Advanced search


આપણા કાને ખાણ શબ્દ પડતાં જ મગજમાં અંધારી ગુફાઓ, મજૂરોની સખત મહેનત અને મશીનોનો અવાજ ગુંજવા લાગે છે, પરંતુ રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા રિજનમાં આવેલી સલિના તુર્દાને એક વખત જૂઓ તો તમારો આ વિચાર સંપૂર્ણપણે બદલાઇ જશે. અહીં જમીનથી લગભગ 400 ફીટ (120 મીટર) નીચે બનેલી મીઠાની ખાણને શાનદાર ‘સોલ્ટ માઇન કોમ્પ્લેક્સ’માં બદલી નાંખવામાં આવી છે.

જાપાનનો રોલરકોસ્ટર બ્રીજ સૌથી વધુ ઉંચો ઢાળ ધરાવતો વિશ્વનો અનોખો બ્રીજ છે જે વાહનોનાં ડ્રાઈવરને રોમાંચ સાથે ભયનો બેવડો અનેરો અનુભવ કરાવે છે. આ પુલ પરથી પસાર થતા ડ્રાઈવરોનાં શરીરમાંથી એક વખત તો ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ બ્રીજ જોઈને કેટલાય ડ્રાઈવરોનાં મોતિયા મરી જાય છે.

દક્ષિણ ભારતીય રાજ્ય કેરળના કોચીમાં ઓણમ (લણણીનો ઉત્સવ) ઉત્સવની ઉજવણીના અવસરે એક અનોખો અને અદભૂત વિશ્વ વિક્રમ રચાયો છે. અહીં સાડીનો ઉપયોગ કરીને વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવાઈ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક આસમાની રંગની સિંગલ સીટર ગાડીમાં બેસીને હવામાં ઉડતો નજરે પડે છે. દેખાવમાં આ ગાડી ખૂબ જ નાની છે અને તેમાં પૈડાંના બદલે ચારેય બાજુ કુલ 8 ફેન લાગેલા છે.

આમ તો 18 વર્ષની ઉંમરે ટીનેજર કોલેજના પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય છે, પરંતુ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના નાથન થોમસે આ જ ઉંમરે એક અદ્ભુત ઇતિહાસ રચી દીધો છે. નાથન માત્ર 18 વર્ષ 346 દિવસની વયે માયામી ડેડ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાઈને વિશ્વના સૌથી નાની વયના પુરુષ-પ્રોફેસર બનવાનું બહુમાન મેળવ્યું છે.

શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો દિવસ છે. બધાં જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે માનવ સંસ્કૃતિના સૌથી પવિત્ર, નિર્મળ, શાશ્વત, શુદ્ધ, નિસ્વાર્થ, નિષ્કલંક, અદભુત તેમજ સાત્વિક પ્રેમ સાથે જોડાયેલી પરંપરા નિભાવવામાં આવે છે. આ પરમ પૂર્ણ પ્રેમ આ દિવસે સાંસ્કૃતિક રીતિરિવાજ પ્રમાણે વધુ દ્રઢ થતો હોય છે. ભાઈ-બહેનના રક્ષાબંધનના આ તહેવારને ઋષિ-તર્પણી કે રાખી-પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. આ દિવસે બલરાજ જયંતી આવતી હોવાથી બલરામની પૂજા પણ કરાય છે.