કિંગ ચાર્લ્સે કેમ્બ્રિજ ખાતેની યુરોપની પ્રથમ ઇકો-મસ્જિદની મુલાકાત લીધી 21/07/2026 10:19 am Arnold Christie કિંગ ચાર્લ્સે સોમવારે કેમ્બ્રિજની મસ્જિદ ખાતે ધાર્મિક અને સામુદાયિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.
ટાન્ઝાનિયાને રશિયા પાસેથી ભારે ઈન્વેસ્ટમેન્ટ્સ મેળવવાની આશા 21/07/2026 10:22 am Achyut Sanghavi યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપ સાથે રાજદ્વારી ખેંચતાણોના પગલે ઈસ્ટ આફ્રિકાના દ્વિતીય ક્રમના અર્થતંત્ર ટાન્ઝાનિયાએ હવે રશિયા તરફ નજર દોડાવી છે. આગામી ત્રણથી પાંચ વર્ષમાં રશિયા પાસેથી 2 બિલિયન ડોલરથી વધુના રોકાણો અને બિઝનેસ સોદાઓ હાંસલ કરવાનું તેનું લક્ષ્ય છે. પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસન 57 વર્ષ પછી રશિયાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ વડા બન્યાં હતાં અને સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો હતો.