બૌદ્ધ મંદિરમાં પથ્થરની 1200 પ્રતિમા... દરેકના ચહેરા પર અલગ ભાવ 14/08/2026 8:26 am Nilesh Parmar જાપાનના ક્યોટોમાં આવેલા ઓતાગી નેનબુત્સુ-જી મંદિરમાં પથ્થરની લગભગ 1200 રુકાન પ્રતિમાઓ છે.
નિમરત કૌર દીવના ગંગેશ્વર મહાદેવના દર્શને 17/08/2026 8:52 am Nilesh Parmar બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે દીવના સમુદ્રકિનારે આવેલા પ્રખ્યાત ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. નિમરતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને મંદિરમાં પૂજન કરતો વીડિયો શેર પણ કર્યો છે. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ નિમરતે ભગવાન મહાદેવની પૂજા કરતાં પોસ્ટમાં શુભકામનાઓ આપતાં લખ્યું હતુંઃ ‘મહાદેવના દિવ્ય આશીર્વાદ આપણી તમામ મુશ્કેલીઓ દૂર કરે અને આપણને અંદરથી મજબૂત બનાવે. સૌને શ્રાવણ શિવરાત્રીની શુભેચ્છાઓ. નમઃ પાર્વતીપતયે હર હર મહાદેવ!’
‘કોકરોચ’ હવે કેનેડા પહોંચ્યા કે શું?! ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન 17/08/2026 9:56 am Nilesh Parmar ભારતમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં બેનર હેઠળ થયેલા દેખાવોની જેમ કેનેડામાં પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સડકો પર ઉતરી આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પંજાબ રાજ્યનાં વિદ્યાર્થીઓ સામેલ છે.
ઇરાનના હુમલાના ડરે ટ્રમ્પે એરફોર્સ વન છોડીને કેટરિંગ કન્ટેનરમાં છૂપાવું પડ્યું 17/08/2026 9:54 am Nilesh Parmar પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાન તેમના વિમાન પર હુમલો કરી તેમની હત્યા કરશે તેવા ડરથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના સૌથી સુરક્ષિત વિમાન એરફોર્સ વન છોડીને એક નાના સી-32એ વિમાનમાં પ્રવાસ કરવો પડ્યો હતો. એટલું જ નહીં એરફોર્સ વનના બદલે સી-32માં બેસવા માટે ટ્રમ્પે એરપોર્ટ પર કેટરિંગ કન્ટેનર ટ્રકમાં સંતાવવું પડ્યું હતું.
અમેરિકામાં આકરા વિઝા નિયમોથી 1.13 લાખ વિદેશી વિદ્યાર્થી ઘટ્યા 17/08/2026 9:45 am Nilesh Parmar અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતાની સાથે જ આકરી ઈમિગ્રેશન અને વિઝા નીતિ અપનાવી છે, જેના કારણે વર્ષ 2026માં અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 1.13 લાખ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સાથે અમેરિકાએ બર્થ ટુરિઝમ સામે કાર્યવાહી કરતાં ગયા મહિને વિદેશી નાગરિકોના 600થી વધુ વિઝા રદ કર્યા છે.
વૃદ્ધો સાથે ગોલ્ડ બાર સ્કીમના નામે સ્કેમઃ હજારો ભોગ બન્યા 17/08/2026 9:55 am Nilesh Parmar ન્યૂયોર્ક સિટી પોલીસ વિભાગનું ફાઈનાન્સિયલ ટાસ્ક ફોર્સ વૃદ્ધોને સોનાના બિસ્કીટના કૌભાંડને લઈને ચેતવણી ઉચ્ચારી છે. આ કૌભાંડ અંતર્ગત અત્યાર સુધીમાં 10 કરોડ ડોલરથી પણ વધુ રકમ ગુપચાવી લેવાઇ હોવાનું કહેવાય છે.
અમેરિકામાં ચેટજીપીટીની ઓફિસમાં ઘૂસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન 17/08/2026 9:43 am Nilesh Parmar અમેરિકા-યુરોપમાં હવે એઆઈ સામે વિરોધ વધ્યો છે. ડેટા સેન્ટર્સના પ્રોજેક્ટથી માંડીને કોપીરાઈટ સહિતના મુદ્દે એઆઈ કંપનીઓ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. એવું જ એક પ્રદર્શન વોશિંગ્ટનમાં થયું હતું. ચેટજીપીટીની સર્જક કંપની ઓપનએઆઈની ઓફિસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ સહિત ઘણાં લોકોએ દેખાવો કર્યા હતા. દેખાવકારોની દલીલ હતી કે જે ઝડપે એઆઈ કંપનીઓ ટેકનોલોજી અપડેટ કરે છે એ ઝડપે સરકારો નિયમ બનાવતી નથી એટલે લોકોની સુરક્ષા સામે ખતરો છે.
ફિલ્મી દુનિયામાં રજનીકાંતના 51 વર્ષ 17/08/2026 8:18 am Nilesh Parmar દક્ષિણ ભારતીય ફિલ્મોથી લઇને બોલિવૂડ સુધી રજનીકાંતના નામના સિક્કા પડે છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. પાંચ દાયકાથી તેઓ દર્શકોનું મનોરંજન કરી રહેલા રજનીકાંતે 15 ઓગસ્ટના રોજ ફિલ્મી કારકિર્દીના 51 વર્ષ પૂરા કર્યા છે.
હંમેશા કફન સાથે રાખું છુંઃ લકી અલી 17/08/2026 8:19 am Nilesh Parmar 67 વર્ષની વયે પણ પોતાના અદભુત અવાજથી ચાહકોના દિલ પર રાજ કરી રહેલા પ્રખ્યાત ગાયક લકી અલી હાલમાં જ એક કોન્સર્ટ દરમિયાન ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.
ટ્રમ્પના ભરોસાપાત્ર કેરોલિન લેવિટનું રાજીનામું 17/08/2026 9:57 am Nilesh Parmar રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભરોસાપાત્ર વ્યક્તિ હવે વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેવા જઈ રહી છે. 28 વર્ષનાં કેરોલિન લેવિટે પ્રેસ સેક્રેટરીનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.