કેન્યામાં ઓઈલના કચરાએ કેન્સરની તબાહી ફેલાવી 21/07/2026 10:30 am Achyut Sanghavi કેન્યામાં 1980ના દાયકામાં ઓઈલની શોધખોળ કરાયા પછી ઝેરી કચરાને દૂર કરાયો નહિ, જેનાથી કેન્સરના કેસીસ વધે છે અને 500થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરાય છે. ઉત્તર કેન્યાની માર્સાબિટ કાઉન્ટીના અંતરિયાળ ગામોથી 298 અરજદારોના જૂથે ઈસોલોની એન્વિરોન્મેન્ટ એન્ડ લેન્ડ કોર્ટમાં BP કંપની અને કેન્યા સરકાર સામે કાનૂની કાર્યવાહી આદરી છે.
રોયલ મેઇલને 70 મિલિયન પાઉન્ડનો ચૂનો, 5 મિલિયન પરત ચૂકવવા આદેશ 21/07/2026 10:29 am Arnold Christie નવ વર્ષ સુધી પોસ્ટલ કૌભાંડ ચલાવી દ્વારા મિલિયનો પાઉન્ડની સંપત્તિ અને વૈભવી કાર વસાવનાર 64 વર્ષીય નરિન્દર સંધુને રોયલ મેઈલ 5 મિલિયન પાઉન્ડથી વધુની રકમ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ જેલની સજા ભોગવવી પડશે.
કોવિડ બિઝનેસ લોન કૌભાંડમાં રૂપાલી વાઘને 2 વર્ષ 3 મહિનાની કેદ 21/07/2026 10:26 am Arnold Christie કોરોના મહામારીના કપરા સમયમાં વ્યવસાયોને મદદ કરવા સરકાર દ્વારા જારી કરાયેલી પાંચ લોન ગેરકાયદેસર રીતે મેળવીને છેતરપિંડી આચરવાના ગુનામાં ભારતીય મૂળની મહિલા રૂપાલી વાઘને અદાલતે બે વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે.
હેય્ઝમાં શીખ મહિલાની ચાકુ વડે કરપીણ હત્યા, એકની ધરપકડ 21/07/2026 10:27 am Arnold Christie પશ્ચિમ લંડનના હેય્ઝમાં કિરણદીપ કૌર નામની શીખ મહિલાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. મૂળ ભારતના પંજાબના તરણતારણ જિલ્લાના પીડ્ડી ગામની વતની કિરણદીપ કૌર બે વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન આવી હતી અને હાલ વર્ક પરમિટ પર કામ કરી રહી હતી.
આઇસીસીપ્રોસિક્યુટર કરીમ ખાનનું સસ્પેન્શન યથાવત 21/07/2026 10:31 am Arnold Christie બ્રિટનની કાયદાકીય વોચડોગ સંસ્થાએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વિવાદોમાં ઘેરાયેલા ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાનના સસ્પેન્શનને યથાવત રાખ્યું છે. તેમના પર મૂકાયેલા જાતીય ગેરવર્તણુંકના આરોપોના પગલે બ્રિટનમાં વકીલાત કરવા પર પ્રતિબંધ લદાયો છે.
હેરોમાં હિંસક હુમલો કરી 10,000 પાઉન્ડના સોનાના દાગીનાની લૂટ 21/07/2026 10:33 am Arnold Christie હેરો વિસ્તારમાં રવિવાર 12 જુલાઇના રોજ સાંજના 6.30 કલાકની આસપાસ એક વ્યક્તિ પર હિંસક હુમલો કરી, તેમને બેભાન કરીને આશરે 10 હજાર પાઉન્ડની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા.
એનઆરઆઇ એરાઉન્ડ ધ વર્લ્ડ 21/07/2026 10:41 am Arnold Christie અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કેનેડાએ લોસ એન્જલસમાં કોન્સુલ જનરલ તરીકે ઇન્ડો કેનેડિયન કમલ ખેરાની નિમણૂક કરી છે.
એન્ડી બર્નહામ વડાપ્રધાનપદે આરૂઢ 21/07/2026 10:42 am Arnold Christie બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ ગ્રેટર માન્ચેસ્ટરના પૂર્વ મેયર અને મેકરફિલ્ડના સાંસદ એવા એન્ડી બર્નહામે સોમવારે સત્તાવાર રીતે યુકેના 59મા વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો.
પોરબંદરમાં 2000 એકરમાં બનશે ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર 21/07/2026 2:08 pm Badal Lakhlani કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાડીનારમાં શિપ રિપેર ફેસિલિટી સેન્ટર માટે રૂ. 1570 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવાની જાહેરાત થઈ છે. આ બંને પ્રોજેક્ટથી શિપ ઈન્ડસ્ટ્રી બાબતે ભારતની વિદેશ પર નિર્ભરતા ઘટશે. પોરબંદરના કુછડી ખાતે આશરે 2,000 એકર જમીનમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર બનશે. આ પ્રોજેક્ટ કેન્દ્રીય શિપિંગ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડનું સંયુક્ત સાહસ છે. વાડીનાર સેન્ટરમાં જેમાં 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ્સ અને જરૂરી દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.
એપ્રિલ 2027થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એનર્જી ડ્રિંક્સ વેચવા પર પ્રતિબંધ 21/07/2026 10:36 am Arnold Christie સરકારે બાળકોની આરોગ્ય સુરક્ષા અંતર્ગત એક મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે આગામી એપ્રિલ મહિનાથી ઇંગ્લેન્ડમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ કેફીન ધરાવતા એનર્જી ડ્રિંક્સ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે.