મોડી પડતી એમ્બ્યુલન્સ 30/12/2014 12:43 pm Kamal Rao લેબર પાર્ટી દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ગત વર્ષના છ માસના ગાળામાં ખૂબજ ગંભીર માંદગી ધરાવતા ૨૧,૦૦૦ લોકોને નિયત સમયમાં એમ્બ્યુલન્સ સેવા મળી શકી નહોતી.
માલવિયા-વાજપેયીને ભારત રત્નનાં વધામણાં 31/12/2014 7:57 am Vikram Nayak બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)ના સંસ્થાપક અને અખિલ ભારતીય કોંગ્રેસ તથા હિન્દુ મહાસભાના અધ્યક્ષ રહેલા ડો. મદનમોહન માલવિયા તથા જનસંઘ અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ રહેલા અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન અને વારાણસીના સાંસદ એવા નરેન્દ્ર દામોદરદાસ મોદીની ભલામણથી ભારતનો સર્વોચ્ચ સન્માન-ઈલ્કાબ ‘ભારત રત્ન’ મળે ત્યારે સ્વાભાવિક રીતે જ હરખ થાય. ડો. માલવિયાને ભારત રત્ન મળ્યાનો હરખ કરનારાઓ કરતાં કવિહૃદય વાજપેયીને ભારત રત્ન મળ્યાનો હરખ કરનારાઓની સંખ્યા વધુ હોય એ સ્વાભાવિક છે. જોકે વડા પ્રધાન મોદીએ પહેલું નામ ડો. માલવિયાનું લીધું અને એ પછીના ક્રમે અટલજીનું એ વાતનો સવિશેષ હરખ કરવાનું અમોને મન થવું સ્વભાવિક છે. કારણ ? ૧૯૯૧માં દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ૫૬૨ રજવાડાંનું એકીકરણ કરીને ભારતનો વર્તમાન નક્શો તૈયાર કરવાનું યશસ્વી કામ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપતાં એમના સાથી-કાર્યકર અને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં વડા પ્રધાન રહેલાં ઈંદિરા ગાંધીના વડા પ્રધાન રહેલા પુત્ર સ્વ. રાજીવ ગાંધીનું નામ સરદાર કરતાં આગળ લેવાયું હતું. એ વાત ઘણાને કઠી હતી. અમને પણ.
અમદાવાદ-લંડનની સીધી ફ્લાઇટ માટે વરિષ્ઠ પ્રધાનની કેન્દ્રમાં જોરદાર રજૂઆત 31/12/2014 8:02 am Vikram Nayak ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન વચ્ચે સીધી ફલાઇટ ફરીથી શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરી છે.
નરેન્દ્ર મોદીના હસ્તે પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન 31/12/2014 8:04 am Vikram Nayak ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૮ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ૧૩મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન થશે. ઉપરાંત તે જ દિવસે સાંજે સાત વાગ્યે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં વડા પ્રધાન હાજર રહેશે.
લંડનવાસી યુવતી સાથે રૂ. ૬૦ લાખની ઠગાઇ 31/12/2014 8:05 am Vikram Nayak અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં ગુજ્જુ સ્ટોક ટ્રેડિંગ પ્રા.લી. નામની કંપનીના સંચાલકોએ લંડનવાસી યુવતી અને તેમના સગાને મહિને ચાર ટકા આર્થિક વળતરની લાલચ આપીને શેરમાં રૂ. ૬૦ લાખનું રોકણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ઉપરાંત રૂપિયા પરત માંગતાં તેમને ધમકી આપી હોવાની પણ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.
બે પીઢ ગાંધીવાદી આગેવાનોનું નિધન 31/12/2014 8:06 am Vikram Nayak અમદાવાદઃ પ્રખર ગાંધીવાદી, સ્વતંત્રતા સેનાની અને આઝાદી બાદ લોકજાગૃતિના કાર્યોમાં અગ્રેસર રહેનારા ચુનીભાઇ વૈદ્ય (૯૭)નું ગત સપ્તાહે અવસાન થયું છે.
વર્ષ ૨૦૧૫નું આગમનઃ હું માનવી માનવ થાઉં તો ઘણું! 31/12/2014 8:07 am Vikram Nayak ઈસુના વર્ષ ૨૦૧૪ની વસમી વિદાય સાથે નવલાં વર્ષ ૨૦૧૫નું આગમન થયું છે. આગમન અને વિદાય જીવનની ઘટમાળ છે, સારાં-નરસાં પ્રસંગોનો ઘટનાક્રમ છે. આ જ રીતે વર્ષ ૨૦૧૪માં આપણાં માનસપટ પર ચિહ્નો અંકિત કરી જનારી અનેક ઘટનાઓ ઘટી છે. આવી ઘટનાઓમાંથી જે પદાર્થપાઠ શીખવો જોઈએ તે આપણે શીખતાં નથી. દર વર્ષના આગમનકાળે આપણે અવનવાં સંકલ્પો કરતા રહીએ છીએ, પરંતુ તેને જીવનમાં ઉતારતાં નથી. અનેક ધાર્મિક વાડા અને સંપ્રદાયો, પ્રદેશવાદ અને વિસ્તારવાદના ઝનૂનમાં જકડાઈને આપણે એકબીજાના લોહીનાં તરસ્યાં બની ગયાં છીએ અને આપણા મૂળ માનવધર્મને વિસારે જ પાડી દીધો છે. આથી જ કદાચ ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના અંતરમાંથી આ બોલ સરી પડ્યાં હશે, ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી : પશુ છે,પંખી છે,પુષ્પો,વનોની છે વનસ્પતિ !
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે સ્થિરતા આવશ્યક 31/12/2014 8:08 am Vikram Nayak જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેની ખાસ અસર ગરમ રાજકીય ગતિવિધિઓ પર પડી નથી. જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર હતી, પરંતુ ધારણાથી વિપરીત ભાજપ સહિત કોઈ રાજકીય પક્ષને બહુમતી સાંપડી નથી. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં રાજકીય પક્ષોએ પોતાના બળાબળ અને રાજકીય મજબૂરીઓને ધ્યાનમાં રાખી સરકાર રચવા આગળ વધવું પડશે. યક્ષપ્રશ્ન જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં શાંતિ સ્થાપવાનો છે અને તે માટે સ્થિર સરકાર આવશ્યક છે.
લંડનવાસી યુવક માટે વતનમાં ‘અતિથિ દેવો ભવ’ સૂત્ર સાર્થક થયું 31/12/2014 8:10 am Vikram Nayak ભૂજઃ લંડનવાસી એક યુવાનને ગત મહિને વતનની મુલાકાત દરમિયાન ‘અતિથિ દેવો ભવઃ’ સૂત્રનો સુખદ અનુભવ થયો. મૂળ માનકૂવાના ગોરાણી પરિવારના ભાણેજ વિરેન પટેલ લંડનથી કચ્છમાં આવીને ધોરડો ફરવા ગયા હતા. કારમાં ધોરડો ફરીને વળતા ભીરંડિયારા પાસે ચા-પાણી પીધા હતા. ત્યાંથી જ્યારે તે માનકૂવા પહોંચ્યા તો ખબર પડી કે પોતાનો વિદેશી મોંઘો મોબાઈલ ત્યાં ભૂલી ગયા હતા.
લંડનવાસી પુત્રવધૂએ કેસ કરતાં વૃદ્ધાની હાઇ કોર્ટમાં પિટિશન 31/12/2014 8:14 am Vikram Nayak અમદાવાદઃ લગ્ન બાદ પુત્રવધૂએ કેસ કરતા ત્રસ્ત થયેલા ૭૪ વર્ષના વૃદ્ધા તથા અન્ય પરિજનોએ ગુજરાત હાઇ કોર્ટમાં પિટિશન કરી છે. આથી જસ્ટીસ જે. બી. પારડીવાલાએ પુત્રવધૂની ફરિયાદના આધારે ચાલી રહેલી ટ્રાયલ ઉપર મનાઇ હુકમ ફરમાવ્યો હતો.